________________
સત્તરમું પદ : લેશ્યા : ઉદ્દેશક-૩
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે નીલલેશી નારકી, કૃષ્ણલેશી નારકીની અપેક્ષાએ યાવત્ ક્ષેત્રને વિશુદ્ધતર જાણે છે અને જુએ છે ?
૩૯૯
ઉત્તર– હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ અત્યંત સમ રમણીય ભૂમિભાગથી પર્વત પર ચઢીને બધી દિશાઓ-વિદિશાઓમાં અવલોકન કરે, તો તે પુરુષ ભૂતલ પર સ્થિત પુરુષની અપેક્ષાએ બધી તરફ જોતાં-જોતાં ઘણાં ક્ષેત્રને જાણે છે અને જુએ છે યાવત્ ક્ષેત્રને વિશુદ્ધતર જાણે અને જુએ છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે નીલલેશી નારકી, કૃષ્ણલેશી નારકીની અપેક્ષાએ ઘણા ક્ષેત્રને યાવત્ ક્ષેત્રને વિશુદ્ધતર જાણે અને જુએ છે.
१६ काउलेसे णं भंते ! णेरइए णीललेस्सं णेरइयं पणिहाय ओहिणा सव्वओ समंता समभिलोएमाणे समभिलोएमाणे केवइयं खेत्तं जाणइ ? केवइयं खेत्तं पासइ ? गोयमा ! बहुतरागं खेत्तं जाणइ बहुतरागं खेत्तं पासइ जाव विसुद्धतरागं खेत्तं पासइ ।
णणं भंते ! एवं वुच्चइ - काउलेसे णं णेरइए जाव विसुद्धतरागं खेत्तं पासइ? गोयमा ! से जहाणामए केइ पुरिसे बहुसमरमणिज्जाओ भूमिभागाओ पव्वयं दुरुहइ, दुरुहत्तििा रुक्खं दुरुहइ, दुरुहित्ता दो वि पाए उच्चाविय सव्वओ समंता समभिलो ज्जा, तए णं से पुरिसे पव्वयगयं धरणितलगयं च पुरिसं पणिहाय सव्वओ समंता समभिलोएमाणे समभिलोएमाणे बहुतरागं खेत्तं जाणइ बहुतरागं खेत्तं पासइ जाव विसुद्धतरागं खेत्तं पासइ । से एएणद्वेणं गोयमा ! एवं वुच्चइ काउलेस्से णं णेरइए णीललेस्सं णेरइयं पणिहाय तं चेव जाव विसुद्धतरागं खेत्तं पासइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું કાપોતલેશી નારકી, નીલલેશી નારકીની અપેક્ષાએ બધી દિશાઓ અને વિદિશાઓમાં અવધિજ્ઞાન દ્વારા જોતાં કેટલા ક્ષેત્રને જાણે છે અને કેટલા ક્ષેત્રને જુએ છે ?
ઉત્તર– હે ગૌતમ ! કાપોતલેશી નારકી, નીલલેશી નારકીની અપેક્ષાએ ઘણા ક્ષેત્રને જાણે છે અને ઘણા ક્ષેત્રને જુએ છે. તે દૂરવર્તી ક્ષેત્રને જાણે છે અને દૂરવર્તી ક્ષેત્રને જુએ છે યાવત્ ક્ષેત્રને વિશુદ્ધતર જાણે છે અને જુએ છે. પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે કે કાપોતલેશી નારક યાવત્ વિશુદ્ધતર ક્ષેત્રને જાણે અને જુએ છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ અત્યંત સમ રમણીય ભૂભાગથી પર્વત પર ચઢી જાય, પછી પર્વત ઉપરના વૃક્ષ પર ચઢી, બંને પગોને ઊંચા કરીને ચારેય દિશાઓ-વિદિશાઓમાં જુએ, તો તે પર્વતગત પુરુષ ભૂમિગત પુરુષની અપેક્ષાએ સર્વ દિશાઓમાં જોતાં જોતાં ઘણાં ક્ષેત્રને જાણે છે અને ઘણાં ક્ષેત્રને જુએ તે ક્ષેત્રને વિશુદ્ધતર જાણે અને જુએ છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે કાપોતલેશી નારકી નીલલેશી નારકીની અપેક્ષાએ યાવત્ અધિક ક્ષેત્રને તથા વિશુદ્ધતરરૂપે જાણે અને જુએ છે. વિવેચનઃ
છે યાવત
પ્રસ્તુત સૂત્રોમાં કૃષ્ણાદિ લેશ્યાવાળા નૈરયિકોની અવધિજ્ઞાન-દર્શનથી જાણવા જોવાની શક્તિની તારતમ્યતાનું દૃષ્ટાંત સાથે નિરૂપણ છે.
નૈરયિકોને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોવાથી પ્રત્યેક નારકીને જન્મથી જ અવધિજ્ઞાન હોય છે પરંતુ નીચે-નીચેની નરકમાં અવધિજ્ઞાનનો વિષય ક્રમશઃ અલ્પ અલ્પતમ છે.