________________
| સોળમું પદઃ પ્રયોગ
[ ૩૨૧ ]
કાર્મણકાયપ્રયોગ, આ ચાર પ્રયોગ હોય છે. શાશ્વત યોગ :- વિકસેન્દ્રિયોમાં વ્યવહાર વચનપ્રયોગ, ઔદારિકકાયપ્રયોગ, ઔદારિક મિશ્ર કાયપ્રયોગ.આત્રણ પ્રયોગવાળા અનેક જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે. તેથી તે ત્રણ પ્રયોગ શાશ્વત છે.
વિકલેન્દ્રિય જીવોમાં ઔદારિકમિશ્રકાયપ્રયોગ અપર્યાપ્તાવસ્થામાં હોવા છતાં તે શાશ્વતછે. તેનું કારણ એ છે કે વિકસેન્દ્રિયોમાં ઉપપાત વિરહકાલના અંતર્મુહૂર્તની અપેક્ષાએ અપર્યાપ્તાવસ્થાના અંતર્મુહૂર્તની કાલ મર્યાદા અધિક છે. તેથી પૂર્વે ઉત્પન્ન થયેલા વિકલેન્દ્રિય જીવોની અપર્યાપ્તાવસ્થા પૂર્ણ થાય તે પહેલા જ ઉત્પત્તિનો વિરહકાલ પૂર્ણ થઈ જાય અને નવા જીવો ઉત્પન્ન થવા લાગે એટલે નવા અપર્યાપ્તા જીવોનો પ્રારંભ થઈ જાય છે. આ રીતે વિકસેન્દ્રિય જીવોમાં અપર્યાપ્તાવસ્થાવાળા જીવો શાશ્વત રહેવાથી ઔદારિકમિશ્ર કાયપ્રયોગ શાશ્વત રહે છે. અશાશ્વત યોગ :- વિકલેન્દ્રિય જીવોના ઉત્પત્તિ સંબંધી વિરહકાલમાં કાર્પણ કાયપ્રયોગી જીવો હોતા નથી. કારણ કે કાર્પણ કાયપ્રયોગની સ્થિતિ ૧-૨ સમયની જ હોય છે. તેથી કાર્મણકાયપ્રયોગી અશાશ્વત છે. શાશ્વત-અશાશ્વત પ્રયોગી ભંગ:- વિકસેન્દ્રિય જીવોમાં શાશ્વત-અશાશ્વત યોગના ત્રણ ભંગ થાય છે. અસંયોગી ૧ ભંગ-(૧) ત્રણ પ્રયોગી સર્વ જીવો. દ્વિસંયોગી ૨ ભંગ- (૧) ત્રણપ્રયોગી ઘણા જીવો + કાર્પણ કાયપ્રયોગી એક જીવ (૨) ત્રણપ્રયોગી ઘણા જીવો + કાર્પણ કાયપ્રયોગી અનેક જીવો. આ રીતે વિકસેન્દ્રિયમાં પ્રયોગ સંબંધિત કુલ ૧+૨ = ૩ ભંગ થાય છે. તિર્યંચ પંચેન્દ્રિયોમાં પ્રયોગ-ભંગઃ - | १२ पंचेदियतिरिक्खजोणिया जहा णेरइया, णवरं ओरालियसरीरकायप्पओगी वि
ओरालिय- मीसासरीरकायप्पओगी वि, अहवेगे कम्मासरीरकायप्पओगी य, अहवेगे कम्मासरीर- कायप्पओगिणो य । ભાવાર્થ :- પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની પ્રયોગ સંબંધી વક્તવ્યતા નૈરયિકોની પ્રયોગ વક્તવ્યતા સમાન કહેવી જોઈએ. વિશેષતા એ છે કે પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવોમાં ઔદારિકશરીર કાયપ્રયોગી તથા ઔદારિક મિશ્રશરીર કાયપ્રયોગી પણ શાશ્વત હોય છે. બાર શાશ્વત પ્રયોગની સાથે ક્યારેક કોઈ એક પંચેન્દ્રિય તિર્યંચયોનિક કાર્મણશરીર કાયપ્રયોગી પણ હોય છે અને ક્યારેક ઘણા પંચેન્દ્રિય તિર્યંચો કાર્મણ શરીર કાયપ્રયોગી પણ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તિર્યંચ પંચેન્દ્રિયોમાં થતાં પ્રયોગોના ભંગોનું સંક્ષિપ્ત નિરૂપણ છે.
નરયિકોમાં અગિયાર પ્રયોગ હોય છે અને તિર્યંચ પંચેન્દ્રિયમાં તેર પ્રયોગ હોય છે– ચાર મનના પ્રયોગ, ચારવચનના પ્રયોગ,ઔદારિક કાયપ્રયોગ,ઔદારિકમિશ્ર કાયપ્રયોગ, વૈક્રિય કાયપ્રયોગ, વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ અને કાર્પણ કાયપ્રયોગ. કુલ ૪+૪+૫ =૧૩ પ્રયોગ હોય છે. શાશ્વત પ્રયોગ–૧૨– કાર્પણ કાયપ્રયોગને છોડીને શેષ બાર પ્રયોગવાળા જીવો તિર્યંચ પંચેન્દ્રિયમાં હંમેશાં હોય છે, તેથી બાર પ્રયોગ શાશ્વત છે; તે આ પ્રમાણે સમજવા
અનેક સંજ્ઞી જીવો સદા હોય છે તેથી ચાર મનના અને ચાર વચનના પ્રયોગ શાશ્વત હોય છે.