________________
[ ૩૭૬]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
જીવોમાં પ્રથમ ત્રણ અશુભ લેશ્યા હોય છે. તેથી આ અલ્પબદુત્વમાં તેજોલેશી તિર્યંચાણીથી કાપોતલેશી તિર્યંચો અનંતગુણા થાય છે. લેશ્યાની અપેક્ષાએ તિર્યંચ પચેજિયોનું અલ્પબદુત્વઃ- જીવ પ્રકાર | પ્રમાણ |
કારણ ૧ શુક્લલેશી તિર્યંચ પંચેન્દ્રિય સર્વથી થોડા | શુક્લલેશ્યા અલ્પ જીવોમાં જ હોય છે. ૨ પાલેશી તિર્યંચ પંચેન્દ્રિય | સંખ્યાતગુણા | સંખ્યાતગુણા જીવોમાં પદ્મવેશ્યા હોય છે. ૩ તેજોલેશી તિર્યંચ પંચેન્દ્રિય સંખ્યાતગુણા પદ્મવેશી જીવોથી તેજોલેશી જીવોની સંખ્યા અધિક છે. ૪ કાપોતલેશી તિર્યંચ પંચેન્દ્રિય અસંખ્યાતગુણા | અશુભલેશ્યા ઘણા અધિક જીવોમાં હોય છે. ૫ નીલલેશી તિર્યંચ પંચેન્દ્રિય | વિશેષાધિક | તે જીવો કંઈક અધિક હોય છે.
કૃષ્ણલેશી તિર્યંચ પંચેન્દ્રિય | વિશેષાધિક | તે જીવો કંઈક અધિકાર હોય છે. લેશ્યાની અપેક્ષાએ મનુષ્યનું અNબહુત્વઃ| ३९ एवं मणूसाणं पि अप्पाबहुगा भाणियव्वा । णवरं पच्छिमगं अप्पाबहुगं णत्थि । ભાવાર્થ - આ રીતે (તિર્યંચ પંચેન્દ્રિયની જેમ જ) કૃષ્ણાદિ લેશ્યાયુક્ત મનુષ્યોનું અલ્પબદુત્વ કહેવું જોઈએ પરંતુ તેમાં અંતિમ દશમું અલ્પબહુત થતું નથી અર્થાત્ નવ અલ્પબદુત્વ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તિર્યંચોના અતિદેશપૂર્વક મનુષ્યોના અલ્પબદુત્વનું કથન છે.
મનુષ્યોના બે પ્રકાર છે ગર્ભજ મનુષ્યો અને સમૃમિ મનુષ્યો. ગર્ભજ મનુષ્યો સંખ્યાત છે અને તેમાં છ લેશ્યા હોય છે. સંમૂર્છાિમ મનુષ્યો અસંખ્યાતા છે અને તેમાં પ્રથમની ત્રણ અશુભલેશ્યા હોય છે.
તિર્યંચ પંચેન્દ્રિયની જેમ જ નવ પ્રકારે મનુષ્યોનું અલ્પબદુત્વ થાય છે. તિર્યંચ પંચેન્દ્રિયના દશમાં સમુચ્ચયના અલ્પબદુત્વમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્યંચોનો સમાવેશ થાય છે. તે મનુષ્યમાં શક્ય નથી, તેથી તેમાં દસમા(અંતિમ) અલ્પબદુત્વનો નિષેધ છે. લેશ્યાની અપેક્ષાએ દેવોનું અલ્પબદુત્વઃ
४० एएसि णं भंते ! देवाणं कण्हलेस्साणं जाव सुक्कलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? ____गोयमा ! सव्वत्थोवा देवा सुक्कलेस्सा, पम्हलेस्सा असंखेज्जगुणा, काउलेस्सा असंखेज्जगुणा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया, तेउलेस्सा संखेज्जगुणा । ભાવાર્થ –પ્રશ્નહે ભગવન્! કૃષ્ણલેશી થાવત શુક્લલેશી દેવોમાં કોણ, કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા શુકલલેશી દેવો છે, (૨) તેનાથી પદ્મલેશી દેવો અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી કાપોતલેશી દેવો અસંખ્યાતણા છે, (૪) તેનાથી નીલેશી દેવો વિશેષાધિક છે, (૫) તેનાથી કૃષ્ણલેશી દેવો વિશેષાધિક છે અને (૬) તેનાથી તેજોલેશી દેવો સંખ્યાતગુણા છે.