________________
| સત્તરમું પદ લેશ્યાઃ ઉદ્દેશક-૧
૩૫૩.
જાણવું જોઈએ. અસુરકુમારોની ક્રિયા અને આયુષ્યના વિષયમાં શેષ સમસ્ત નિરૂપણ નૈરયિકોની સમાન જાણવું જોઈએ. આ જ રીતે નાગકુમારોથી લઈ યાવત્ સ્વનિતકુમારો સુધીનું નિરૂપણ પણ જાણવું જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં અસુરકુમારાદિ દશ પ્રકારના ભવનપતિ દેવોમાં આહારાદિની સમાનતાઅસમાનતાનું નિરૂપણ છે. આહાર, શરીર, શ્વાસોશ્વાસ :- અસુરકુમારના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથની, ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ લાખ યોજનની છે. સાત હાથથી ન્યૂન અવગાહના ઉત્પત્તિના અંતર્મુહૂર્તમાં જ હોય છે. નારકોની જેમ દેવોમાં પણ નાના-મોટા શરીરની ભિન્નતાના આધારે તેના આહાર અને શ્વાસોશ્વાસમાં તરતમતા રહે છે. મહાશરીરીનો અધિક આહાર અને અલ્પશરીરીનો અલ્પ આહાર હોય છે. તે પણ રોમાહાર અને મનોભક્ષી બંને પ્રકારના આહારમાં ઘટિત થઈ જાય છે. કર્મ, વર્ણ, વેશ્યા - અસુરકુમાર દેવોના કર્મ, વર્ણ, વેશ્યાના વિષયમાં નૈરયિકોથી વિપરીત નિયમ હોય છે. પૂર્વોત્પન્ન દેવ મહાકર્મી, અવિશુદ્ધ વર્ણ અને અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે. દેવો ભોગવૃત્તિના કારણે તેમજ કેટલાક દેવો નારકી જીવોને ત્રાસ આપવાના કારણે અધિક કર્મબંધ કરે છે. દેવોને કર્મબંધના નિમિત્ત
અધિક છે અને નિર્જરાના નિમિત્ત અલ્પ છે. તેથી પૂર્વોત્પન્ન દેવો મહાકર્મી છે. તેમજ પૂર્વોત્પન્ન જે દેવે તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તે પણ મહાકર્મી હોય છે. વર્ણ અને વેશ્યાનો સંબંધ કર્મ સાથે છે. જે મહાકર્મી હોય તે અવિશુદ્ધ વર્ણ અને અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે. આ રીતે પૂર્વોત્પન્ન દેવો મહાકર્મી, અવિશુદ્ધ વર્ણ અને અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે તથા પશ્ચાદુત્પન્નક દેવો અપેક્ષાએ અલ્પકર્મી, વિશુદ્ધ વર્ણ અને વિશુદ્ધ વેશ્યાવાળા હોય છે. શેષ કથન નૈરયિકોની સમાન સમજવું જોઈએ.
સ્થાવરો અને વિકલેન્દ્રિયોમાં સમાહારાદિ - | ११ पुढविक्काइया आहारकम्मवण्ण-लेस्साहिं जहा णेरइया । ભાવાર્થ :- પૃથ્વીકાયિકોના આહાર, કર્મ, વર્ણ અને લશ્યાની સમાનતા-અસમાનતા વિષયક કથન નારકીઓની સમાન જાણવું. | १२ पुढविक्काइया णं भंते ! सव्वे समवेयणा ? हंता गोयमा ! सव्वे समवेयणा । सेकेणद्वेणं भंते !एवं वुच्चइ? गोयमा !पुढविक्काइया सव्वे असण्णी असण्णीभूयं अणिदाए वेयणं वेदेति । से तेणटेणं गोयमा ! पुढविक्काइया सव्वे समवेयणा । ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! શું બધા પૃથ્વીકાયિક જીવો સમાન વેદનાવાળા છે? ઉત્તર- હા ગૌતમ! બધા સમાન વેદનાવાળા છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર-હે ગૌતમ! બધા પૃથ્વીકાયિક જીવો અસંશી છે. તેઓ અસંશીભૂત અને અનિદા–અવ્યક્ત રૂપે એક સમાન વેદનાનો અનુભવ કરે છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે બધા પૃથ્વીકાયિક સમવેદનાવાળા છે.