________________
[ ૩૪૮ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
લેશ્યાનું સ્વરૂપ સમજ્યા પછી પ્રશ્ન થાય કે (૧) દ્રવ્ય લેશ્યા કર્મવર્ગણારૂપ છે? (૨) કર્મ નિણંદ રૂપ છે કે (૩) યોગના પરિણામ રૂપ છે? ઇત્યાદિ પ્રશ્નોનું સમાધાન આ પ્રમાણે છે કે– વેશ્યા કર્મના નિણંદ રૂપ કે કર્મવર્ગણા રૂપ નથી. કારણ કે સયોગી કેવળી ગુણસ્થાને ઘાતિકર્મનો અભાવ હોવા છતાં પરમ શુક્લલશ્યાનો સભાવ છે. તેમજ અયોગી કેવળી ગુણસ્થાનમાં અઘાતિકર્મનો સદ્ભાવ હોવા છતાં લેશ્યાનો અભાવ છે. આ રીતે લેશ્યાને કર્મરૂપ માની શકાય નહીં. વેશ્યા કર્મરૂપ નથી તેથી કર્મ નિણંદ(પ્રવાહ) રૂપ પણ નથી. પરિશેષ ન્યાયથી લેણ્યા યોગ પરિણામ રૂપ છે. યોગ સાથે વેશ્યાનો અન્વય અને વ્યતિરેક સંબંધ છે, જ્યાં લેશ્યા છે ત્યાં યોગ છે જ્યાં યોગ નથી ત્યાં લેશ્યા પણ નથી.
લેશ્યા યોગના પરિણામ રૂપ હોવા છતાં જ્યાં સુધી કષાયનો ઉદય હોય ત્યાં સુધી તે કષાયને ઉદ્દીપ્ત કરે છે. જેમ કે પિત્તના પ્રકોપથી ક્રોધ વધે છે. કષાયના ઉદયમાં વેશ્યાના પરિણામો કષાય રૂપ બની જાય છે. કર્મોનો સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાય આધારિત છે તથા પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગ આધારિત છે. લેશ્યા યોગના પરિણામ રૂપ હોવા છતાં કષાયના ઉદયમાં કષાય રૂપ બનીને કષાયની તીવ્રતા-મંદતામાં નિમિત્ત બને છે, તેથી તે અનુભાગ બંધમાં નિમિત્ત બને છે. આ રીતે આત્મા અને કર્મના જોડાણમાં લેશ્યા મુખ્ય કારણરૂપ છે. લેશ્યા પરિણામથી જ કર્મવર્ગણાનું આત્મા સાથે જોડાણ થાય છે. નરયિકોમાં સમાહારાદિ - | २ णेरइया णं भंते ! सव्वे समाहारा सव्वे समसरीरा सव्वे समुस्सासणिस्सासा ? गोयमा! णो इणटे समढे । से केणटेणं भंते ! एवं वुच्चइ णेरइया णो सव्वे समाहारा जाव णो सव्वे समुस्सासणिस्सासा?
गोयमा ! णेरइया दुविहा पण्णत्ता, तं जहा- महासरीरा य अप्पसरीरा य । तत्थ णं जे ते महासरीरा ते णं बहुतराए पोग्गले आहारैति, बहुतराए पोग्गले परिणामेति, बहतराए पोग्गले उस्ससंति, बहतराए पोग्गले णीससंति. अभिक्खणं आहारेंति. अभिक्खणं परिणामेंति अभिक्खणं उस्ससंति, अभिक्खणं णीससंति । तत्थ णं जे ते अप्पसरीरा तेणं अप्पतराए पोग्गले आहारेंति अप्पतराए पोग्गले परिणामेंति, अप्पतराए पोग्गले उस्ससंति, अप्पतराए पोग्गले णीससंति, आहच्च आहारैति, आहच्च परिणामेति, आहच्च उस्ससंति, आहच्च णीससंति, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- णेरइया णो सव्वे समाहारा णो सव्वे समसरीरा णो सव्वे समुस्सासणीसासा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું બધા નારકીઓ સમાન આહારવાળા, સમાન શરીરવાળા તથા સમાન શ્વાસોશ્વાસવાળા છે. ? ઉત્તર- હે ગૌતમ ! તે શકય નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે બધા નારકી સમાન આહારવાળા યાવતુ સમાન શ્વાસોશ્વાસવાળા નથી ?
ઉત્તર- હે ગૌતમ! નારકીના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– મહાશરીરવાળા અને અલ્પશરીરવાળા. તેમાંથી મહાશરીરવાળા નારકી ઘણા પુગલોનો આહાર કરે છે, ઘણા પુદ્ગલોને પરિણમાવે છે, ઘણા પુગલોને ઉશ્વાસરૂપે ગ્રહણ કરે છે, ઘણા પુદ્ગલોને નિઃશ્વાસરૂપે મૂકે છે. તેઓ વારંવાર આહાર કરે છે, વારંવાર પરિણાવે છે, વારંવાર ઉશ્વાસરૂપે પુગલોને ગ્રહણ કરે છે અને વારંવાર નિઃશ્વાસરૂપે મૂકે