________________
સોળમું પદ : પ્રયોગ
વૈક્રિયમિશ્ર કાયપ્રયોગી શાશ્વત ઃ– નારકી–દેવોને જન્મથી જ વૈક્રિય શરીર હોય છે. સામાન્ય રીતે તેનીપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયકાયપ્રયોગ અને અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયમિશ્રકાયપ્રયોગહોય છે. નારકી
અને દેવોની ઉત્પત્તિના વિરહકાલમાં અપર્યાપ્ત જીવો હોતા નથી.તેમ છતાં આ સૂત્રમાં વૈક્રિયમિશ્રકાય પ્રયોગને શાશ્વત કહ્યો છે, તે આ પ્રમાણે સમજવો—યપિ દ્વાવણમુપૂર્તિો તત્પુષપાતવિરહાાિયાપિ, तदानीमपि उत्तरवैक्रियारम्भिणः संभवन्ति, उत्तरवैक्रियारम्भे च भवधारणीयं वैक्रियमिश्रं, तद्द्बलेनोत्तरवैक्रियारम्भात् भवधारणीय प्रवेशे चोत्तरवैक्रियमिश्र, उत्तरवैक्रियबलेन भवधारणीये प्रवेशात् ।
૩૧૯
પર્યાપ્તા નારકી અને દેવો ઉત્તરવૈક્રિય શરીર બનાવવાનો પ્રારંભ કરે ત્યારે નવા વૈક્રિય વર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ કરેછે. તે પુદ્ગલોનું ભવધારણીય શરીરના પુદ્ગલો સાથે મિશ્રણ થતું હોવાથી ત્યારે વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ હોય છે. તે જ રીતે ઉત્તરવૈક્રિયમાંથી ભવધારણીય શરીરમાં પ્રવેશ કરે ત્યારે પણ ઉત્તરવૈક્રિય અને ભવધારણીયનું મિશ્રણ થતું હોવાથી વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ હોયછે. આ રીતે ઉત્તર વૈક્રિય શરીર બનાવવાના પ્રારંભ સમયે અને છોડવાના સમયે નારકી અને દેવોને વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ હોય છે. નારકી દેવોમાં વૈક્રિયલબ્ધિપ્રયોગ કરનારા જીવો હંમેશાં પ્રાપ્ત થતાં હોવાથી વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ શાશ્વત છે. શ્રીભગવતીસૂત્ર શતક–૮–૧ સૂત્ર ૫૯માં નારકી અને દેવોની અપર્યાપ્તાવસ્થામાં જ વૈક્રિયમિશ્ર કાયયોગનું કથન છે. તેમ છતાં પ્રસ્તુતસૂત્રમાં વિશિષ્ટ અપેક્ષાએ નારકી-દેવોમાં વૈક્રિયમિશ્રકાયપ્રયોગને તેના ઉત્તરવૈક્રિયની અપેક્ષાએ શાશ્વત કહ્યો છે. ભગવતી સૂત્રમાં તે અપેક્ષાને નગણ્ય(ગૌણ)કરવામાં આવી છે. કાર્મણ પ્રયોગ અશાશ્વત :- કાર્મણ કાયપ્રયોગ જન્મસમયે વિગ્રહગતિમાં હોય છે. નારકી-દેવોની ઉત્પત્તિના વિરહકાલમાં વિગ્રહગતિના જીવો હોતા નથી અને ઉત્પત્તિનો વિરહકાલ પૂર્ણ થાય ત્યારે એક જીવ ઉત્પન્ન થાય તો એક કાર્મણ કાયપ્રયોગી અને ક્યારેક અનેક જીવો ઉત્પન્ન થાય તો અનેક કાર્મણ કાયપ્રયોગી જીવો હોય છે. આ રીતે નારકી-દેવોમાં ચાર મનના, ચાર વચનના તથા વૈક્રિય કાયપ્રયોગી અને વૈક્રિયમિશ્ર કાયપ્રયોગી, તે દશ પ્રયોગવાળા જીવો શાશ્વતા છે અને એક કાર્મણ કાયપ્રયોગી જીવો અશાશ્વતા છે. શાશ્વત—અશાશ્વત પ્રયોગી ભંગ :– અસંયોગી ૧ ભંગ-(૧) સર્વ જીવો દશપ્રયોગી. દ્વિસંયોગીના બે ભંગ– (૧) દશપ્રયોગી ઘણા જીવો + કાર્મણ કાયપ્રયોગી એક જીવ (૨) દશપ્રયોગી ઘણા જીવો + કાર્પણ કાયપ્રયોગી અનેક જીવો. કુલ ૧+૨ = ૩ ભંગ થાય છે.
એકેન્દ્રિયોમાં પ્રયોગ ભંગઃ
१० पुढविकाइया णं भंते ! किं ओरालियसरीरकायप्पओगी ओरायलियमीससरीरकायप्पओगी कम्मासरीरकायप्पओगी ?
गोयमा ! पुढविकाइया णं ओरालियसरीरकायप्पओगी वि ओरालियमीससरीरकायप्पओगी वि कम्मासरीरकायप्पओगी वि । एवं जाव वणस्सइकाइयाणं । णवरंवाउक्काइया वेडव्वियसरीरकायप्पओगी वि वेडव्वियमीससरीरकायप्पओगी वि ।
I
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવો શું ઔદારિક શરીર કાયપ્રયોગી છે, ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી છે કે કાર્મણ શરીર કાયપ્રયોગી છે ?
ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવો ઔદારિક શરીર કાયપ્રયોગી હોય છે, ઔદારિકમિશ્ર શરીર કાયપ્રયોગી હોય છે અને કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે.