________________
| સત્તરમું પદ : વેશ્યાઃ ઉદ્દેશક-૧
[ ૩૧ ]
તેજોલેશી જીવોમાં સમાહારાદિ - | २१ तेउलेस्साणं भंते ! असुरकुमारणं सव्वे समाहारा ? गोयमा ! जहेव ओहिया तहेव, णवरं- वेयणाए जहा जोइसिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું તેજોલેશી અસુરકુમાર દેવો શું સમાહારવાળા છે? ઉત્તર- હે ગૌતમ! સંપૂર્ણ વક્તવ્યતા સમુચ્ચય અસુરકુમારોના આહારાદિના કથનની જેમ સમજી લેવી જોઈએ. વિશેષતા એ છે કે તેની વેદનાના વિષયમાં જ્યોતિષ્ઠોની વક્તવ્યતાની જેમ કહેવું જોઈએ અર્થાતુ તેમાં સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત તેવા બે ભેદ ન કરતાં માયી મિથ્યાદષ્ટિ અને અમાયી સમ્યગુદૃષ્ટિ તે પ્રમાણે બે ભેદ કરવા. | २२ पुढविआठवणस्सइपंचेदियतिरिक्खमणूसा जहा ओहिया तहेव भाणियव्वा, णवरंमणूसा किरियाहि जे संजया ते पमत्ता य अपमत्ता य भाणियव्वा, सरागा वीयरागा णत्थि । ભાવાર્થ :- તેજોલેશી પૃથ્વીકાયિક, અષ્કાયિક, વનસ્પતિકાયિક,પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોનું કથન સમુચ્ચય પૃથ્વીકાયિકાદિ જીવો પ્રમાણે કરવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે ક્રિયાઓની અપેક્ષાએ તેજોલેશી મનુષ્યોના વિષયમાં જે સંયત છે, તેના બે પ્રકાર છે– પ્રમત્ત અને અપ્રમત્ત. તેજોલેશી મનુષ્યોમાં સરાગ સંયત અને વીતરાગસયત એવા બે ભેદ નથી. | २३ वाणमंतरा तेउलेस्साए जहा असुरकुमारा । एवं जोइसियवेमाणिया वि । सेसंतंचेव। ભાવાર્થ :- તેજોલેશી વાણવ્યંતરોનું કથન અસુરકુમારોની સમાન જાણવું જોઈએ. તેજોલેશી જ્યોતિષ્ક અને વૈમાનિકોના વિષયમાં પણ પૂર્વવત્ જાણવું જોઈએ. શેષ આહારાદિ પદોના વિષયમાં અસુરકુમારોની સમાન જ સમજવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તેજોલેશી જીવોમાં સમાહારાદિનું પ્રતિપાદન છે.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક જાતિના દેવો, પૃથ્વી, પાણી, વનસ્પતિ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, તે ૧૮ દંડકના જીવોમાં તેજોલેશ્યા હોય છે.
તેમાં ભવનપતિ અને વ્યંતર દેવોમાં વેદનાને છોડીને શેષ છ દ્વારનું કથન સમુચ્ચય ભવનપતિ આદિ દેવો પ્રમાણે જાણવું નવરં વેચાણ નહીં નોલિયા... - ભવનપતિ દેવોમાં વેદનાનું કથન જ્યોતિષી દેવો પ્રમાણે જાણવું.
અસંજ્ઞી તિર્યંચમાં ત્રણ અશુભ લેશ્યા જ હોય છે અને કોઈ પણ જીવ જે વેશ્યાના પરિણામમાં મૃત્યુ પામે તે જ વેશ્યા સ્થાનવાળા જીવમાં ઉત્પન્ન થાય છે. તે નિયમાનુસાર અસંશી તિર્યંચને તેજોવેશ્યા ન હોવાથી તે ભવનપતિ કે વ્યંતર દેવમાં ઉત્પન્ન થાય ત્યારે તેજોલેશ્યાને પ્રાપ્ત કરતા નથી. તેથી તેજોલેશી ભવનપતિ અને વ્યંતરદેવોમાં સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત તે પ્રમાણે બે ભેદ થતાં નથી. તેજોલેશી ભવનપતિ અને વ્યંતર દેવોમાં જ્યોતિષીદેવોની જેમ માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્નક અને અમાયી સમ્યગુદષ્ટિ ઉત્પન્નક, તે પ્રમાણે બે ભેદ થાય છે. માયી મિથ્યાદષ્ટિ દેવોને શાતાવેદનાની અપેક્ષાએ અલ્પવેદના અને અમાથી સમ્યગુદષ્ટિને શાતાવેદનાની અપેક્ષાએ મહાવેદના હોય છે.