________________
| સત્તરમું પદ લેશ્યાઃ ઉદ્દેશક-૧
૩૪૭
-સત્તરમું લેણ્યા પદઃ પ્રથમ ઉદ્દેશક
ઉદ્દેશકના વિષયો -
आहार सम सरीरा, उस्सासे कम्म वण्ण लेस्सासु ।
समवेयण समकिरिया, समाउया चेव बोद्धव्वा ॥१॥ ભાવાર્થ :- [ગાથાથી (૧) સમાહાર, સમશરીર અને સમ ઉચ્છવાસ (૨) કર્મ (૩) વર્ણ (૪) વેશ્યા (૫) સમવેદના (૬) સમક્રિયા તથા (૭) સમાયુષ્ક. આ ઉદ્દેશકમાં સાત વિષયોનું નિરૂપણ છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ગાથારૂપે ઉદ્દેશકના વિષયભૂત સમાહાર આદિ દ્વારોનો નામોલ્લેખ છે. તે દ્વારોની સંખ્યા અપેક્ષાએ સાત અને નવ, એમ બે પ્રકારે ગણવામાં આવી છે.
આ ગાથાના પૂર્વાર્ધમાં ‘સમ' શબ્દનો પ્રયોગ એકવાર કરવામાં આવ્યો છે, તેનો સંબંધ પ્રત્યેક પદની સાથે કરવો જોઈએ. જેમ કે– (૧) સમાહાર, (૨) સમશરીર, (૩) સમઉચ્છવાસ, (૪) સમકર્મ, (૫) સમવર્ણ, (૬) સમલેશ્યા, (૭) સામવેદના, (૮) સમક્રિયા અને (૯) સમાયુષ્ક.
આ ઉદ્દેશકમાં ૨૪ દંડકના જીવો અને સલેશી જીવો તથા કૃષ્ણલેશી આદિ જીવોમાં આહાર, શરીર આદિની સમાનતા-વિષમતાનું પ્રતિપાદન છે. લેશ્યા :- (૧) જેના દ્વારા આત્માનો કર્મોની સાથે શ્લેષ થાય છે, તે વેશ્યા છે 'તિરસે આભા વર્મા સદ અનય જેના દ્વારા આત્મા કર્મ વડે લેપાય છે, તે લેશ્યા છે. દ્રવ્ય અને ભાવથી તેના બે પ્રકાર છે. દ્રવ્ય વેશ્યા -જે પદ્ગલ દ્રવ્યની સહાયતાથી આત્માના વિવિધ પરિણામો પ્રગટ થાય છે અથવા આત્માના પરિણામ અનુસાર જે પુગલ દ્રવ્યનું ગ્રહણ થાય, તે પુગલ દ્રવ્યો દ્રવ્યલેશ્યા છે. દ્રવ્યલેશ્યા પૌગલિક હોવાથી રૂપી છે. શુભ અને અશુભ દ્રવ્યોની અપેક્ષાએ તેના બે પ્રકાર છે. ભાવલેયા - કર્મના ઉદય અને સંયોગ વિયોગથી થતાં આત્મ પરિણામોને ભાવલેશ્યા કહે છે. તે કષાય રંજિત હોય કે અરંજિત બંને પ્રકારના હોય, તેવા આત્મપરિણામોને વેશ્યા કહે છે. ભાવલેશ્યાના પણ બે-બે પ્રકાર છે– વિશુદ્ધ અને અવિશુદ્ધ.
અકલુષિત-વિશુદ્ધ દ્રવ્યલેશ્યાના સંયોગે કર્મના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમથી થતાં આત્મપરિણામો વિશુદ્ધ ભાવલેશ્યા છે. તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા, તે ત્રણ વિશુદ્ધ વેશ્યા છે.
કલષિત-અવિશદ્ધદ્રવ્યલેશ્યાના સંયોગે કર્મના ઉદયથી થતાં આત્મપરિણામો અવિશુદ્ધ ભાવલેશ્યા છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા, તે ત્રણ અવિશુદ્ધ વેશ્યા છે. ભાવલેશ્યા આત્મપરિણામ રૂપ હોવાથી અરૂપી છે.
આ રીતે દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા સાપેક્ષ છે. દ્રવ્યલેશ્યા પ્રમાણે આત્મપરિણામો થાય અને આત્મપરિણામો પ્રમાણે દ્રવ્યલેશ્યા યોગ્ય પગલોનું ગ્રહણ થાય છે.