________________
| સત્તરમું પદ : વેશ્યાઃ ઉદ્દેશક-૩
૩૯૫
હોવા છતાં મૃત્યુ સમયે તેજોલેશ્યા હોતી નથી. તે જીવો કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા કે કાપોતલેશ્યામાંથી કોઈ પણ લેશ્યામાં મૃત્યુ પામી શકે છે.
શેષ જીવો પોતાની સંભવિત કોઈ પણ લેશ્યામાં મૃત્યુ પામે છે. તેઉકાય, વાયુકાય, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યચપંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યો પ્રથમ ત્રણ લેશ્યામાંથી કોઈ પણ લેગ્યામાં, સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યો છ લેગ્યામાંથી કોઈ પણ લેશ્યામાં મૃત્યુ પામે છે. ર૪ દંડકોમાં સામૂહિક લેશ્યાની અપેક્ષાએ ઉત્પાદ-ઉદ્વર્તન:
८ से गूणं भंते ! कण्हलेस्से णीललेस्से काउलेस्से णेरइए कण्हलेस्सेसु णीललेस्सेसु काउलेस्सेसु णेरइएसु उववज्जइ ? कण्हलेस्से णीललेस्से काउलेस्से उव्वट्टइ जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ? ।
हंता गोयमा ! कण्हलेस्स-णीललेस्स-काउलेस्सेसु उववज्जइ जाव जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી, નીલલેશી અને કાપોતલેશી નૈરયિક શું ક્રમશઃ કૃષ્ણલેશી, નીલેશી અને કાપોતલેશી નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? શું તે ક્રમશઃ કૃષ્ણલેશ્યા,નીલલેશ્યા અને કાપોત લેશ્યામાં જ ઉદ્વર્તન કરે છે? અર્થાત્ જે વેશ્યાયુક્ત થઈને જન્મે છે, શું તે જ લેશ્યામાં મૃત્યુ પામે છે?
ઉત્તર- હા, ગૌતમ! તે ક્રમશઃ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાયુક્ત નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે યાવત્ જે લેગ્યામાં જન્મે છે તે જ લેગ્યામાં મૃત્યુ પામે છે. | ९ से णूणं भंते ! कण्हलेस्से जाव तेउलेस्से असुरकुमारे कण्हलेस्सेसु जाव तेउलेस्सेसु असुरकुमारेसु उववज्जइ ? एवं जहेव णेरइए तहा असुरकुमारे वि जाव थणियकुमारे वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું કૃષ્ણલેશી થાવ તેજોલેશી અસુરકુમાર દેવ કૃષ્ણલેશ્યા યાવતું તેજોલેશ્યાયુક્ત અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે? યાવતું તે જીવો જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, તે જ લેશ્યામાં મૃત્યુ પામે છે?
ઉત્તર- હા, ગૌતમ ! જે રીતે નૈરયિકોના સંબંધમાં કહ્યું છે તે જ રીતે અસુરકુમારથી લઈ સ્વનિતકુમારો સુધીના વિષયમાં પણ કહેવું જોઈએ. |१० से णूणं भंते ! कण्हलेस्से जावतेउलेस्से पुढविकाइए कण्हलेस्सेसु जावतेउलेस्सेसु पुढविकाइएसु उववज्जइ, एवं जाव तल्लेसे उव्वट्टइ ?
__ हंता गोयमा ! कण्हलेस्से जावतेउलेस्से पुढविकाइए कण्हलेस्सेसु जाव तेउलेस्सेसु पुढविक्काइएसु उववज्जइ, सिय कण्हलेस्से उवट्टइ सिय णीललेस्से, सिय काउलेस्से उव्वट्टइ, सिय जल्लेस्से उववज्जइ तल्लेसे उव्वट्टइ, णवरं- तेउलेस्से उववज्जइ, णो चेव णं तेउलेस्से उव्वट्टइ। एवं आउक्काइय-वणस्सइकाइया वि भाणियव्वा ।