________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! શું કૃષ્ણલેશી યાવત્ તેજોલેશી પૃથ્વીકાયિક શું કૃષ્ણલેશી યાવત્ તેજોલેશી પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? યાવત્ જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે તે જ લેશ્યામાં મૃત્યુ પામે છે?
૩૯૬
ઉત્તર– હા. ગૌતમ ! કૃષ્ણલેશી યાવત્ તેજોલેશી પૃથ્વીકાયિક ક્રમશઃ કૃષ્ણલેશી યાવત્ તેજોલેશી પૃથ્વીકાયિકોમાં જન્મ લે છે પરંતુ તે જીવનું ઉર્તન–મૃત્યુ કદાચિત્ કૃષ્ણલેશ્યામાં, કદાચિત્ નીલેલેશ્યામાં અને કદાચિત્ કાપોતલેશ્યામાં થાય છે. કદાચિત જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે, તે જ લેશ્યામાં મૃત્યુ પામે છે પરંતુ તેમાં વિશેષતા એ છે કે તેજોલેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન તો થાય છે પરંતુ તેજોલેશ્યામાં મૃત્યુ થતું નથી.
તે જ રીતે અપ્કાયિકો અને વનસ્પતિકાયિકોમાં પણ જાણવું જોઈએ.
११ से भंते! कहलेस्से णीललेस्से काउलेस्से तेठक्काइए कण्हलेसेसु णीललेसेसु काउलेसेसु तेडक्काइएसु उववज्जइ ? कण्हलेसे णीललेसे काउलेसे उव्वट्टर ? जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ ?
हंता गोयमा ! कण्हलेस्से णीललेस्से काउलेस्से तेडक्काइए कण्हलेसेसु णीललेसेसु काउलेसेसु तेडक्काइएसु उववज्जइ, सिय कण्हलेसे उव्वट्टर सिय णीललेसे सिय काउलेस्से उव्वट्टइ, सिय जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ । एवं वाउक्काइया बेइंदिय तेइंदिय चउरिंदिया वि भाणियव्वा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું કૃષ્ણલેશી, નીલલેશી અને કાપોતલેશી તેજસ્કાયિક જીવ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યામાં ઉત્પન્ન થાય છે ? શું તે જીવ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યામાં મૃત્યુ પામે છે ? શું તે જીવ જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે તે જ લેશ્યામાં મૃત્યુ પામે છે ?
ઉત્તર– હા, ગૌતમ ! કૃષ્ણલેશી, નીલલેશી અને કાપોતલેશી તેજસ્કાયિક કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા યુક્ત તેજસ્કાયિકમાં ઉત્પન્ન થાય છે, પરંતુ તે જીવ કદાચિત કૃષ્ણલેશ્યામાં, કદાચિત નીલલેશ્યામાં અને કદાચિત્ કાપોતલેશ્યામાં મૃત્યુ પામે છે અને કદાચિત્ જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે, તે જ લેશ્યામાં મૃત્યુ પામે છે.
આ રીતે વાયુકાયિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોના સંબંધમાં કહેવું જોઈએ. १२ सेणू भंते! कण्हलेसे जाव सुक्कलेसे पंचेदियतिरिक्खजोणिए कण्हलेसेसु जाव सुक्कलेसेसु पंचेदियतिरिक्खजोणिएसु उववज्जइ, एवंजाव तल्लेसे उव्वट्टइ ?
हंता गोयमा ! कण्हलेस्से जाव सुक्कलेस्से पंचेंदियतिरिक्खजोणिए कण्हलेस्सेसु जाव सुक्कलेस्सेसु पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जइ, सिय कण्हलेस्से उव्वट्ट जाव सिय सुक्कलेस्से उव्वट्टइ, सिय जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्ट । एवं मणूसेवि ।