________________
૩૫ર |
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
(૩) માયા પ્રત્યયિકી– માયા, કપટ અને ઉપલક્ષણથી ક્રોધ, માન, માયા અને લોભજન્ય ક્રિયા. (૪) અપ્રત્યાખ્યાનિકી– અવિરતિ ભાવજન્ય ક્રિયા. (૫) મિથ્યાદર્શનપ્રયિકી- મિથ્યાત્વજન્ય ક્રિયા.
નારકીના ત્રણ ભેદ છે– સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. તેમાં સમ્યગદષ્ટિ નૈરયિકોને પ્રથમની ચાર ક્રિયા અને મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ જીવોને પાંચે ક્રિયા લાગે છે. ભવનપતિ દેવોમાં સમાહારાદિઃ| ८ असुरकमारा णं भंते !सव्वे समाहारा, सव्वे समसरीरा, सव्वे समुस्सासणिस्सासा? गोयमा ! णो इणढे समढे, जहा णेरइया । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું બધા અસુરકુમાર દેવો સમાન આહારવાળા, સમાન શરીરવાળા તથા સમાન શ્વાસોશ્વાસવાળા છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. શેષ કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. | ९| असुरकुमारा णं भंते ! सव्वे समकम्मा? गोयमा ! णो इणढे समढे । सेकेणटेणं મતે !ાવ લુવ્ડ્ર ?
गोयमा ! असुरकुमारा दुविहा पण्णत्ता, तं जहा-पुव्वोववण्णगा य पच्छोववण्णगा य। तत्थ णंजे ते पव्वोववण्णगा तेणं महाकम्मतरागा. तत्थ णं जेते पच्छोववण्णगा तेणं अप्पकम्मतरागा; से एएणडेणं गोयमा ! एवं वुच्चइ असुरकुमारा णो सव्वे समकम्मा । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન! શું બધા અસરકમાર દેવો સમાન કર્મવાળા છે ? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે બધા અસુરકુમાર દેવો સમાન કર્મવાળા નથી?
ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમાર દેવોના બે પ્રકાર છે, યથા- પૂર્વોત્પન્નક અને પશ્ચાદુત્પન્નક. તેમાં પૂર્વોત્પન્ન દેવો મહાકર્મવાળા અને પશ્ચાદુત્પન્નક અલ્પતર કર્મવાળા છે, તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે બધા અસુરકુમાર દેવો સમાન કર્મવાળા નથી. | १० असुरकुमाराणं भंते ! सव्वे समवण्णा ? गोयमा ! णो इणढे समढे । सेसं जहा णेरइया । णवरं- तत्थ णं जे ते पुव्वोववण्णगा ते णं अविसुद्धवण्णतरागा, तत्थ णं जे ते पच्छोववण्णगा ते णं विसुद्धवण्णतरागा ।
से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ असुरकुमारा सव्वे णो समवण्णा । एवं लेस्साए वि । वेयणाए जहा णेरइया । अवसेसं जहा णेरइयाणं । एवं जाव थणियकुमारा । ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! શું બધા અસુરકુમાર દેવો સમાન વર્ણવાળા છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. શેષ કથન નૈરયિક પ્રમાણે જાણવું. વિશેષમાં બે પ્રકારના અસુરકુમારોમાં પૂર્વોત્પન્નક અવિશુદ્ધતર વર્ણવાળા છે અને પશ્ચાદુત્પન્નક વિશુદ્ધતર વર્ણવાળા હોય છે.
તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે બધા અસુરકુમાર દેવો સમાન વર્ણવાળા નથી. આ જ રીતે તે જીવોની લેશ્યાના વિષયમાં જાણવું. અસુરકુમારોનું વેદના વિષયક કથન નૈરયિકોની વેદનાની સમાન