________________
| સત્તરમું પદ લેશ્યાઃ ઉદ્દેશક-૩
[ ૩૯૭]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું કૃષ્ણલેશી થાવત શુકલલેશી પંચેદ્રિયતિર્યંચ, કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યા યુક્ત પંચેંદ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે? આ રીતે થાવ તે જ લેશ્યામાં મૃત્યુ પામે છે?
- ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણલેશી થાવત શુક્લલશી તિર્યંચ પંચેન્દ્રિય કૃષ્ણલેશી થાવત શુકલલેશી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ તે જીવ કદાચિત્ કૃષ્ણલેશ્યામાં યાવત્ કદાચિત્ શુક્લ લેશ્યામાં મૃત્યુ પામે છે અને કદાચિત્ જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, તે જ લેગ્યામાં પણ મૃત્યુ પામે. તે જ રીતે મનુષ્યોમાં પણ જાણવું જોઈએ. | १३ वाणमंतरे जहा असुरकुमारे । जोइसिय-वेमाणिए वि एवं चेव । णवरं जा जस्स लेस्सा। दोण्ह वि चयणं ति भाणियव्वं । ભાવાર્થ - વાણવ્યંતરદેવોમાં ઉત્પત્તિ અને ઉદ્વર્તન સંબંધી વક્તવ્યતા અસુરકુમારની જેમ જાણવી.
તે જ રીતે જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોમાં ઉત્પત્તિ અને ઉદ્વર્તન સંબંધી કથન જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે જે દેવોમાં જેટલી વેશ્યાઓ હોય, તેટલી વેશ્યાઓનું કથન કરવું જોઈએ તથા બંને માટે ઉદ્વર્તનના સ્થાને “ચ્યવન” શબ્દપ્રયોગ કરવો જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ૨૪ દંડકવર્તી પ્રત્યેક દંડકના જીવોની સંભવિત લેશ્યાઓને લઈને સામૂહિકરૂપે ઉત્પત્તિ અને ઉદ્વર્તનની પુનઃ પ્રરૂપણા છે.
જો કે સૂત્રકારે ૨૪ દંડકના પ્રત્યેક-જીવની એક-એક વેશ્યાની અપેક્ષાએ ઉત્પત્તિ અને ઉદ્વર્તન સંબંધી પ્રરૂપણા કરી છે, તેમ છતાં વિભિન્ન વેશ્યાવાળા ઘણા નૈરયિકાદિ જીવો તે તે ગતિમાં ઉત્પન્ન થાય છે ત્યારે વસ્તુ સ્થિતિ અન્યથા પણ હોય, કારણકે એક-એક વ્યક્તિના ધર્મની અપેક્ષાએ સમુદાયનો ધર્મ ક્વચિત્ અન્યથા જણાય છે. તેથી તે આશંકા દૂર કરવા જે જીવોમાં જેટલી વેશ્યાઓ સંભવે છે, તે જીવોમાં તેટલી બધી વેશ્યાઓની અપેક્ષાએ પૂર્વોક્ત વિષય સામૂહિકરૂપે ફરીથી પ્રતિપાદિત કર્યો છે. લેશ્યાની અપેક્ષાએ નૈરયિકોમાં અવધિજ્ઞાન-દર્શનની તરતમતા - १४ कण्हलेस्से णं भंते ! णेरइए कण्हलेस्से णेरइयं पणिहाए ओहिणा सव्वओ समंता समभिलोएमाणे समभिलोएमाणे केवइयं खेत्तं जाणइ ? केवइयं खेत्तं पासइ ? गोयमा ! णो बहुयं खेत्तं जाणइ, णो बहुयं खेत्तं पासइ, णो दूरं खेत्तं जाणइ, णो दूरं खेत्तं पासइ, इत्तरियमेव खेत्तं जाणइ, इत्तरियमेव खेतं पासइ ।
से केणटेणं भंते ! एवं वुच्चइ कण्हलेसे णं णेरइए तं चेव जाव इत्तरियमेवखेत्तं पासइ ? गोयमा ! से जहाणामए केइ पुरिसे बहुसमरमणिज्जंसि भूमिभागसि ठिच्चा सव्वओ समंता समभिलोएज्जा, तए णं से पुरिसे धरणितलगतं पुरिसं पणिहाए सव्वओ समंता समभिलोएमाणे समभिलोएमाणे णो बहुयं खेत्तं जाणइ जाव इत्तरियमेव खेत्तं