________________
સત્તરમું પદ : લેશ્યા : ઉદ્દેશક-૨
४१ एएसि णं भंते! देवीणं कण्हलेस्साणं जाव तेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
399
गोयमा ! सव्वत्थोवाओ देवीओ काउलेस्साओ, णीललेस्साओ विसेसाहियाओ, कण्हलेस्साओ विसेसाहियाओ, तेउलेस्साओ संखेज्जगुणाओ ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! કૃષ્ણલેશી યાવત્ તેજોલેશી દેવીઓમાં કોણ, કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વથી થોડી કાપોતલેશી દેવીઓ છે, (૨) તેનાથી નીલલેશી દેવીઓ વિશેષાધિક છે, (૩) તેનાથી કૃષ્ણલેશી દેવીઓ વિશેષાધિક છે અને (૪) તેનાથી તેજોલેશી દેવીઓ સંખ્યાત ગુણી છે.
४२ एएसि णं भंते ! देवाणं देवीणं च कण्हलेस्साणं जाव सुक्कलेस्साणं च कयरे करेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा देवा सुक्कलेस्सा, पम्हलेस्सा असंखेज्जगुणा, काउलेस्सा असंखेज्जगुणा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया, काउलेस्साओ देवीओ संखेज्जगुणाओ, णीललेस्साओ विसेसाहियाओ, कण्हलेस्साओ विसेसाहियाओ, तेउलेस्सा देवा संखेज्जगुणा, तेउलेस्साओ देवीओ संखेज्जगुणाओ ।
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી યાવત્ શુક્લલેશી દેવો તથા દેવીઓમાં કોણ, કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષધિક છે ?
ઉત્તર− હૈ ગૌતમ ! (૧) સર્વથી થોડા શુક્લલેશી દેવો છે, (૨) તેનાથી પદ્મલેશી દેવો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી કાપોતલેશી દેવો અસંખ્યાતગુણા છે. (૪) તેનાથી નીલલેશી દેવો વિશેષાધિક છે, (૫) તેનાથી કૃષ્ણલેશી દેવો વિશેષાધિક છે. (૬) તેનાથી કાપોતલેશી દેવીઓ સંખ્યાતગુણી છે. (૭) તેનાથી નીલલેશી દેવીઓ વિશેષાધિક છે. (૮) તેનાથી કૃષ્ણલેશી દેવીઓ વિશેષાધિક છે. તેનાથી તેજોલેશી દેવો સંખ્યાતગુણા છે અને તેનાથી તેજોલેશી દેવીઓ સંખ્યાતગુણી છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય દેવ-દેવીઓના અલ્પબહુત્વનું પ્રતિપાદન છે.
છ લેશ્યાયુક્ત સમુચ્ચય દેવોનું અલ્પબહુત્વ – ભવનપતિ અને વ્યંતરદેવોમાં પ્રથમની ચાર લેશ્યા, જ્યોતિષી અને પ્રથમ બે દેવલોકના દેવોમાં તેજોલેશ્યા, ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં પદ્મલેશ્યા અને છઠ્ઠા દેવલોકથી સવાર્થસિદ્ધ વિમાન સુધીના દેવોમાં શુક્લેશ્યા હોય છે. આ રીતે સમુચ્ચય દેવોમાં છ એ છ લેશ્યા હોય છે. વૈમાનિક દેવોમાં ઉપર–ઉપરના દેવલોકના દેવોની સંખ્યા અલ્પ હોય છે. તે અપેક્ષાએ અલ્પબહુત્વ સમજવું.
(૧) સર્વથી થોડા શુક્લલેશી દેવો છે કારણ કે શુક્લલેશી દેવો છઠ્ઠાથી ઉપરના દેવલોકમાં જ હોય છે. તે દેવોની સંખ્યા અલ્પ છે. (૨) તેનાથી પદ્મલેશી દેવો અસંખ્યાતગુણા છે કારણ કે ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકના દેવોમાં પદ્મલેશ્યા છે. તે દેવો ઉપરના દેવલોકના દેવોથી અસંખ્યાતગુણા અધિક છે.