________________
[ ૪૧૬]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ગૌતમ! કૃષ્ણલેશ્યાના અસંખ્યાત સ્થાન છે. આ જ રીતે યાવત શુક્લલેશ્યાના અસંખ્યાત સ્થાન હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અસંખ્યાત લેશ્યા સ્થાનોનું કથન છે. પ્રHપર્વત સ્વરૂપ મેવળિ થાનાનિ - પ્રકર્ષતા = અધિકતા અને અપકર્ષતા = ન્યૂનતા અર્થાત્ શુદ્ધિ-અશુદ્ધિની તરતમતાના આધારે થતાં ભેદોને લેયાસ્થાન કહે છે. કૃષ્ણાદિ છએ લેશ્યામાં શુદ્ધિ-અશુદ્ધિની તરતમતાના આધારે અસંખ્યાત ભેદ થાય છે. તે લેશ્વાસ્થાનોનું પ્રમાણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૪મા અધ્યયનમાં ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ સ્પષ્ટ કર્યું છે.
असंखेज्जाणुसप्पिणीण, ओसप्पिणीण जे समया।
સિંહા તો, સેસા હૌંતિ કાળાડું રૂરૂા અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલો સમય હોય તેટલા અથવા અસંખ્યાતા લોકના જેટલા આકાશપ્રદેશો હોય તેટલા વેશ્યાઓનાં સ્થાનો(વિકલ્પો) છે. વિશેષતા એ છે કે કૃષ્ણાદિ ત્રણ અશુભ ભાવલેશ્યાઓના સ્થાન સંક્લિષ્ટ હોય છે અને તેજલેશ્યાદિ ત્રણ શુભ ભાવલેશ્યાઓનાં સ્થાન વિશુદ્ધ હોય છે.
પ્રસ્તુત ઉદ્દેશકમાં દ્રવ્યલેશ્યાની જ વિસ્તૃત વિચારણા હોવાથી લેશ્વાસ્થાનોમાં પણ દ્રવ્યલેશ્યાના સ્થાનો જ સમજવા જોઈએ.
ભાવલેશ્યાના કારણભૂત કૃષ્ણાદિ દ્રવ્યોનો સમૂહદ્રવ્યલેશ્વાસ્થાન કહેવાય છે. એક ચોક્કસ પ્રકારના આત્મપરિણામો એક લેશ્વાસ્થાન કહેવાય છે. તે જ રીતે તે એક ચોક્કસ પ્રકારના આત્મપરિણામના કારણભૂત અનંતદ્રવ્યો પણ એક પરિણામનું કારણ હોવાથી એક સ્થાનરૂપ છે. ભાવલેશ્યાના અસંખ્યાતા સ્થાન હોવાથી દ્રવ્યલેશ્વાસ્થાનો પણ અસંખ્યાતા છે. સંક્ષેપથી તેના બે પ્રકાર છે– જઘન્ય અને ઉત્કૃષ્ટ. જઘન્ય આત્મપરિણામોના હેતુભૂત દ્રવ્યો જઘન્ય સ્થાન અને ઉત્કૃષ્ટ આત્મપરિણામોના હેતુભૂત દ્રવ્યો ઉત્કૃષ્ટ સ્થાન છે. જે મધ્યસ્થાનો છે તેમાંથી જઘન્ય સ્થાનની નિકટવર્તી હોય, તેનો સમાવેશ જઘન્ય સ્થાનમાં અને ઉત્કૃષ્ટ સ્થાનની નિકટવર્તી હોય તેનો સમાવેશ ઉત્કૃષ્ટ સ્થાનમાં થાય છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પ્રકારના લેશ્વાસ્થાનો અસંખ્યાતા થાય છે.
જે રીતે સ્ફટિકમણિની પાસે જપાકુસુમ રાખતા સ્ફટિક મણિમાં લાલાશ દેખાય છે. જો જપાકુસુમમાં એક ગુણ અધિક રક્તતા હોય તો સ્ફટિક મણિમાં એક ગુણ અધિક રક્તતા પ્રતીત થાય છે. તે રીતે એક એક ગુણની વૃદ્ધિથી લાલાશમાં અસંખ્યાતા ભેદ થાય છે. ગુણોની અલ્પતાથી તે સર્વ જઘન્ય સ્થાન કહેવાય છે. તે જ રીતે ઉત્કૃષ્ટ સ્થાનના પણ અસંખ્યાત ભેદ થાય છે. આ રીતે પ્રત્યેક વેશ્યાના અસંખ્યાત સ્થાન થાય છે. (૧૫) અલ્પબદુત્વ :| ३० एतेसि णं भंते ! कण्हलेस्साठाणाणं जाव सुक्कलेस्साठाणाणं च जहण्णगाणं दव्वट्ठयाए पएसट्टयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा जहण्णगा काउलेस्साठाणा दव्वट्ठयाए, जहण्णगा