________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
સંખ્યાતગુણા છે, (૬) તેનાથી તેજોલેશી તિર્યંચાણી સંખ્યાતગુણી છે, (૭) તેનાથી કાપોતલેશી તિર્યંચાણી સંખ્યાતગુણી છે, (૮) તેનાથી નીલલેશી તિર્યંચાણી વિશેષાધિક છે, (૯) તેનાથી કૃષ્ણલેશી તિર્યંચાણી વિશેષાધિક છે, (૧૦) તેનાથી કાપોતલેશી તિર્યંચ પંચેન્દ્રિય અસંખ્યાતગુણા છે, (૧૧) તેનાથી નીલલેશી તિર્યંચ પંચેન્દ્રિય વિશેષાધિક છે, (૧૨) તેનાથી કૃષ્ણલેશી તિર્યંચ પંચેન્દ્રિય વિશેષાધિક છે. II ૯
૩૭૪
३८ एएसि णं भंते ! तिरिक्खजोणियाणं तिरिक्खजोणिणीण य कण्हलेस्साणं जाव सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! जहेव णवमं अप्पाबहुगं तहा इमं पि, णवरं - काउलेस्सा तिरिक्खजोणिया अनंतगुणा । एवं एते दस अप्पाबहुगा तिरिक्खजोणियाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી યાવત્ શુક્લલેશી તિર્યંચયોનિકો અને તિર્યંચાણીઓમાં કોણ, કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેવી રીતે નવમું કૃષ્ણાદિ લેશી તિર્યંચયોનિકો સંબંધી અલ્પબહુત્વ કહ્યું છે, તે જ રીતે દશમુ અલ્પબહુત્વ પણ સમજી લેવું જોઈએ. વિશેષતા એ છે કે કાપોતલેશી તિર્યંચયોનિકો અનંતગુણા કહેવા જોઈએ. આ પ્રમાણે તિર્યંચોના દશ અલ્પબહુત્વ થાય છે. ।।૧૦।
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દશ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચના અલ્પબહુત્વનું નિરૂપણ છે. જેમાં દસમા અલ્પબહુત્વમાં સમસ્ત તિર્યંચોને સમાવિષ્ટ કરીને વિચારણા કરી છે. આ દસ પ્રકારોને ટીકાકારે બે ગાથામાં સંક્ષિપ્ત રૂપે સંકલિત કર્યા છે. યથા
ओहिय पणिंद समुच्छिया य, गब्भे तिरिक्ख इत्थिओ | मुच्छिमगब्भतिरिया, समुच्छतिरिक्खी य गब्भम्मि ॥१॥
संमुच्छिम - गब्भ- इत्थी, पणिदि तिरिगित्थीया य ओहित्थी । दस अप्पबहुगभेया, तिरियाणं होंति णायव्वा ॥२॥
અર્થ– (૧) સમુચ્ચય પંચેન્દ્રિય તિર્યંચનું (૨) સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચનું (૩) ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચાણીનું (૪) ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચોનું સાથે (૬) સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો અને તિર્યંચાણીનું સાથે (૭) ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને તિર્યંચાણીઓનું સાથે (૮) સંમૂર્ચ્છિમ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને ગર્ભજ તિર્યંચાણીઓનું સાથે (૯) પંચેન્દ્રિય તિર્યંચો અને તિર્યંચાણીનું સાથે (૧૦) ઔધિક તિર્યંચો અને તિર્યંચાણીઓનું સાથે અલ્પબહુત્વ.
(૧) સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિય ઃ– તિર્યંચ પંચેન્દ્રિયમાં છ લેશ્યા હોય છે. તેનું અલ્પબહુત્વ સમુચ્ચય તિર્યંચ પ્રમાણે થાય છે– (૧) સર્વથી થોડા શુક્લલેશી જીવો છે (૨) તેનાથી પદ્મલેશી તિર્યંચ પંચેન્દ્રિય સંખ્યાતગુણા છે. (૩) તેનાથી તેજોલેશી તિર્યંચ પંચેન્દ્રિય સંખ્યાતગુણ છે. (૪) તેનાથી કાપોતલેશી તિર્યંચ પંચેન્દ્રિય અસંખ્યાતગુણા છે. સમુચ્ચય તિર્યંચમાં નિગોદના જીવોનો સમાવેશ થાય છે અને નિગોદના જીવો અનંતા હોવાથી કાપોતલેશી તિર્યંચોને અનંતગુણા કહ્યા છે. પરંતુ અહીં તિર્યંચ પંચેન્દ્રિયનું અલ્પબહુત્વ હોવાથી અને પંચેન્દ્રિય તિર્યંચો અસંખ્યાતા જ હોવાથી તેને અસંખ્યાતગુણા કહ્યા છે. (૫–૬) તેનાથી નીલલેશી