________________
[ ૩૨ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
- તેજોલેશી જ્યોતિષી, વૈમાનિક દેવો, પૃથ્વી, પાણી, વનસ્પતિ, તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં સમાહારાદિ સાતે દ્વારનું કથન તેના સમુચ્ચય જીવો પ્રમાણે જાણવું. મનુષ્યોમાં ક્રિયાને છોડીને શેષ દ્વારોનું કથન સમુચ્ચય મનુષ્યો પ્રમાણે જાણવું. નવરં મપૂસા જિરિયા. – તેજોલેશી મનુષ્યોમાં ક્રિયામાં વિશેષતા છે. તેજોલેશ્યા એકથી સાત ગુણસ્થાન સુધી હોય છે. તેથી સંયત મનુષ્યોના બે ભેદ કરવા, અપ્રમત્તસંયત અને પ્રમત્ત સંયત. તેમાં અપ્રમત્તસંયતને એક માયાવત્તિયા ક્રિયા અને પ્રમત્ત સંયતને આરંભિયા અને માયાવત્તિયા, આ બે ક્રિયા હોય છે. તેજોલેશી સંયતાસંમત મનુષ્યોને ત્રણ ક્રિયા, તેજોલેશી સમ્યગુદષ્ટિ અસંયતિ મનુષ્યોને ચાર ક્રિયા અને તેજલેશી મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ મનુષ્યોને પાંચ ક્રિયા હોય છે. તેજોલેશી મનુષ્યોમાં સાત જ ગુણસ્થાન હોવાથી સરાગ સંયત અને વીતરાગ સંયત, તેવા બે ભેદ થતા નથી. પદ્મ-શુક્લલેશી જીવોમાં સમાહારાદિ - | २४ एवं पम्हलेस्सा विभाणियव्वा, णवरं जेसिं अत्थि । सुक्कलेस्सा वि तहेव जेसिं
अत्थि। सव्वं तहेव जहा ओहियाणं गमओ, णवरं पम्हलेस्स-सुक्कलेस्साओ पंचेंदियतिरिक्ख- जोणियणूसवेमाणियाणं चेव, ण सेसाणं ति। ભાવાર્થ:- તે જ રીતે પાલેશી જીવોનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે જે જીવોમાં પાલેશ્યા હોય તેનું કથન કરવું જોઈએ. તે જ રીતે શુક્લલશી જીવોમાં સમાહારાદિનું કથન ઔધિક ગમકની જેમ કરવું જોઈએ. પાલેશ્યા અને શુક્લલેશ્યા પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને વૈમાનિકોમાં જ હોય છે, શેષ જીવોમાં હોતી નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાલેશી અને શુક્લલશી જીવોના સમાહારાદિનું નિરૂપણ છે.
તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને વૈમાનિક દેવો તે ત્રણ દંડકના જીવોમાં જ પધ અને શુક્લલેશ્યા હોય છે. તે ત્રણે દંડકમાં પદ્મવેશી અને શુક્લલશી જીવોમાં સમાહારાદિ સાતે દ્વારનું કથન સમુચ્ચય જીવોની સમાન જ જાણવું.
પ્રથમ ઉદ્દેશક સંપૂર્ણ છે.