________________
| સોળમું પદઃ લેશ્યા: ઉદ્દેશક-૧
૩૪૫
સત્તરમું પદ છે. છેક . છેછે
પરિચય Re B
- 2
' છે. છેક છે,
આ પદનું નામ “લેશ્યાપદ' છે.
લેશ્યા એ જીવનું એક પરિણામ વિશેષ છે. આધ્યાત્મિકવિકાસમાં લેશ્યાનું અત્યંત મહત્ત્વ હોવાથી આ પદમાં વિવિધ દૃષ્ટિકોણથી છ ઉદ્દેશકોમાં લેશ્યા સંબંધી વિચારણા છે.
લેશ્યા આત્મા અને કર્મનું જોડાણ કરાવનારું માધ્યમ છે. વેશ્યા સંસારી જીવોનું પરિણામ વિશેષ છે. તેના બે ભેદ છે– દ્રવ્ય લેશ્યા અને ભાવલેશ્યા. આત્મ પરિણામો ભાવલેશ્યા છે અને તે અરૂપી છે. ભાવલેશ્યાના કારણે જે પુદગલોનું ગ્રહણ થાય તે દ્રવ્યલેશ્યા છે. ભાવલેશ્યા અને દ્રવ્યલેશ્યા પરસ્પર સંબંધિત છે અર્થાત્ પ્રાયઃ ભાવલેશ્યા અનુસાર દ્રવ્યલેશ્યા થાય છે અને ક્યારેક દ્રવ્યલેશ્યા અનુસાર ભાવલેશ્યા પરિવર્તન પામે છે. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની વેશ્યાના છ-છ પ્રકાર છે- કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુક્લલેશ્યા. પ્રસ્તુત પદના છ એ ઉદ્દેશકમાં લેશ્યા સંબંધિત ભિન્ન ભિન્ન વિષયોનું નિરૂપણ છે.
પ્રથમ ઉદ્દેશકમાં નારક આદિ ચોવીશ દંડકવર્તી જીવોના આહાર, શરીર, શ્વાસોશ્વાસ, કર્મ, વર્ણ, લેશ્યા, વેદના, ક્રિયા અને આયુષ્યની સમાનતા-વિષમતા સંબંધી વિચારણા છે. ત્યાર પછી કૃષ્ણાદિ વેશ્યાવાળા જીવોના વિષયમાં આહાર આદિ નવ દ્વારોથી વિચારણા કરવામાં આવી છે.
બીજા ઉદેશકમાં વેશ્યાના છ ભેદોનું કથન કરીને ચારે ય ગતિના જીવોને પ્રાપ્ત થતી વેશ્યાઓ અને તે વેશ્યાવાળા ૨૪ દંડકવર્તી જીવોના અલ્પબદુત્વની વિસ્તૃત પ્રરૂપણા છે. અંતમાં કૃષ્ણાદિ લેશ્યાવાળા જીવોમાં અલ્પદ્ધિક અનેક મહદ્ધિકનું કથન છે.
ત્રીજા ઉદેશકમાં કૃષ્ણાદિલેશ્યા યુક્ત ૨૪ દંડકવર્તી જીવોની ઉત્પત્તિ અને ઉદ્વર્તનના સંબંધમાં એકવચન તથા બહુવચનની અપેક્ષાએ અને સામુહિક વેશ્યાની અપેક્ષાએ વિચારણા છે. જે લેગ્યામાં જીવનું મૃત્યુ થાય તે જ લેશ્વાસ્થાનમાં તેનો જન્મ થાય છે અર્થાત્ “મૃત્યુ અને નવા જન્મ સમયની એક જ વેશ્યા હોય છે, આ સિદ્ધાંતની પુષ્ટિ કરી છે. ત્યારપછી તે તે વેશ્યા યુક્ત જીવોના અવધિજ્ઞાનની વિષય મર્યાદા તથા તે તે વેશ્યા સંપન્ન જીવોમાં પ્રાપ્ત થતાં જ્ઞાન અને તેની વિષય મર્યાદાની પ્રરૂપણા છે.
ચોથા ઉદ્દેશકમાં મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવોની અપેક્ષાએ એક વેશ્યાના, અન્ય વેશ્યારૂપે થતાં પરિણમનની પ્રક્રિયા દષ્ટાંત દ્વારા સમજાવી છે ત્યારપછી છ એ વેશ્યાના પૃથક-પૃથક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું; લેશ્યાઓના પરિણામ, પ્રદેશો, પ્રદેશાવગાહ, વર્ગણા અને લેણ્યાસ્થાન વગેરે વિષયોનું નિરૂપણ છે.
પાંચમા ઉદેશકમાં નરક અને દેવગતિના જીવોની અપેક્ષાએ લેગ્યા પરિણમનનો નિષેધ કર્યો છે. નરક અને દેવભવમાં ભવપર્યત દ્રવ્યલેશ્યા અવસ્થિત હોય છે. તે જીવો ભવ સ્વભાવથી એક જ વેશ્યા દ્રવ્યોને ગ્રહણ કરે છે. તે વેશ્યાઓનું અન્ય લેગ્યામાં પરિણમન–પરિવર્તન થતું નથી, પરંતુ જે નવીન વેશ્યા દ્રવ્યોનો સંયોગ થાય તેની છાયા માત્ર તેમની મૌલિક લેશ્યામાં ઝળકે છે અને શુભાશુભ લેશ્યા દ્રવ્યના સંયોગ અનુસાર તે-તે મૌલિક લેગ્યામાં કંઈક ઉત્કર્ષ અને અપકર્ષ થાય છે અર્થાતુ પોતાની વેશ્યાથી નિમ્નતર