________________
૩૫૪
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
|१३ पुढविक्काइयाणं भंते ! सव्वे समकिरिया ? हंता गोयमा ! पुढविक्काइया सव्वे समकिरिया । से केणटेणं भंते एवं वुच्चइ ?
___ गोयमा ! पुढविक्काइया सव्वे माईमिच्छट्ठिी, तेसिं णेयइयाओ पंच किरियाओ कज्जति, तं जहा- आरंभिया, परिग्गहिया, मायावत्तिया, अपच्चक्खाणकिरिया, मिच्छादसणवत्तिया । एवं जाव चरिंदिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું બધા પૃથ્વીકાયિક જીવો સમાન ક્રિયાવાળા છે? ઉત્તર-હા ગૌતમ! બધા પૃથ્વીકાયિક જીવો સમાન ક્રિયાવાળા છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ! બધા પૃથ્વીકાયિક જીવો મિથ્યાદષ્ટિ છે, તેઓને નિશ્ચિતરૂપે પાંચ ક્રિયાઓ હોય છે. જેમકે – (૧) આરંભિકી (૨) પારિગ્રહિકી (૩) માયાપ્રત્યયા (૪) અપ્રત્યાખ્યાનક્રિયા અને (૫) મિથ્યાદર્શનપ્રત્યયા. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે બધા પૃથ્વીકાયિક જીવો સમાન ક્રિયાવાળા છે.
પુથ્વીકાયિકોની જેમ અપ્લાયિકથી લઈને ચૌરેન્દ્રિય સુધીની સંપૂર્ણ વક્તવ્યતા (આહારાદિથી લઈને ક્રિયા પર્યત) જાણવી જોઈએ. વિવેચન :
પૃથ્વીકાય આદિ ચાર સ્થાવરની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. અંગુલના અસંખ્યાતમા ભાગમાં પણ અસંખ્ય ભેદ છે. આ સૂત્રના પાંચમા પદમાં કહ્યું છે કે એક પૃથ્વીકાયિક જીવ, બીજા પૃથ્વીકાયિક જીવથી અવગાહનાની અપેક્ષાએ ચૌટ્ટાણવડિયા છે, યથા- અસંખ્યાતમો ભાગહીન, સંખ્યાતમો ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન. આ જ રીતે વૃદ્ધિના ચાર સ્થાન છે. તાત્પર્ય એ છે કે સર્વ પૃથ્વીકાયિક જીવોની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોવા છતાં તેમાં અસંખ્યાતગુણી તરતમતા છે. તેથી જ કોઈ અલ્પશરીરી, કોઈ મહાશરીરી હોય છે. તેના આધારે જ તેના આહાર અને શ્વાસોશ્વાસમાં તરતમતા છે. વેદના:- પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવો અસંજ્ઞી અને મિથ્યાત્વી છે. તેથી તે ઉન્મત્ત પુરુષની જેમ બેભાનપણે કષ્ટ ભોગવે છે. તે જીવો મનરહિત હોવાથી પોતાની વેદનાના કારણ વગેરે સમજી કે વિચારી શકતા નથી. તેથી તેની વેદનાને શાસ્ત્રકારે અનિદા–અનાભોગપણે, અવ્યક્ત રૂપે વેદાતી વેદના કહી છે. કિયા :- તે સર્વ જીવો મિથ્યાત્વી હોવાથી સમાન પાંચ ક્રિયાવાળા હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં સમાહારાદિ - | १४ पंचिदियतिरिक्खजोणिया जहा णेरइया, णवरं किरियाहिं- सम्मद्दिट्ठि मिच्छट्ठिी सम्मामिच्छट्ठिी । तत्थ णं जे ते सम्मट्ठिी ते दुविहा पण्णत्ता, तं जहा- असंजया य संजयासंजया य । तत्थ णं जे ते संजयासंजया तेसिंणं तिण्णि किरियाओ कजंति, तं जहा- आरंभिया परिग्गहिया मायावत्तिया । तत्थ णं जे ते असंजया तेसिणं चत्तारि किरियाओ कज्जति, तंजहा- आरंभिया, परिग्गहिया, मायावतिया, अपच्चक्खाणकिरिया।