________________
[ ૩૩૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ઉપપાતગતિના ભેદ-પ્રભેદોનું નિરૂપણ છે.
૩૫ત: પ્રાદુર્ભાવ: Iઉપપાત એટલે ઉત્પન્ન થવું. તેના ત્રણ પ્રકાર છે. (૧) ક્ષેત્રોપપાતગતિ (૨) ભવોપપાતગતિ (૩) નોભવોપપાતગતિ.
क्षेत्रोपपातगति क्षेत्र-आकाशं यत्र नारकादयो जन्तवः सिद्धाः, पदगला वा अवतिष्ठन्ते । ક્ષેત્ર એટલે આકાશ. જ્યાં નૈરયિક આદિ જીવ સિદ્ધ અને પુદ્ગલ સ્થિત થાય છે, તે આકાશપ્રદેશને ક્ષેત્ર કહે છે. તે તે ક્ષેત્રમાં જીવાદિનું જવું અને સ્થિત થવું તે ક્ષેત્રોપપાતગતિ છે. તેના પાંચ પ્રકાર છે. નરકક્ષેત્રોપપાતગતિ– નરકરૂપ ક્ષેત્રમાં જીવનું સ્થિત થવું. તે નરકક્ષેત્રોપપાતગતિ છે. સાત નરકની અપેક્ષાએ નરકક્ષેત્રોપપાતગતિના સાત પ્રકાર છે. તિર્યચક્ષેત્રોપપાતગતિ– તિર્યંચ જીવો જે ક્ષેત્રમાં સ્થિત થાય તેને તિર્યચક્ષેત્ર કહે છે. તે તે ક્ષેત્રમાં તિર્યંચ જીવોનું જવું અને સ્થિત થવું, તેને તિર્યક્ષેત્રોપપાતગતિ કહે છે. જાતિની અપેક્ષાએ તિર્યંચ જીવોના એકેન્દ્રિય બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય રૂ૫ પાંચ ભેદ હોવાથી તિર્યચક્ષેત્રોપપાતગતિના પાંચ ભેદ છે. મનુષ્યક્ષેત્રોપપાતગતિ- મનુષ્યો જ્યાં સ્થિત થાય તેને મનુષ્યક્ષેત્ર કહે છે. તે તે ક્ષેત્રમાં મનુષ્યોનું જવું અને સ્થિત થવું, તેને મનુષ્યક્ષેત્રોમપાતગતિ કહે છે. સંમૂર્છાિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્યરૂપ મનુષ્યના બે ભેદ હોવાથી મનુષ્યક્ષેત્રોપપાતગતિના બે ભેદ છે. દેવક્ષેત્રોપપાતગતિ- દેવો જ્યાં સ્થિત થાય, તેને દેવક્ષેત્ર કહે છે. તે તે ક્ષેત્રમાં દેવોનું જવું અને સ્થિત થવું, તેને દેવક્ષેત્રોપપાતગતિ કહે છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક રૂપ દેવોના મુખ્ય ચાર પ્રકાર હોવાથી દેવક્ષેત્રોપપાતગતિના પણ ચાર પ્રકાર છે. સિદ્ધક્ષેત્રોપપાતગતિ- સિદ્ધ થયેલા જીવો સિદ્ધક્ષેત્રમાં જઈને સ્થિત થાય તેને સિદ્ધક્ષેત્ર કહે છે.
અઢીદ્વીપ ક્ષેત્રમાંથી કર્મોથી મુક્ત થયેલા મનુષ્યો સર્વદિશા કે વિદિશામાંથી જુગતિથી એક સમય માત્રમાં સિદ્ધક્ષેત્રમાં જાય છે. સૂત્રકારે મનુષ્યક્ષેત્રના વિવિધ વિભાગોની અપેક્ષાએ સિદ્ધક્ષેત્રપપાતગતિના ૫૭ ભેદ કર્યા છે. જબલીપના ૧૧ ક્ષેત્ર :- (૧) ભરત-ઐરાવતક્ષેત્ર (૨)ચલહિમવંત વર્ષધર પર્વત અને શિખરી વર્ષધર પર્વત (૩) હેમવત અને હૈરણ્યવતક્ષેત્ર (૪) શબ્દાપાતી અને વિકટાપાતી વૃત્ત વૈતાઢયપર્વત (૫) મહા હિમવંત અને રુકિમ વર્ષધર પર્વત (૬) હરિવર્ષ અને રમ્યકવર્ષ ક્ષેત્ર (૭) ગંધાપાતી અને માલ્યવંત વૃત્ત વૈતાઢય પર્વત (૮) નિષધ અને નીલવંત વર્ષધર પર્વત (૯) પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ ક્ષેત્ર (૧૦) દેવગુરુ અને ઉત્તરકુરુક્ષેત્ર (૧૧) મેરુપર્વત (૧૨ થી ૩૩) ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધના પૂર્વવત્ ૧૧–૧૧ ક્ષેત્ર ગણતાં બાવીસ ક્ષેત્રો અને તે જ રીતે (૩૪ થી પ૫) પુષ્કરાદ્ધ દ્વીપના રર ક્ષેત્રો (પ) લવણસમુદ્ર અને (૫૭) કાલોદધિ સમુદ્ર. આ પ્રત્યેક ક્ષેત્રની ચારે દિશાઓ અને વિદિશામાંથી મનુષ્ય
જુગતિથી સિદ્ધક્ષેત્રમાં જાય છે, તેને સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહે છે ભવોપપાતગતિ કર્મયુક્ત જીવની નારકાદિ અવસ્થાને ભવ કહે છે અથવા કર્માધીન જીવનું નારકાદિપણે રહેવું તેને ભવ કહે છે. જીવોનું તે તે ભવને પ્રાપ્ત થયું તે ભવોપપાતગતિ કહેવાય છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ ભવના ચાર પ્રકાર હોવાથી ભવોપપાતગતિના ચાર પ્રકાર છે. તેના ભેદ-પ્રભેદોનું કથન