________________
સત્તરમ પદ લેયા : ઉદ્દેશક-ર
૩૬૯
લેશ્યાની અપેક્ષાએ એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોનું અNબહુત્વઃ| २५ एएसिणं भंते ! एगिदियाणं कण्हलेस्साणं जाव तेउलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा एगिंदिया तेउलेस्सा, काउलेस्सा अणंतगुणा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશીથી તેજોલેશી સુધીના એકેન્દ્રિયોમાં કોણ, કોનાથી, અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર-હે ગૌતમ! સર્વથી થોડા તેજોલેશી એકેન્દ્રિયો છે, તેનાથી કાપોતલેશી એકેન્દ્રિયો અનંતગુણા અધિક છે, તેનાથી નીલેશી એકેન્દ્રિયો વિશેષાધિક છે અને તેનાથી પણ કૃષ્ણલેશી એકેન્દ્રિયો વિશેષાધિક છે. | २३ एएसि णं भंते ! पुढविक्काइयाणं कण्हलेस्साणं जाव तेउलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! जहा ओहिया एगिदिया णवरं- काउलेस्सा असंखेज्जगुणा । एवं आउक्काइयाणं वि । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! કૃષ્ણલેશી થાવ તેજોલેશી પૃથ્વીકાયિકોમાં કોણ કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે સમુચ્ચય એકેન્દ્રિયોનું કથન કર્યું છે, તે જ રીતે પૃથ્વીકાયિકોના અલ્પબદુત્વનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે તેજોલેશીથી કાપોતલેશી સુધી પૃથ્વીકાયિકો અસંખ્યાતગુણા છે. આ જ રીતે કૃષ્ણાદિ લેશ્યાવાળા અષ્કાયિકોમાં અલ્પબદુત્વનું નિરૂપણ પણ સમજી લેવું જોઈએ.
२७ एएसि णं भंते ! तेउक्काइयाणं कण्हलेस्साणं णीललेस्साणं काउलेस्साणं य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा तेउक्काइया काउलेस्सा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया । एवं वाउक्काइयाण वि। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી, નીલલેશી અને કાપોતલેશી તેજસ્કાયિકોમાં કોણ, કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર-હે ગૌતમ! સર્વથી થોડા કાપોતલેશી તેજસ્કાયિકો છે, તેનાથી નીલલેશી તેજસ્કાયિકો વિશેષાધિક છે અને તેનાથી કૃષ્ણલેશી તેજસ્કાયિકો વિશેષાધિક છે.આ જ રીતે કૃષ્ણાદિ લેશ્યા યુક્ત વાયુકાયિકોનું અલ્પબદુત્વ સમજી લેવું જોઈએ. | २८ एएसि णं भंते ! वणस्सइकाइयाणं कण्हलेस्साणं जाव तेउलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? जहा एगिदियओहियाणं। ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્! કૃષ્ણલેશીથી લઈને તેજોલેશી વનસ્પતિકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે સમુચ્ચય એકેન્દ્રિય જીવોનું અલ્પબદુત્વ કહ્યું છે, તે જ રીતે વનસ્પતિકાયિકોનું અલ્પબદુત્વ સમજી લેવું જોઈએ. | २९ बेइंदियतेइंदियचउरिंदियाणं जहा तेउक्काइयाणं । ભાવાર્થ :- બેઈન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોનું અલ્પબદુત્વ તેજસ્કાયિકોની સમાન છે.