________________
| સત્તરમું પદ : વેશ્યાઃ ઉદ્દેશક-૧
[ ૩૫૧]
આયુષ્યવાળા અને એક સાથે ઉત્પન્ન થયેલા હોય છે, (૨) કેટલાક સમાન આયુવાળા, પરંતુ વિષમ ઉત્પત્તિવાળા અર્થાત્ આગળ-પાછળ ઉત્પન્ન થયેલા હોય છે, (૩) કેટલાક વિષમ આયુષ્યવાળા અને એકસાથે ઉત્પન્ન થયેલા હોય છે, તથા (૪) કેટલાક વિષમ આયુવાળા અને વિષમ ઉત્પત્તિવાળા હોય છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે બધા નારકી સમાન આયુવાળા નથી. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં નૈરયિકોમાં આહાર આદિ સાત દ્વારથી સમાનતા-અસમાનતાની વિચારણા છે. આહાર, શરીર, શ્વાસોશ્વાસ - આ ત્રણે જીવનના અનિવાર્ય અંગ છે. આહારનો સંબંધ શરીર સાથે છે. સર્વ જીવોનું શરીર સમાન નથી. પ્રાયઃ જેનું શરીર મોટું, તેનો આહાર વધુ અને જેનું શરીર નાનું તેનો આહાર અલ્પ હોય છે. જેમ હાથી કરતા સસલાનો આહાર અલ્પ હોય છે, તેમ પ્રથમ નરકના નારકી કરતા સાતમી નરકના નારકીનું શરીર મોટું છે. તેથી તેની આહારની માત્રા પણ અધિક હોય છે અને તે શ્વાસોશ્વાસ વર્ગણાના પુદ્ગલ પણ વધુ ગ્રહણ કરે છે અને છોડે છે. કર્મ, વર્ણ, વેશ્યાઃ - આ ત્રણે જીવનના આંતરિક પક્ષથી સંબંધિત છે. સર્વ જીવોના પૂર્વકૃત કર્મો અનુસાર તેના કર્મ, વર્ણ અને લશ્યામાં ભિન્નતા હોય છે. પૂર્વોત્પન્નક– પહેલાં ઉત્પન્ન થયેલા નૈરયિકનું આયુષ્ય તથા અશુભકર્મોનું વેદન થઈ ગયું હોય છે; તેથી તે અલ્પકર્મી અને પશ્ચાત્પન્નક- પાછળથી ઉત્પન્ન થયેલા નૈરયિકોને ઘણા અશુભકર્મો ભોગવવાના શેષ હોય છે, તેથી તે મહાકર્મી છે. વર્ણ અને લેણ્યા માટે પણ તે જ નિયમ છે. પૂર્વોત્પન્નક– નૈરયિકના કર્મ અલ્પ હોવાથી તેનો વર્ણ અને વેશ્યા વિશુદ્ધ થઈ જાય છે અને પશ્ચાપપન્નક નૈરયિકના કર્મ અધિક હોવાથી તેના વર્ણ અને વેશ્યા અવિશુદ્ધ હોય છે. વેદના:- પ્રસ્તુત પ્રસંગમાં વેદના શબ્દની શાતા અને અશાતા બંને પ્રકારની વેદનાનું ગ્રહણ થાય છે. નૈરયિકોને પ્રાયઃ અશાતા વેદના જ હોય છે.
અહીં નારકીના બે ભેદ કર્યા છે– સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત. સંજ્ઞીભૂતના ચાર અર્થ થાય છે(૧) સમ્યગદર્શની જીવને સંજ્ઞી અને મિથ્યાત્વીને અસંજ્ઞી કહે છે. (૨) વર્તમાનમાં જે નારકી સંજ્ઞી છે તે સંજ્ઞીભૂત અને જે અસંશી છે(અપર્યાપ્તાવસ્થામાં) તે અસંજ્ઞીભૂત. (૩) જે નારકી પૂર્વભવમાં સંશી પંચેન્દ્રિય હોય તે સંજ્ઞીભૂત અને જે પૂર્વભવમાં અસંજ્ઞી પંચેન્દ્રિય હોય તે અસશીભૂત કહેવાય છે. (૪) સંજ્ઞીભૂતનો અર્થ પર્યાપ્ત અને અસંજ્ઞીભૂતનો અર્થ અપર્યાપ્ત થાય છે.
ઉક્ત સર્વ અર્થની અપેક્ષાએ વિચારતાં સ્પષ્ટ થાય છે કે સંજ્ઞીભૂત નારકને તીવ્રવેદના અને અસંજ્ઞીભૂતને અલ્પવેદના હોય છે. સમ્યગુદર્શની જીવને પૂર્વકૃત પાપના પશ્ચાત્તાપથી માનસિક વેદના અધિક હોય છે. સંજ્ઞીભૂતનો અર્થ સંજ્ઞી પંચેન્દ્રિય લઈએ તોપણ તે તીવ્ર અશુભ પરિણામથી સાતમી નરક સુધી જઈ મહાવેદના ભોગવે છે જ્યારે અસંજ્ઞી પંચેન્દ્રિય પ્રથમ નરક સુધી જ જાય છે, તેથી તેને અલ્પવેદના હોય છે. સંજ્ઞીભૂતનો અર્થ પર્યાપ્ત લઈએ તોપણ પર્યાપ્ત જીવને મહાવેદના અને અપર્યાપ્તાને અલ્પવેદના હોય છે. કિયા - કર્મબંધનની હેતુભૂત પ્રવૃત્તિને ક્રિયા કહે છે. અહીં તેના પાંચ ભેદ ગ્રહણ થાય છે. (૧) આરંભિકીછકાય જીવના આરંભ-સમારંભજન્ય ક્રિયા. (૨) પારિગ્રહિકી- મૂર્છા-આસક્તિ ભાવજન્ય ક્રિયા.