________________
[ ૩૭૦]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચાર વેશ્યાયુક્ત સમુચ્ચય એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જીવોના અલ્પબદુત્વનું કથન છે. એકેજિયોનું અલ્પબદુત્વ – એકેન્દ્રિયોમાં ચાર વેશ્યા હોય છે. કૃષ્ણ, નીલ, કાપોત અને તેજલેશ્યા. (૧) સર્વ થોડા તેજોલેશી એકેન્દ્રિયો છે, કારણ કે તેજોલેશી દેવ મૃત્યુ પામીને પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ઉત્પન્ન થાય ત્યારે તેને અપર્યાપ્તાવસ્થામાં જ તેજોલેશ્યા હોય છે. તેથી એકેન્દ્રિયમાં તેજોવેશ્યા કેટલાક બાદર પૃથ્વીકાયિક, અષ્કાયિક અને પ્રત્યેક વનસ્પતિકાયિક જીવોમાં અને એ પણ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. સાધારણ કે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં તેજોલેશી દેવો ઉત્પન્ન થતા નથી. આ રીતે એકેન્દ્રિયમાં તેજોલેશી જીવો થોડા હોય છે. (૨) તેનાથી કાપોતલેશી અનંતગુણા છે, અનંત સૂક્ષ્મ જીવો અને બાદર નિગોદ જીવોમાં કાપોતલેશી હોય છે. (૩) તેનાથી નીલલેશી અને કૃષ્ણલેશી જીવો ક્રમશઃ વિશેષાધિક છે. કારણ કે એકેન્દ્રિયોમાં ક્રમશઃ અશુભલેશી જીવો અધિક હોય છે. વનસ્પતિકાયિક જીવોને ચાર લેશ્યા હોય છે અને તેનું અલ્પબદુત્વ સમુચ્ચય એકેન્દ્રિય જીવોની જેમ જાણવું. લેશ્યાની અપેક્ષાએ પૃથ્વી-પાણી અને વનસ્પતિના જીવોનું અલ્પબહત્વ – તેમાં (૧) સર્વથી થોડા તેજોલેશી જીવો છે (૨) તેનાથી કાપોતલેશી જીવો અસંખ્યાતગુણા છે, કારણ કે પૃથ્વી અને પાણીમાં અનંત જીવો હોતા નથી તે જીવો અસંખ્યાતા જ હોવાથી અસંખ્યાતગુણા થાય છે. (૩-૪) તેનાથી ક્રમશઃ નીલલેશી અને કૃષ્ણલેશી જીવો વિશેષાધિક છે. લેશ્યાની અપેક્ષાએ તેલ-વાયુ-વિકલેન્દ્રિય જીવોનું અલ્પબદ્ભુત્વઃ- (૧) સર્વથી થોડા કાપોતલેશી જીવો છે. (૨–૩) તેનાથી નીલ અને કૃષ્ણલેશી જીવો ક્રમશઃ વિશેષાધિક છે કારણ કે તે જીવોમાં પ્રાયઃ અશુભલેશ્યાના ભાવો ક્રમશઃ અધિક અધિક હોય છે. લેયાની અપેક્ષાએ એકેન્દ્રિયોનું અલ્પબહત્વ - જીવ પ્રકાર પ્રમાણ
કારણ ૧ તેજોલેશી એકેન્દ્રિય | સર્વથી થોડા | કેટલાક પૃથ્વી, પાણી, વનસ્પતિને અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. ૨ કાપોતલેશી એકેન્દ્રિય | અનંતગુણા | સાધારણ વનસ્પતિકાયિક જીવો અનંતા છે. ૩ નીલેશી એકેન્દ્રિય | વિશેષાધિક | અશુભ લેશ્યાવાળા જીવો કંઈક અધિક હોય છે. ૪ કૃષ્ણલેશી એકેન્દ્રિય | વિશેષાધિક | અશુભ લેશ્યાવાળા જીવો કંઈક અધિકાર હોય છે. લેશ્યાની અપેક્ષાએ તિર્યંચ પંચેન્દ્રિયનું અલ્પબદુત્વ:| ३० एएसिणं भंते ! पंचेंदियतिरिक्खजोणियाणं कण्हलेस्साणं जावसुक्कलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! जहा ओहियाणं तिरिक्खिजोणियाणं, णवरं- काउलेस्सा असंखेज्जगुणा ॥१॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કુષ્ણલેશી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકો યાવત શુક્લલેશી પંચેંદ્રિય તિર્યંચયોનિકોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે?