________________
૩૪s |
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
લેશ્યાના સંયોગે મૂળ લેગ્યામાં અપકર્ષ(હીનતા) થાય છે અને પોતાની વેશ્યાથી ઉચ્ચતર લેશ્યાનો સંયોગ થતાં મૂળ લેશ્યામાં ઉત્કર્ષ(ઉચ્ચતા) થાય છે. - છઠ્ઠા ઉદ્દેશકમાં ભરત ક્ષેત્ર આદિના મનુષ્ય અને મનુષ્યાણીઓની વેશ્યા સંબંધી ચર્ચા છે. તેમાં એ પણ દર્શાવ્યું છે કે માતા-પિતા અને ગર્ભસ્થ જીવોની લેશ્યામાં સમાનતા અને વિષમતા હોય શકે છે.
આ રીતે પ્રસ્તુત પદના છ એ ઉદ્દેશકોમાં વેશ્યા સંબંધિત વિશિષ્ટ-વિશિષ્ટ વિષયોનું વર્ણન છે, જે આ પદની આગવી વિશેષતા છે. - શ્રી ઉત્તરાધ્યયન સુત્ર અધ્યયન-૩૪ વેશ્યાધ્યયનમાં પણ છ એ વેશ્યાના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરિણામ પ્રકાર વગેરે વિષયોનું વર્ણન છે. તે ઉપરાંત ત્યાં જ એ વેશ્યાના પરિણામ અને ચાર ગતિની અપેક્ષાએ લેશ્યાની સ્થિતિનું વિશેષ વર્ણન છે.