________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
આ જ રીતે અપ્લાયિક જીવોથી લઈને વનસ્પતિકાયિકો સુધીના જીવોના પ્રયોગ સંબંધી વક્તવ્યતા કહેવી. વિશેષતા એ છે કે વાયુકાયિક જીવો વૈક્રિય શરીર કાયપ્રયોગી પણ હોય છે અને વૈક્રિયમિશ્ર શરીર કાયપ્રયોગી પણ હોય છે.
વિવેચનઃ
૩૦
પ્રસ્તુત સૂત્રમાં પાંચ સ્થાવર જીવોના પ્રયોગ સંબંધી ભંગનું કથન છે.
પાંચ સ્થાવરમાં શાશ્વત પ્રયોગ– પૃથ્વી,પાણી, અગ્નિ અને વનસ્પતિમાં ઔદારિક કાયપ્રયોગ, ઔદારિક મિશ્રકાયપ્રયોગ અને કાર્પણ કાયપ્રયોગ, આ ત્રણ પ્રયોગ તથા વાયુકાયમાં વૈક્રિય કાયપ્રયોગ
અને વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ સહિત પાંચ પ્રયોગ હોય છે.
પાંચ સ્થાવર જીવોમાં સમયે સમયે અસંખ્યાત કે અનંત જીવોની ઉત્પત્તિ થાય છે. ઘણા જીવો વિગ્રહગતિમાં અને અપર્યાપ્તાવસ્થામાં હોય જ છે, તેથી ઔદારિકમિશ્ર પ્રયોગી અને કાર્યણ કાયપ્રયોગી જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે.
વાયુકાયિક જીવોમાં કેટલાક જીવોને વૈક્રિયલબ્ધિ હોય છે. તેમ છતાં વૈક્રિયલબ્ધિનો પ્રયોગ કરનાર અસંખ્યાત જીવો હંમેશાં હોય જ છે, તેથી વૈક્રિય કાયપ્રયોગી અને વૈક્રિયમિશ્ર કાયપ્રયોગી જીવો પણ સદાકાલ પ્રાપ્ત થાય છે.
આ રીતે વાયુકાયને છોડીને શેષ ચાર સ્થાવરમાં ત્રણ પ્રયોગ અને વાયુકાયમાં પાંચ પ્રયોગ શાશ્વત છે, અશાશ્વત પ્રયોગ નથી; તેથી તેમાં અન્ય વિકલ્પ–ભંગ હોતા નથી.
વિકલેન્દ્રિયોમાં પ્રયોગ-ભંગ:
११ बेइंदिया णं भंते ! किं ओरालियसरीरकायप्पओगी जाव कम्मासरीरकायप्पओगी? गोयमा ! बेइंदिया सव्वे वि ताव होज्जा असच्चामोसवइप्पओगी वि ओरालियसरीरकार्य प्पओगी वि ओरालियमीससरीरकायप्पओगी वि; अहवेगे कम्मासरीरकायप्पओगी य; अहवेगे कम्मासरीरकायप्पओगिणो य । एवं जाव चउर्रिदिया ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! બેઇન્દ્રિય જીવો શું ઔદારિકશરી૨કાય પ્રયોગી છે યાવત્ કાર્પણ શરીર કાયપ્રયોગી છે ?
ઉત્તર– હે ગૌતમ ! કોઈ સમયે બધા બેઇન્દ્રિય જીવો અસત્યામૃષા વચનપ્રયોગી, ઔદારિક શરીર કાયપ્રયોગી અને ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી હોય છે. (આ ત્રણ યોગવાળા બેઈન્દ્રિય જીવો હંમેશાં હોય છે.) ક્યારેક તે ત્રણ પ્રયોગી બેઇન્દ્રિય સાથે એક બેઇન્દ્રિય કાર્મણ શરીરકાય પ્રયોગી પણ હોય છે અને ક્યારેક ઘણા બેઇન્દ્રિયો કાર્પણશરીર કાયપ્રયોગી પણ હોય છે.
તે જ રીતે તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોની પ્રયોગ સંબંધી વક્તવ્યતા પણ સમજવી જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વિકલેન્દ્રિય જીવોના પ્રયોગ સંબંધી ભંગોનું કથન છે.
વિકલેન્દ્રિય જીવોમાં વ્યવહાર વચનપ્રયોગ, ઔદારિકકાયપ્રયોગ, ઔદારિકમિશ્ર કાયપ્રયોગ અને