________________
| સત્તરમું પદ : વેશ્યાઃ ઉદ્દેશક-૨
[ ૩૮૧ ] गोयमा ! सव्वत्थोवा वेमाणिया देवा सुक्कलेस्सा, पम्हलेस्सा असंखेज्जगुणा, तेउलेस्सा असंखेज्जगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેજોલેશી, પાલેશી અને શુક્લલેશી વૈમાનિક દેવોમાં કોણ, કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી અલ્પ શુક્લલેશી વૈમાનિક દેવો છે, તેનાથી પાલેશી વૈમાનિક દેવો અસંખ્યાતગુણ છે અને તેનાથી તેજોલેશી વૈમાનિક દેવો અસંખ્યાતગુણા છે.
४८ एएसि णं भंते ! वेमाणिया णं देवाणं देवीणं च तेउलेस्साणं पम्हलेस्साणं सुक्कलेस्साणं च कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा वेमाणियाणं देवा सुक्कलेस्सा, पम्हलेस्सा असंखेज्जगुणा, तेउलेस्सा असंखेज्जगुणा, तेउलेस्साओ वेमाणिणीओ देवीओ संखेज्जगुणाओ । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! તેજોલેશી, પાલેશી અને શુક્લલેશી વૈમાનિક દેવો અને દેવીઓમાં કોણ, કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર– હે ગૌતમ! (૧) સર્વથી થોડા શુક્લલશી વૈમાનિક દેવો છે. (૨) તેનાથી પાલેશી દેવો અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી તેજોલેશી દેવો અસંખ્યાતગુણા છે. (૪) તેનાથી તેજોલેશી વૈમાનિક દેવીઓ સંખ્યાતગુણી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વૈમાનિક દેવ-દેવીઓના અલ્પબદુત્વનું નિરૂપણ છે.
પ્રથમ બે દેવલોકના દેવ-દેવીઓને એક તેજોવેશ્યા, ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં પદ્મવેશ્યા અને છઠ્ઠાથી ઉપરના દેવલોકમાં એક શુક્લલેશ્યા છે. વૈમાનિક દેવોનું અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા શુક્લલેશી દેવો છે કારણ કે છઠ્ઠાથી ઉપરના દેવલોકમાં જ શુક્લલેશ્યા હોય છે અને ઉપર-ઉપરના દેવલોકમાં દેવોની સંખ્યા અલ્પ હોય છે. (૨) તેનાથી પદ્મલેશી દેવો અસંખ્યાતગુણા છે, કારણ કે ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં પાલેશ્યા હોય છે. તેમાં વિમાન વધુ છે, તેથી શુક્લલેશી દેવોથી તે અસંખ્યાતગુણા થઈ જાય છે. (૩) તેનાથી તેજોલેશી દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે પ્રથમ બે દેવલોકમાં તેજોલેશ્યા હોય છે, તેમાં વિમાન વધુ છે અને દેવો કરતાં દેવીઓ દેવો કરતાં વધુ હોય છે, તેથી તેજોલેશીની સંખ્યા પદ્મલેશી દેવોથી અસંખ્યાતગુણી થઈ જાય છે.
વૈમાનિક દેવીઓ પ્રથમ બે દેવલોકમાં જ છે અને ત્યાં એક માત્ર તેજોલેશ્યા જ હોય છે તેથી લેશ્યાની અપેક્ષાએ દેવીઓનું અલ્પબહુત થતું નથી. વૈમાનિક દેવ-દેવીઓનું સમ્મિલિત અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા શુક્લલેશી વૈમાનિક દેવો છે. (૨-૩) તેનાથી પદ્મલેશી અને તેજોલેશી દેવો પૂર્વવત્ ક્રમશઃ અસંખ્યાતગુણા છે (૪) તેનાથી તેજોલેશી દેવીઓ સંખ્યાતગુણી છે, કારણ કે દેવ કરતાં દેવીઓની સંખ્યા ઉત્કૃષ્ટ પદે બત્રીસ ગુણી બત્રીસ અધિક છે.