________________
| સત્તરમું પદ : વેશ્યાઃ ઉદ્દેશક-૪
૪૧૩.
અર્થ– ગાય-ભેંસ-સાપ આદિના મૃત કલેવરોથી પણ અનંતગુણી દુર્ગધયુક્ત પ્રથમ ત્રણ અશુભ (કૃષ્ણ-નીલ-કાપોત) વેશ્યાઓ હોય છે.
जह सुरभिकुसुमगंधो, गंधवासाणपिस्समाणाणं ।
एतो उ अणंतगुणो, पसत्थलेस्साण तिण्हंपि ॥१७॥ અર્થ- સુગંધિત પુષ્પોના પીસાતા (ખંડાતા) સુગંધીદ્રવ્યોથી પણ અનંતગુણી ઉત્કૃષ્ટ સુગંધયુક્ત અંતિમ ત્રણ શુભ (તેજો, પદ્મ, શુક્લ) લેશ્યાઓ હોય છે. (૫ થી ૯) શુદ્ધ-પ્રશસ્તાદિ દ્વાર:
२४ एवं तओ अविसद्धाओ तओ विसुद्धाओ, तओ अप्पसत्थाओ तओ पसत्थाओ, तओ संकिलिट्ठाओ तओ असंकिलिट्ठाओ, तओ सीयलुक्खाओ तओ णि ण्हाओ, तओ दुग्गइगामिणीओ तओ सुगइगामिणीओ । ભાવાર્થ :- આ જ પ્રમાણે પ્રથમની ત્રણ લેશ્યાઓ અવિશુદ્ધ અને અંતિમની ત્રણ લેશ્યાઓ વિશુદ્ધ છે. ત્રણ વેશ્યાઓ અપ્રશસ્ત છે અને ત્રણ વેશ્યાઓ પ્રશસ્ત છે; પ્રથમની ત્રણ લેશ્યાઓ સક્લિષ્ટ અને અંતિમ ત્રણ વેશ્યાઓ અસંકિલષ્ટ છે; પ્રથમની ત્રણ શીત અને રૂક્ષ-સ્પર્શયુક્ત છે અને અંતિમ ત્રણ ઉષ્ણ તથા સ્નિગ્ધ-સ્પર્શયુક્ત છે; પ્રથમની ત્રણ વેશ્યાઓ દુર્ગતિગામિની-દુર્ગતિમાં લઈ જનારી છે અને અંતિમ ત્રણ લેશ્યાઓ સુગતિગામિની-સદ્ગતિમાં લઈ જનારી છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં શુદ્ધ, પ્રશસ્ત, અસંકિલષ્ટ, સ્પર્શ અને ગતિ, આ પાંચ કારોનું નિરૂપણ છે. (૫) અવિશુદ્ધ-શુદ્ધ દ્વાર :- પ્રારંભની ત્રણ વેશ્યાઓ અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી હોવાથી અવિશુદ્ધ હોય છે અને અંતિમ ત્રણ લેશ્યાઓ પ્રશસ્ત વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી હોવાથી વિશુદ્ધ હોય છે. () અપ્રશસ્ત-પ્રશસ્ત દ્વારઃ- પ્રારંભની ત્રણ લેશ્યા અપ્રશસ્ત દ્રવ્યરૂપ તથા અપ્રશસ્ત અધ્યવસાયમાં નિમિત્ત રૂપ હોવાથી અપ્રશસ્ત છે. અંતિમ ત્રણ લેશ્યાઓ શુભ દ્રવ્યરૂપ અને શુભ અધ્યવસાયમાં નિમિત્ત રૂપ હોવાથી પ્રશસ્ત છે. () સકિલષ્ટ–અકિલષ્ટ હાર - પ્રથમની ત્રણ વેશ્યાઓ આર્તધ્યાન-રૌદ્રધ્યાન યોગ્ય અધ્યવસાયના નિમિત્તભૂત હોવાથી સંક્લિષ્ટ છે અને અંતિમ ત્રણ લેશ્યાઓ ધર્મધ્યાન યોગ્ય અધ્યવસાયના નિમિત્તભૂત હોવાથી અસંકિલષ્ટ હોય છે. (૮) સ્પર્શ પ્રરૂપણાધિકાર – પ્રારંભની ત્રણ લેશ્યા દ્રવ્યનો શીત અને રૂક્ષ સ્પર્શ છે. શીત અને રૂક્ષ સ્પર્શ ચિત્તમાં અસ્વસ્થતા ઉત્પન્ન કરવામાં નિમિત્ત રૂપ બને છે, જ્યારે અંતિમ ત્રણ લેશ્યાઓ સ્નિગ્ધ-ઉષ્ણ સ્પર્શવાળી છે. ઉષ્ણ-સ્નિગ્ધ સ્પર્શ ચિત્તમાં સંતોષ ઉત્પન્ન કરવામાં નિમિત્ત રૂપ બને છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૪મા વેશ્યા અધ્યયનમાં શુભ અને અશુભ લેશ્યા દ્રવ્યના સ્પર્શનું કથન વિવિધ ઉપમાઓ દ્વારા કર્યું છે.