________________
| સોળમું પદઃ પ્રયોગ
[ ૩૩૯ ]
ક્ષેત્રો પપાતગતિની સમાન છે. સિદ્ધ જીવો કર્મમુક્ત છે. તેથી ભવોપપાતગતિમાં તેનો સમાવેશ થતો નથી. નોભાવોપપાતગતિ- કર્મોથી રહિત હોય તેવા પુદ્ગલ તથા સિદ્ધોની ગતિને નોભવોપપાતગતિ કહે છે. પુદગલ નોભવોપપાતગતિ- પુદ્ગલ પરમાણુના લોકના એક ચરમાંતથી બીજા ચરમાંત સુધી જવાને પુદ્ગલનોભવોપપાતગતિ કહે છે. સૂત્રકારે તેના છ પ્રકાર કહ્યા છે, પુદ્ગલનું એક સમયમાં (૧) લોકના પૂર્વી ચરમાંતથી પશ્ચિમી ચરમાંત સુધી જવું. (૨) પશ્ચિમી ચરમાંતથી પૂર્વી ચરમાંત સુધી જવું. (૩) ઉત્તરી ચરમાંતથી દક્ષિણી ચરમાંત સુધી જવું. (૪) દક્ષિણી ચરમાંતથી ઉત્તરી ચરમાંત સુધી જવું. (૫) ઊર્ધ્વ ચરમાંતથી અધો ચરમાંત સુધી જવું. (૬) અધો ચરમાંતથી ઊર્ધ્વ ચરમાંત સુધી જવું. સિદ્ધ નોભવોપપાતગતિ- કર્મભક્ત સિદ્ધ જીવોની ગતિને સિદ્ધ નોભવોપપાતગતિ કહે છે. સિદ્ધના બે ભેદની અપેક્ષાએ તેના બે ભેદ છે– અનંતરસિદ્ધ નોભવોપપાતગતિ અને પરંપરસિદ્ધ નોભવોપપાતગતિ. અનંતરસિદ્ધ નોભવોપપાતગતિના તીર્થસિદ્ધા, અતીર્થસિદ્ધા આદિ પંદર પ્રકાર છે. પરંપરસિદ્ધ નોભવોપપાત ગતિના અપ્રથમ સમય સિદ્ધા, ક્રિસમય સિદ્ધા યાવતુદશ સમય, સંખ્યાત સમય, અસંખ્યાત સમય અને અનંત સમયસિદ્ધા આદિ છ પ્રકાર છે. વિહાયોગતિ:|३६ से किं तं भंते ! विहायगई ?
गोयमा ! विहायगई सत्तरसविहा पण्णत्ता, तं जहा- फुसमाणगई, अफुसमाणगई, उवसंपज्जमाणगई, अणुवसंपज्जमाणगई, पोग्गलगई, मंडूयगई, णावागई, णयगइ, छायागई, छायाणुवायगई, लेस्सागई, लेस्साणुवायगई, उद्दिस्सपविभत्तगई, चउपुरिसपविभत्तगई, वंकगई, पंकगई, बंधणविमोयणगई। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્!વિહાયોગતિનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ ! વિહાયોગતિના સત્તર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સ્પૃશગતિ (૨) અસ્પૃશતિ (૩) ઉપસંપદ્યમાનગતિ (૪) અનુપસંપદ્યમાનગતિ (૫) પુદ્ગલગતિ (૬) મંડૂક ગતિ (૭) નૌકા (નાવ) ગતિ (૮) નયગતિ (૯) છાયાગતિ (૧૦) છાયાનુપાતગતિ (૧૧) લેશ્યાગતિ (૧૨) લેશ્યાનુપાતગતિ (૧૩) ઉદ્દિશ્યપ્રવિભક્ત ગતિ (૧૪) ચતુઃ પુરુષ પ્રવિભક્ત ગતિ (૧૫) વક્રગતિ (૧૬) પંકગતિ અને (૧૭) બંધન વિમોચન ગતિ. | ३७ से किं तंभंते ! फुसमाणगई ? गोयमा ! फुसमाणगई-जण्णं परमाणुपोग्गले दुपएसिय जाव अणंतपदेसियाणं अण्णमण्णं फुसित्ता णं गई पवत्तइ । सेतं फुसमाणगई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્પૃશદ્ગતિ કોને કહે છે? ઉત્તર- હે ગૌતમ! પરમાણુ યુગલ ઢિપ્રદેશી, ત્રિપ્રદેશી, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ, સંખ્યાત, અસંખ્યાત કે અનંતપ્રદેશી સ્કંધોની એક બીજાનો સ્પર્શ કરતાં કરતાં જે ગતિ થાય છે, તે સ્પૃશદ્ગતિ છે. | ३८ से किं तं भंते ! अफुसमाणगई ? गोयमा ! अफुसमाणगई-जण्णं एएसिं चेव अफुसित्ता णं गई पवत्तइ। से तं अफुसमाणगई।