________________
| સત્તરમું પદ લેગ્યાઃ ઉદ્દેશક-૨
[ ૩૬૭ ]
ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા શુક્લલેશી જીવો છે, તેનાથી પદ્મલેશી સંખ્યાતગુણા છે, તેનાથી તેજલેશી સંખ્યાત ગુણા છે, તેનાથી અલેશી અનંતગુણા છે, તેનાથી કાપોતલેશી અનંતગુણા છે, તેનાથી નીલલેશી વિશેષાધિક છે, તેનાથી કૃષ્ણલેશી વિશેષાધિક છે, તેનાથી સલેશી વિશેષાધિક છે. વિવેચનઃ
આ સૂત્રમાં સલેશી, કૃષ્ણલેશીથી શુક્લલેશી અને અલેશી જીવોનું અલ્પબદુત્વ છે. (૧) સર્વથી થોડા શુક્લલેશી જીવો છે, કારણ કે શુક્લલેશ્યા કેટલાક તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો અને છઠ્ઠા દેવલોકથી ઉપરના દેવલોકના વૈમાનિક દેવોમાં હોય છે. (૨) તેનાથી પાલેશી જીવો સંખ્યાતગુણા છે કારણ કે પાલેશ્યા તિર્યંચ પંચેન્દ્રિયોમાં, મનુષ્યોમાં તથા ત્રીજાથી પાંચમા દેવલોકના દેવોમાં હોય છે અને આ ત્રણ દેવલોકના દેવો ઉપરના દેવલોકના દેવોથી સંખ્યાતગુણા છે. (૩) તેનાથી તેજોલેશી જીવો સંખ્યાતગુણા છે કારણ કે તેજોવેશ્યા બાદર પૃથ્વીકાયિકો, બાદર અપ્નાયિકો, પ્રત્યેક શરીરી વનસ્પતિકાયિકોમાં, તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યોમાં તથા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવોમાં હોય છે. (૪) તેજોલેશી જીવોથી અલેશી જીવો અનંતગુણા છે, કારણ કે સિદ્ધ જીવો અનંત છે. (૫) તેનાથી કાપોતલેશી અનંતગુણા કારણ કે સાધારણ વનસ્પતિકાયિક જીવોમાં કાપોતલેશ્યા હોય છે અને તે જીવો સિદ્ધોથી અનંતગુણા છે. ક્લિષ્ટ અને ક્લિષ્ટતર અધ્યવસાયયુક્ત જીવો અપેક્ષાએ અધિક હોય છે. (૬) તેથી કાપોતલેશીથી નીલલેશી અને (૭)નીલલેશીથી કૃષ્ણલેશી જીવો વિશેષાધિક હોય છે. (૮) તેનાથી સલેશી જીવો વિશેષાધિક છે. સલેશી જીવોનું અલ્પબદુત્વ :જીવ પ્રકાર | પ્રમાણ
કારણ ૧ શુક્લલશી | સર્વથી થોડા કેટલાક તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યો અને છઠ્ઠા દેવલોકથી ઉપરના
દેવલોકમાં જ હોય છે. તે જીવો અલ્પસંખ્યક છે. સંખ્યાતગુણા ૩, ૪, ૫ દેવલોકના દેવો તથા સંખ્યાતગુણા તિર્યંચ પંચેન્દ્રિય અને
મનુષ્યોમાં હોય છે. ૩ તેજોલેશી સંખ્યાતગુણા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી ૧, ૨ દેવલોકમાં; પૃથ્વી, પાણી,
વનસ્પતિના અપર્યાપ્તામાં, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યોમાં હોય છે, તેથી
તે જીવો વધુ છે. ૪ અલેરી | અનંતગુણા સિદ્ધ ભગવાન અલેશી છે. ૫ કાપોતલેશી | અનંતગુણા | સાધારણ વનસ્પતિકાયિક જીવો સિદ્ધોથી અનંતગુણા છે. ૬ નીલલેશી વિશેષાધિક ક્લિષ્ટ વેશ્યાવાળા જીવો અધિક છે. ૭ કૃષ્ણલેશી વિશેષાધિક ક્લિખતર લેશ્યાવાળા જીવો અધિકતમ છે. ૮ સલેશી વિશેષાધિક લેિશ્યા સહિતના સર્વ જીવોનો સમાવેશ થાય છે. લેશ્યાની અપેક્ષાએ નૈરયિકોનું અલ્પબદુત્વઃ| २३ एएसि णं भंते ! णेरइयाणं कण्हलेस्साणं णीललेस्साणं काउलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया । गोयमा ! सव्वत्थोवा णेरइया कण्हलेसा, णीललेस्सा असंखेज्जगुणा, काउलेस्सा असंखेज्जगुणा ।
૨ પદ્મલેશી