________________
[ ૩૯૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
पासइ। से एएणटेणं गोयमा ! एवं वुच्चइ कण्हलेसे णं णेरइए जाव इत्तरियमेव खेत्तं पासइ। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી એક નૈરયિક, કૃષ્ણલેશી બીજા નારકીની અપેક્ષાએ અવધિજ્ઞાન દ્વારા બધી દિશાઓ અને વિદિશાઓનું સમાવલોકન કરતો કેટલા ક્ષેત્રને જાણે છે અને અવધિદર્શનથી કેટલા ક્ષેત્રને જુએ છે? અર્થાત્ તે બંને કુષ્ણલેશી નારકીનું અવધિજ્ઞાન એક સમાન છે કે તેમાં કાંઈ ન્યૂનાધિકતા છે?
ઉત્તરગૌતમ ! તે નૈરયિક એક-બીજાથી અધિક ક્ષેત્રને જાણતા નથી કે અધિકક્ષેત્રને જોતા નથી, અધિક દૂરના ક્ષેત્રને જાણતા નથી કે વધુ દૂરવર્તી ક્ષેત્રોને જોતા નથી પરંતુ કંઈક હીનાધિક ક્ષેત્રને જાણે છે અને કંઈક હીનાધિક ક્ષેત્રને જુએ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કૃષ્ણલેશી નારકી ઘણા ક્ષેત્રને જાણતા નથીયાવત કંઈક હીનાધિક ક્ષેત્રને જુએ છે.
ઉત્તર- હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ અત્યંત સમ અને રમણીય ભૂમિભાગ પર ઊભો રહીને ચારેય તરફ બધી દિશાઓ અને વિદિશાઓમાં જુએ, તો તે પુરુષ ભૂતલ પર સ્થિત અન્ય પુરુષની અપેક્ષાએ બધી દિશાઓ-વિદિશાઓમાં જોતાં જોતાં અધિક ક્ષેત્રને જાણતો નથી કે અધિકક્ષેત્રને જોતો નથી પરંતુ કંઈક હીનાધિક ક્ષેત્રને જાણે છે અને કંઈક હીનાધિક ક્ષેત્રને જુએ છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે કૃષ્ણલેશી નારકી થાવત્ કંઈક હીનાધિક ક્ષેત્રને જાણે અને જુએ છે. | १५ णीललेसे णं भंते ! णेरइए कण्हलेसं णेरइयं पणिहाय ओहिणा सव्वओ समंता समभिलोएमाणे समभिलोएमाणे केवइयं खेत्तं जाणइ ? केवइयं खेत्तं पासइ ? गोयमा ! बहुतरागं खेत्तं जाणइ, बहुतरागं खेत्तं पासइ, दूरतरागं खेत्तं जाणइ, दूरतरागं खेत्तं पासइ.वितिमिरतरागं खेत्तं जाणइ वितिमिरतरागं खेत्तं पासइ.विसद्धतरागं खेत्तं जाणइ विसुद्धतरागं खेत्तं पासइ ।
से केणटेणं भंते ! एवं वुच्चइ णीललेस्से णं णेरइए कण्हलेस्सं णेरइयं पणिहाय जावविसुद्धतराग खेत्तं पासइ? गोयमा ! से जहाणामए केइ पुरिसे बहुसमरमणिज्जाओ भूमिभागाओ पव्वयं दुरुहइ, दुरुहित्ता सव्वओ समंता समभिलोएज्जा, तए णं से पुरिसे धरणितलगयं पुरिसं पणिहाय सव्वओ समंता समभिलोएमाणे समभिलोएमाणे बहुतरागं खेत्तं जाणइ जाव विसुद्धतरागं खेत्तं पासइ । से एएण?णं गोयमा ! एवं वुच्चइ णीललेस्से णेरइए, कण्हलेस्सं णेरइयं पणिहाय जाव विसुद्धतरागं खेत्तं पासइ । ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! નીલલેશી નારકી, કૃષ્ણલેશી નારકીની અપેક્ષાએ બધી દિશાઓ અને વિદિશાઓમાં અવધિજ્ઞાન દ્વારા જાણતો કેટલા ક્ષેત્રને જાણે છે અને અવધિદર્શનથી કેટલા ક્ષેત્રને જુએ છે? અર્થાત્ નીલલેશી અને કૃષ્ણલેશી નારકીનું અવધિજ્ઞાન એક સમાન છે કે તેમાં કાંઈ ન્યૂનાધિકતા હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે નીલલેશી નારકી, કૃષ્ણલેશી નારકી કરતાં ઘણાં ક્ષેત્રને જાણે છે અને ઘણાં ક્ષેત્રને જુએ છે, દૂરવર્તી ક્ષેત્રને જાણે છે અને દૂરવર્તી ક્ષેત્રને જુએ છે, તે ક્ષેત્રને વિતિમિરતર-ભ્રાન્તિરહિત પણે જાણે છે અને જુએ છે તથા તે ક્ષેત્રને વિશુદ્ધતર–અત્યંત ફુટપણે જાણે છે અને વિશુદ્ધતર જુએ છે.