________________
૪૧૨ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
गोयमा ! से जहाणामए गुले इ वा, खंडे इ वा सक्करा इ वा मच्छंडिया इ वा पप्पडमोदए इ वा भिसकंदे इ वा पुप्फुत्तरा इ वा पउमुत्तरा इ वा आयंसिया इ वा सिद्धत्थिया इ वा आगासफालिओवमा इ वा अणोवमाइ वा, भवेयारूवा?
गोयमा ! णो इणटे समटे, सुक्कलेस्सा णं एत्तो इट्टतरिया चेव कंततरिया व पियतरिया चेव मणामतरिया चेव आसाएणं पण्णत्ता । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! શુક્લલશ્યાનો રસાસ્વાદ કેવો હોય છે?
ઉત્તર-હે ગૌતમ! જેમ ગોળ, ખાંડ, સાકર, ખડી સાકર, મોદક વિશેષ(ખાંડનો પાપડ), ભિસકંદ, પુષ્પોત્તરા, પદ્મોત્તરા, આદર્શિકા, સિદ્ધાર્થિકા, આકાશ સ્ફટિકોપમા, અનુપમા (પુષ્પોત્તરાથી લઈ અનુપમા સુધીના નામ વિવિધ પ્રકારના મિષ્ટાનોના છે.) ઇત્યાદિ, શું આ બધા મીઠા રસવાળા પદાર્થો જેવો શુક્લલશ્યાનો રસ હોય? હે ગૌતમ! તેમ નથી, પરંતુ ઉપરોક્ત વસ્તુઓથી પણ વિશેષ ઇષ્ટતર, કાંત-સુંદર, પ્રિય, મનોજ્ઞ અને મનોહર રસ શુક્લલેશ્યાનો હોય છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં છ વેશ્યાઓના રસોનું નિરૂપણ વિવિધ વસ્તુઓની ઉપમા દ્વારા કરવામાં આવ્યું છે. પ્રથમ ત્રણ અશુભ લેશ્યાનો રસ અનિષ્ટ, અપ્રિયકર, અમનોજ્ઞતર અને અવાંછનીય હોય છે. અંતિમ ત્રણ શુભ લેશ્યાનો રસ ઈષ્ટતર, કાંતતર, પ્રિયતર, મનોજ્ઞ અને મનોહર હોય છે. (૪) લેશ્યા-ગંધઃ| २२ कइ णं भंते ! लेस्साओ दुब्भिगंधाओ पण्णत्ताओ? गोयमा ! तओ लेस्साओ दुब्भिगंधाओ पण्णत्ताओ, तं जहा- किण्हलेस्सा णीललेस्सा काउलेस्सा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કેટલી વેશ્યાઓ દુર્ગધવાળી હોય છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ લેશ્યાઓ દુર્ગધવાળી હોય છે, તે આ પ્રમાણે છે– કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. | २३ कइ णं भंते ! लेस्साओ सुब्भिगंधाओ पण्णत्ताओ? गोयमा ! तओ लेस्साओ सुब्भिगंधाओ पण्णत्ताओ, तं जहा- तेउलेस्सा पम्हलेस्सा सुक्कलेस्सा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કેટલી વેશ્યાઓ સુગંધવાળી હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ત્રણ લેશ્યાઓ સુગંધવાળી છે, તે આ પ્રમાણે છે– તેજોલેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યા. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં છએ વેશ્યાદ્રવ્યોની ગંધનું પ્રતિપાદન છે. પ્રથમ ત્રણ લેશ્યાના દ્રવ્યો દુર્ગધયુક્ત અને અંતિમ ત્રણ લેશ્યાઓના દ્રવ્યો સુગંધયુક્ત હોય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચોત્રીસમા લેશ્યાધ્યયનમાં લેશ્યાદ્રવ્યની દુર્ગધ અને સુગંધનું કથન ઉપમાઓ દ્વારા કર્યું છે.
जह गोमडस्स गंधो, सुणगमडस्स व जहा अहिमडस्स । एत्तो उ अणंतगुणो, लेस्साणं अपसत्थाणं ॥१६॥