________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! કૃષ્ણલેશી, નીલલેશી અને કાપોતલેશી નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
૩૮
ઉત્તર– હે ગૌતમ ! સર્વ થોડા કૃષ્ણલેશી નારકી છે, તેનાથી નીલલેશી નારકી અસંખ્યાત ગુણા છે અને (૩) તેનાથી કાપોતલેશી નારકી અસંખ્યાતગુણા છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં કૃષ્ણાદિ ત્રણ લેશ્યાયુક્ત નારકોના અલ્પબહુત્વનું કથન છે. નૈરયિકોમાં માત્ર પ્રથમની ત્રણ અશુભ લેશ્યાઓ જ હોય છે.
પ્રારંભની બે નરક પૃથ્વીઓમાં કાપોત, ત્રીજી નરક પૃથ્વીમાં કાપોત અને નીલલેશ્યા, ચોથી નરકમાં નીલ, પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણ, છઠ્ઠીમાં કૃષ્ણ અને સાતમી નરકમાં પરમ કૃષ્ણલેશ્યા હોય છે.
ત્રીજા અલ્પબહુત્વ પદ પ્રમાણે સાતમી નરકમાં નૈરયિકોની સંખ્યા સર્વથી થોડી હોય છે, ત્યાર પછી ક્રમશઃ છઠ્ઠી, પાંચમી આદિ નરકમાં નૈરયિકોની સંખ્યા ક્રમશઃ અસંખ્યાતગુણ અધિક હોય છે. નારકીઓની સંખ્યાના આધારે કૃષ્ણલેશી આદિ નારકીઓનું અલ્પબહુત્વ સમજી શકાય છે.
સર્વથી થોડા કૃષ્ણલેશી નૈરયિકો છે, કારણ કે કૃષ્ણલેશ્યા છટ્ટી, સાતમી નરકમાં છે અને પાંચમી નરકમાં કેટલાક નૈરિયકોને જ કૃષ્ણલેશ્યા હોય છે. તેનાથી નીલલેશી નારકી અસંખ્યાતગુણા છે, નીલલેશી ચોથી નરકમાં સર્વ નારકીઓ તથા પાંચમી અને ત્રીજી નરકમાં કેટલાક નૈયિકોને હોય છે. કાપોત લેશી ખૈરયિકો અસંખ્યાતગુણા છે. કાપોતલેશ્યા પહેલી, બીજી નરકના સર્વ નૈરયિકોને તથા ત્રીજી નરકના કેટલાક નૈરિયકોને હોય છે.
લેશ્યાની અપેક્ષાએ નૈરયિકોનું અલ્પબહુત્વ ઃ
જીવ પ્રકાર
૧ કૃષ્ણલેશી નારકી
| ૨ નીલલેશી નારકી
અસંખ્યાતગુણા
૩ કાપોતલેશી નારકી અસંખ્યાતગુણા
લેશ્યાની અપેક્ષાએ તિર્યંચોનું અલ્પબહુત્વઃ
२४ सिणं भंते! तिरिक्खजोणियाणं कण्हलेस्साणं जाव सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा तिरिक्खजोणिया सुक्कलेसा, एवं जहा ओहिया, णवरं- अलेस्सवज्जा ।
પ્રમાણ
કારણ
૫, ૬, ૭મી નરકમાં જ કૃષ્ણલેશ્યા હોય છે, તેવા જીવો અલ્પ છે. ૩, ૪, ૫મી નરકમાં હોય છે, તે જીવોની સંખ્યા ઘણી વધુ છે.
૧, ૨, ૩ નરકમાં હોય છે, ત્યાં નૈરયિકોની સંખ્યા અત્યધિક છે.
સર્વથી થોડા
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી યાવત્ શુક્લલેશી તિર્યંચયોનિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! તિર્યંચ યોનિક જીવોમાં સર્વથી થોડા શુક્લલેશી છે ઇત્યાદિ કથન સમુચ્ચય જીવોના પ્રતિપાદન પ્રમાણે સમજવું જોઈએ. વિશેષતા એ છે કે તિર્યંચોમાં અલેશી ન કહેવા કારણ કે તેમાં અલેશીપણું સંભવિત નથી.