________________
[૪૧૪]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
जह करवयस्स फासो, गोजिब्भाए व सागपत्ताणं ।
एतो वि अणंतगुणो, लेस्साणां अप्पसत्थाणं ॥१८॥ અર્થ- જેવો કરવત, ગાયની જીભ અને સાગપત્રનો સ્પર્શ કર્કશ હોય છે, તેનાથી અનંતગુણ અધિક કર્કશ સ્પર્શ પ્રથમ ત્રણ અપ્રશસ્ત લેશ્યાનો હોય છે.
जह बूरस्स व फासो, णवणीयस्स व सिरीसकुसुमाणं ।
एतो वि अणंतगुणो, पसत्थ लेस्साण तिण्डंपि ॥१९॥ અર્થ- જેવો બૂર નામની વનસ્પતિ, માખણ, શિરીષ પુષ્પનો સ્પર્શ સ્નિગ્ધ હોય છે, તેનાથી અનંતગુણ અધિક અંતિમ ત્રણ પ્રશસ્ત વેશ્યાનો સ્પર્શ હોય છે. (૯) દુર્ગતિ-સગતિ હાર - પ્રારંભની ત્રણ વેશ્યાઓ સંકિલષ્ટ અધ્યવસાયનું કારણ હોવાથી દુર્ગતિમાં લઈ જનારી છે, અંતિમ ત્રણ પ્રશસ્ત લેશ્યાઓ અસંક્લિષ્ટ અધ્યવસાયનું કારણ હોવાથી સુગતિમાં લઈ જનારી છે. (૧૦) લેશ્યા-પરિણામ પ્રકાર:| २५ कण्हलेस्सा णं भंते ! कइविहं परिणामं परिणमइ ?
गोयमा ! तिविहं वा णवविहं वा सत्तावीसइविहं वा एक्कासीइविहं वा बेतेयालसतविहं वा बहुं वा बहुविहं वा परिणामं परिणमइ । एवं जाव सुक्कलेस्सा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારના પરિણામમાં પરિણત થાય છે?
ઉત્તર-હે ગૌતમ! કૃષ્ણલેશ્યા ત્રણ પ્રકારના, નવ પ્રકારના, સત્યાવીશ પ્રકારના, એક્યાશી પ્રકારના કે બસો તેતાલીશ પ્રકારના અથવા અનેક-અનેક પ્રકારના પરિણામમાં પરિણત થાય છે. કૃષ્ણલેશ્યાનાં પરિણામોના કથનની જેમ નીલલેશ્યાથી લઈને શુક્લલેશ્યા સુધીના પરિણામોનું કથન કરવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં કૃષ્ણાદિ છએ વેશ્યાઓના વિભિન્ન પ્રકારના પરિણામોનું નિરૂપણ છે.
પ્રત્યેક વેશ્યાના પરિણામોમાં અનેક પ્રકારની વિવિધતા હોય છે પરંતુ તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, આ ત્રણ પ્રકાર થાય છે. જઘન્ય પરિણામમાં પણ અનેક પ્રકારની વિવિધતા હોવાથી તેના પુનઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, આ ત્રણ પ્રકાર થાય. આ રીતે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પરિણામના ત્રણ ત્રણ ભેદ થતાં ૩૪૩ = નવ ભેદ થાય. તે નવ ભેદના ફરી ત્રણ-ત્રણ ભેદ થતાં ૨૭ ભેદ થાય છે. આ સત્યાવીશ ભેદોના ફરી જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદ થતાં ૮૧ પ્રકાર થાય છે. તેના ફરી ત્રણ-ત્રણ ભેદ થતાં ૨૪૩ ભેદ થાય છે. આ પ્રમાણે ઉત્તરોત્તર ભેદ-પ્રભેદ કરતાં એક-એક વેશ્યાના અનેક-અનેક પરિણામો થાય છે. (૧૧) લેશ્યા પ્રદેશઃ| २६ कण्हलेस्सा णं भंते ! कइपएसिया पण्णत्ता ? गोयमा ! अणंतपएसिया पण्णत्ता । एवं जाव सुक्कलेस्सा ।