________________
સત્તરમું પદ : લેશ્યા : ઉદ્દેશકન્વર
અને કૃષ્ણલેશી તિર્યંચ પંચેન્દ્રિયો ક્રમશઃ વિશેષાધિક છે.
(૨) સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય :– તેમાં પ્રથમ ત્રણ લેશ્યા જ હોય છે. તેનું અલ્પબહુત્વ તેજસ્કાયિક જીવોની સમાન છે. સર્વથી થોડા કાપોતલેશી, તેનાથી નીલલેશી અને કૃષ્ણલેશી જીવો ક્રમશઃ વિશેષાધિક છે. (૩–૪) ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ તિર્યંચાણી :– તે બંનેમાં છ લેશ્યા હોય છે. તેના બે જુદા-જુદા અલ્પબહુત્વ સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિય પ્રમાણે જ થાય છે અર્થાત્ પ્રથમ અલ્પબહુત્વ પ્રમાણે જાણવું. (૫) સંમૂર્છિમ અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ લેશ્યા અને ગર્ભજ તિર્યંચમાં છ લેશ્યા હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જીવોથી સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયો અસંખ્યાતગુણા અધિક હોય છે. તેથી (૧) સર્વથી થોડા શુક્લલેશી ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય છે તેનાથી (૨ થી ૬) પદ્મ, તેજો, કાપોત, નીલ અને કૃષ્ણલેશી ગર્ભજ તિર્યંચ ક્રમશઃ સંખ્યાતગુણા છે અને (૭) તેનાથી કાપોતલેશી સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અસંખ્યાતગુણા છે. (૮–૯) તેનાથી નીલ અને કૃષ્ણલેશી સંમૂર્છિમ
--
તિર્યંચ પંચેન્દ્રિય ક્રમશઃ વિશેષાધિક છે.
૩૭૫
(૬) સંમૂર્છિમ તિર્યંચ—ગર્ભજ તિર્યંચાણી :– ગર્ભજ તિર્યંચની જેમ તિર્યંચાણીમાં પણ છ લેશ્યા છે અને સંમૂર્ચ્છિમ તિર્યંચમાં ત્રણ અશુભ લેશ્યા છે. તેનું અલ્પબહુત્વ પાંચમા અલ્પબહુત્વની સમાન છે. (૭) ગર્ભુજ તિર્યંચ—તિર્યંચાણી :– ગર્ભજ તિર્યંચ અને તિર્યંચાણી તે બંનેમાં છ-છ લેશ્યા હોય છે. પ્રત્યેક લેશ્યામાં સ્ત્રીઓની સંખ્યા અધિક હોય છે. સામાન્ય રીતે પણ તિર્યંચથી તિર્યંચાણી અધિક હોય છે.
(૧) સર્વથી થોડા શુક્લલેશી ગર્ભજ તિર્યંચ છે. (૨) તેનાથી શુક્લલેશી તિર્યંચાણી સંખ્યાતગુણી છે (૩-૬) આ રીતે ક્રમશઃ પદ્મલેશી, તેજોલેશી ગર્ભજ તિર્યંચ તિર્યંચાણી ક્રમશઃ સંખ્યાતગુણ અધિક છે. તેનાથી (૭) કાપોતલેશી ગર્ભજ તિર્યંચ સંખ્યાતગુણા છે (૮-૯) તેનાથી નીલલેશી અને કૃષ્ણલેશી ગર્ભજ તિર્યંચ ક્રમશઃ વિશેષાધિક છે. (૧૦) તેનાથી કાપોતલેશી તિર્યંચાણી સંખ્યાતગુણી અને તેનાથી (૧૧-૧૨) નીલલેશી અને કૃષ્ણલેશી તિર્યંચાણી ક્રમશઃ વિશેષાધિક છે.
(૮) સંમૂર્છિમ, ગર્ભજ તિર્યંચ અને તિર્યંચાણી – ગર્ભજ તિર્યંચ-તિર્યંચાણી બંનેમાં છ-છ લેશ્યા અને સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રથમ ત્રણ અશુભલેશ્યા હોય છે. સાતમા અલ્પબહુત્વની જેમ ગર્ભજ તિર્યંચ-તિર્યંચાણીના બાર બોલ છે અને ત્યારપછી (૧૩) કાપોતલેશી સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અસંખ્યાતગુણા છે અને (૧૪-૧૫) નીલલેશી અને કૃષ્ણલેશી સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય ક્રમશઃ વિશેષાધિક છે. કારણ કે ગર્ભજ તિર્યંચ-તિર્યંચાણીથી સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અસંખ્યાતગુણા છે.
(૯) સમુચ્ચય પંચેન્દ્રિય તિર્યંચ—તિર્યંચાણી :- સમુચ્ચય પંચેન્દ્રિય તિર્યંચમાં ગર્ભજ અને સંમૂર્છિમ બંને પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયોનો સમાવેશ થાય છે. સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ અશુભ લેશ્યા અને ગર્ભજ તિર્યંચમાં છ લેશ્યા હોય છે. તેથી તેજો, પદ્મ અને શુક્લલેશી તિર્યંચો માત્ર ગર્ભજ હોય છે. તેમાંઅશુભ લેશ્યાવાળા જીવો ક્રમશઃ અધિક હોય છે.
આ રીતે તેજો આદિ ત્રણ લેશ્યાના ત્રણ બોલ અને કૃષ્ણાદિ ત્રણ લેશ્યાના છ બોલ, એમ કુલ ૯ બોલનો આ નવમું અલ્પબહુત્વ છે જે ભાવાર્થથી સ્પષ્ટ છે.
(૧૦) સમુચ્ચય તિર્યંચ અને તિર્યંચાણી :- સમુચ્ચય તિર્યંચમાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવોનો પણ સમાવેશ થાય છે. તેમાં વનસ્પતિકાયિક જીવો અનંતા હોવાથી સમુચ્ચય તિર્યંચો અનંતા થાય છે. નિગોદ