________________
સત્તરમું પદ : લેશ્યા : ઉદ્દેશક-૧
છે. અલ્પશરીરવાળા નારકીઓ અલ્પ પુદ્ગલોનો આહાર કરે છે, અલ્પ પુદ્ગલોને પરિણમાવે છે, અલ્પ પુદ્ગલોને ઉચ્છ્વાસરૂપે ગ્રહણ કરે છે અને અલ્પ પુદ્ગલોને નિઃશ્વાસરૂપે મૂકે છે. તેઓ કદાચિત્ આહાર કરે છે, કદાચિત્ પુદ્ગલોને પરિણમાવે છે, કદાચિત્ ઉચ્છ્વાસ લે છે તથા કદાચિત્ નિઃશ્વાસ મૂકે છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે બધા નૈરિયકો સમાન આહારવાળા, સમાન શરીરવાળા અને કે સમાન ઉચ્છ્વાસ-નિઃશ્વાસવાળા નથી.
૩૪૯
३ णेरइया णं भंते सव्वे समकम्मा ? गोयमा ! णो इणट्टे समट्ठे । से केणटुणं भंते ! एवं वुच्च रइया णो सव्वे समकम्मा ?
गोयमा ! णेरइया दुविहा पण्णत्ता, તેં નહીં-' पुव्वोववण्णगा य पच्छोववण्णगा य। तत्थ णं जे ते पुव्वोववण्णगा ते णं अप्पकम्मतरागा । तत्थ णं जे ते पच्छोववण्णगा ते णं महाकम्मतरागा। से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ - णेरइया णो सव्वे समकम्मा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બધા નારકીઓ શું સમાન કર્મવાળા છે ? ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે કે બધા નારકીઓ સમાન કર્મવાળા નથી ?
ઉત્તર– હે ગૌતમ ! નારકીના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પૂર્વોત્પન્નક—પહેલા ઉત્પન્ન થયેલા અને પશ્ચાદુત્પન્નક–પછી ઉત્પન્ન થયેલા. તેમાં જે પૂર્વોત્પન્નક છે તે અલ્પકર્મવાળા અને પશ્ચાદુત્પન્નક તેઓ મહાકર્મવાળા છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે બધા નારકીઓ સમાન કર્મવાળા હોતા નથી.
૪ ખેડ્યા ખં ભંતે ! સવ્વ સમવળ્યા ? ગોયમા ! ખો ફળકે સમઢે । સે જેમકેળ અંતે! एवं वुच्चइ णेरइया णो सव्वे समवण्णा ?
गोयमा ! णेरइया दुविहा पण्णत्ता, तं जहा - पुव्वोववण्णगा य पच्छोववण्णगा य। तत्थ णं जे ते पुव्वोववण्णा ते णं विसुद्धवण्णतरागा । तत्थ णं जे ते पच्छोववण्णगा ते णं अविसुद्धवण्णतरागा, से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ णेरइया णो सव्वे समवण्णा ।
एवं जहेव वण्णेण भणिया तहेव लेस्सासु वि विसुद्धलेस्सतरागा अविसुद्धलेस्सतरागा य भाणियव्वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું બધા નારકીઓ સમાન વર્ણવાળા છે ? ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી.પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે કે બધા નારકીઓ સમાન વર્ણવાળા નથી ?
ઉત્તર– હે ગૌતમ ! નારકીના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પૂર્વોત્પન્નક અને પશ્ચાદુત્પન્નક. તેમાં પૂર્વોત્પન્નક વિશુદ્ધ વર્ણવાળા અને પશ્ચાદુત્પન્નક અવિશુદ્ધ વર્ણવાળા હોય છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે બધા નારકીઓ સમાન વર્ણવાળા નથી.
જે રીતે વર્ણની અપેક્ષાએ નારકીઓને વિશુદ્ધ અને અવિશુદ્ધ કહ્યા છે, તે જ રીતે લેશ્માની અપેક્ષાએ પણ નારકીઓને વિશુદ્ધ અને અવિશુદ્ધ કહેવા જોઈએ.
५ णेरइया णं भंते ! सव्वे समवेयणा ? गोयमा ! णो इणट्टे समट्ठे । से केणट्टेणं भंते! एवं वुच्चइ णेरइया णो सव्वे समवेयणा ?