________________
[૩૭૮]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
(૩) તેનાથી કાપોતલેશી દેવો અસંખ્યાતગુણા છે, કારણ કે ભવનપતિ અને વ્યંતર દેવો કાપોતલેશી હોય છે. (૪) તેનાથી નીલલેશી દેવો વિશેષાધિક છે કારણ કે ઘણા ભવનપતિ અને વ્યંતર દેવોમાં નીલલેશ્યા હોય છે. (૫) તેનાથી કૃષ્ણલેશી દેવો વિશેષાધિક છે કારણ કે અધિકાંશ ભવનપતિ અને વ્યંતરદેવોમાં કૃષ્ણલેશ્યા હોય છે. (૬) તેનાથી તેજોલેશી દેવો સંખ્યાતગુણા છે, કારણ કે સર્વ જ્યોતિષી દેવોમાં તેજોવેશ્યા હોય છે. ચારે જાતિના દેવોમાં જ્યોતિષી દેવોની સંખ્યા સર્વથી અધિક હોય છે. તેથી તેજોલેશી દેવોની સંખ્યા સર્વથી અધિક હોય છે. સમુચ્ચય ચાર લેશ્યાયક્ત દેવીઓનું અ૫બહત્વ - ભવનપતિ અને વ્યંતર દેવીઓમાં ચાર વેશ્યા, જ્યોતિષી અને પ્રથમ બે દેવલોકની દેવીઓને તેજોલેશ્યા હોય છે.
(૧) સર્વથી થોડી કાપોતલેશી દેવીઓ હોય છે, કારણ કે કેટલીક ભવનપતિ અને વ્યંતર દેવીઓ જ કાપોતલેશી હોય છે. (૨) તેનાથી નીલલેશી દેવીઓ વિશેષાધિક છે, કારણ કે ભવનપતિ અને વ્યંતરોમાં નીલલેશી દેવીઓની સંખ્યા કંઈક અધિક હોય છે. (૩) તેનાથી કુષ્ણલેશી દેવીઓ વિશેષાધિક છે કારણ કે ભવનપતિ અને વ્યતર જાતિની દેવીઓમાં કૃષ્ણલેશી અધિક હોય છે. (૪) તેનાથી તેજોલેશી દેવીઓ સંખ્યાતગુણી છે કારણ કે જ્યોતિષી અને પહેલા બે દેવલોકની સર્વદેવીઓને તેજોલેશ્યા હોય છે. સમુચ્ચય છ લેયાયુક્ત દેવ-દેવીઓનું અલ્પબહત્વ - ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ દેવ કરતાં દેવીઓ બત્રીસ ગુણી અને બત્રીસ અધિક હોય છે તેથી અલ્પબદુત્વમાં સર્વત્ર દેવથી દેવીઓ સંખ્યાતગુણી હોય છે. (૧) સર્વથી થોડા શુક્લલેશી દેવો છે (૨) તેનાથી પદ્મલેશી દેવો અસંખ્યાતગુણા છે (૩) તેનાથી કાપોતલેશી દેવો અસંખ્યાતણા (૪-૫) તેનાથી નીલલેશી અને કૃષ્ણલેશી દેવો ક્રમશઃ વિશેષાધિક છે. (૬) તેનાથી કાપોતલેશી દેવીઓ સંખ્યાતગુણી (૭-૮) તેનાથી નીલલેશી અને કૃષ્ણલેશી દેવીઓ ક્રમશઃ વિશેષાધિક છે. (૯-૧૦) તેનાથી તેજોલેશી દેવ-દેવીઓ ક્રમશઃ સંખ્યાતણા છે, કારણ કે ચારે જાતિના દેવ-દેવીઓમાં
જ્યોતિષી દેવ દેવીઓની સંખ્યા અધિક છે અને તેને એક તેજલેશ્યા હોય છે. તેમજ કેટલાક ભવનપતિ અને વ્યંતર દેવ-દેવીઓને તથા પ્રથમ બે દેવલોકના સર્વ દેવ-દેવીઓને તેજોલેશ્યા હોય છે. લેશ્યાની અપેક્ષાએ સમુચ્ચય દેવ-દેવીઓનું અલ્પબદુત્વઃ| જીવ પ્રકાર | પ્રમાણ
કારણ ૧ શુક્લલેશી દેવો |સર્વથી થોડા છઠ્ઠા દેવલોકથી ઉપરના દેવલોકમાં જ હોવાથી તે અલ્પસંખ્યક છે. ૨ પાલેશી દેવો | અસંખ્યાતગુણા | ૩, ૪, ૫ દેવલોકના દેવોની સંખ્યા અસંખ્યાતગુણી છે. ૩ કાપોતલેશી દેવો | અસંખ્યાતગુણા | ભવનપતિ, વ્યંતર દેવો ઉપરના દેવોથી અસંખ્યાતગુણા છે. ૪ નીલલેશી દેવો | વિશેષાધિક ઘણા ભવનપતિ, વ્યંતર દેવોમાં નીલલેશ્યા હોય છે. ૫ કૃષ્ણલેશી દેવી | વિશેષાધિક | અધિકતમ ભવનપતિ, વ્યંતરોમાં કૃષ્ણલેશ્યા હોય છે. ૬ કાપોતલેશી દેવી | સંખ્યાતગુણી | દેવ કરતાં દેવીઓ ૩ર ગુણી અને ૩ર અધિક છે. ૭ નીલલેશી દેવી |વિશેષાધિક | ઘણી ભવનપતિ, વ્યંતર દેવીઓમાં નીલલેશ્યા હોય છે. ૮ કૃષ્ણલેશી દેવી |વિશેષાધિક અધિકતમ ભવનપતિ, વ્યંતર દેવીઓમાં કૃષ્ણલેશ્યા હોય છે. ૯ તેજોલેશી દેવો સંખ્યાતગુણા | સર્વ દેવોમાં જ્યોતિષી દેવો અધિક છે અને તેમાં તેજલેશ્યા હોય છે. ૧૦ તેજલેશી દેવી |સંખ્યાતગુણી | દેવોથી દેવીઓ અધિક હોય છે.