________________
[ ૩૬૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
નરકમાં જ હોય છે અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરકમાં જ ઉત્પન્ન થાય છે. તેથી કુષ્ણલેશી નારકીમાં અસંજ્ઞીભૂત અને સંજ્ઞીભૂત તે પ્રમાણે ભેદ થતાં નથી. તેમાં માયી મિથ્યાદષ્ટિ અને અમાયી સમ્યગુદષ્ટિ, તે પ્રમાણે બે ભેદ કરાય છે. મિથ્યાત્વી જીવોનો કર્મબંધ તીવ્ર હોવાથી તેને મહાવેદના અને સમ્યગુદૃષ્ટિ જીવોને અલ્પવેદના હોય છે.
કૃષ્ણલેશ્યાવાળા ભવનપતિ, વ્યંતર, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં સમાહારાદિ સાતે દ્વારનું કથન સમુચ્ચય જીવો પ્રમાણે જાણવું. કૃષ્ણલેશી મનુષ્યોમાં ક્રિયા દ્વારને છોડીને શેષ છ દ્વારનું કથન સમુચ્ચય મનુષ્યો પ્રમાણે છે.
વરસપુસા વિરુરિયા - કૃષ્ણલેશી મનુષ્યોમાં એકથી છ ગુણસ્થાન જ હોય છે. તેથી કૃષ્ણલેશી મનુષ્યોના ભેદમાં સરાગ સંયત, વીતરાગ સંયત કે પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત, જેવા ભેદ થતા નથી. કૃષ્ણલેશી મનુષ્યોના ત્રણ પ્રકાર છે– સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. સમ્યગુદષ્ટિ મનુષ્યોના ત્રણ પ્રકાર છે– સંયત, સંયતાસંયત અને અસંયત. તેમાં કૃષ્ણલેશી સંયત મનુષ્યોને મામિયા અને માયાવરિયા, આ બે ક્રિયા, સંયતાસંયતને આમિયા, પરિદિયા અને માયાવત્તિયા, આ ત્રણ ક્રિયા અને અસંયતને આરંભિયા, પરિગ્રહિયા, માયાવત્તિયા અને અપષ્યા ક્રિયા, આ ચાર ક્રિયા લાગે છે. મિથ્યાત્વી અને મિશ્રદષ્ટિ જીવોને પાંચ ક્રિયા લાગે છે.
નિલલેશી જીવોમાં સાતે દ્વારનું કથન કૃષ્ણલેશી જીવોની સમાન છે. કાપોતલેશી જીવોમાં સમાહારાદિ - | २० एवं काउलेस्सा णेरइएहितो आरब्भ जाव वाणमंतरा, णवरं- काउलेस्सा णेरइया वेयणाए जहा ओहिया । ભાવાર્થ - કાપોતલેશી નૈરયિકોથી લઈને વાણવ્યંતરો સુધીનું કથન પણ પૂર્વવત્ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે કાપોતલેશી નૈરયિકોની વેદનાના વિષયમાં સમુચ્ચય નૈરયિકોની સમાન કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કાપોતલેશી જીવોમાં સમાન આહારાદિનું નિરૂપણ છે.
જ્યોતિષી અને વૈમાનિકદેવોને છોડીને શેષ બાવીશ દંડકના જીવોમાં કાપોતલેશ્યા હોય છે. વેદનાને છોડીને તેના શેષ છ દ્વારનું કથન કૃષ્ણલેશી જીવોની સમાન છે. અવરંજાડનેસ વેરા વેચાણના યિાઃ- કાપોતલેશી નૈરયિકોની વેદનાનું કથન સમુચ્ચય નારકી અનુસાર જાણવું.
કાપોતલેશ્યા પહેલી અને બીજી નરકમાં હોય છે અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પહેલી નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં તે અસંજ્ઞી કહેવાય છે, તેથી તે નારકીમાં સંજ્ઞીભૂત અને અસંશીભૂત તે પ્રમાણે બે ભેદ થાય છે. અસંજ્ઞીભૂત નારકીને અલ્પવેદના અને સંજ્ઞીભૂત નારકીને મહાવેદના હોય છે.
અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને ભવનપતિ અને વ્યંતર દેવોમાં પણ જાય છે. ભવનપતિ અને વ્યંતર દેવોનું કથન નારકીની સમાન હોવાથી કાપોતલેશી ભવનપતિ અને વ્યંતરદેવોમાં સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત તે પ્રમાણે ભેદ થાય છે.