________________
[ ૩૧૮ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
સમુચ્ચય જીવોમાં અશાશ્વત બે પ્રયોગ– સમુચ્ચય જીવોમાં આહારક કાયપ્રયોગ અને આહારકમિશ્ર કાયપ્રયોગ અશાશ્વત છે, કારણ કે લોકમાં આહારકશરીરી જીવો હંમેશાં હોતા નથી. ચૌદપૂર્વધારી આહારક લબ્ધિવાન મનુષ્યો આહારક લબ્ધિનો પ્રયોગ ક્યારેક જ કરે છે. તેથી તેનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ છે માસનો વિરહકાલ છે. તે સમય દરમ્યાન લોકમાં એકે ય આહારક શરીર હોતું નથી, તેથી જ આહારક કાયપ્રયોગ અને આહારકમિશ્ર કાયપ્રયોગ ક્યારેક હોય છે અને ક્યારેક આ બંને પ્રયોગ હોતા નથી. આ રીતે ૧૩ શાસ્વત પ્રયોગનો એક ભંગ અને ક્યારેક થતા બે અશાશ્વત પ્રયોગોના સંયોગથી ૮ ભંગ, એમ કુલ ૯ ભંગ સમુચ્ચય જીવના સૂત્રમાં કહ્યા છે. શાશ્વત અશાસ્વત પ્રયોગી ભંગ– અસંયોગી એક ભંગ–સર્વ જીવો તેર પ્રયોગવાળા હોય છે. ચાર હિંસયોગીભંગ-(૧) તેર પ્રયોગી ઘણા જીવો અને આહારક કાયપ્રયોગી એક જીવ. (૨) તેર પ્રયોગી ઘણા જીવો અને આહારક કાયપ્રયોગી પણ ઘણા જીવો. (૩) તેર પ્રયોગી ઘણા જીવો અને આહારક મિશ્રપ્રયોગી એક જીવ.(૪) તેર પ્રયોગી ઘણા જીવો અને આહારકમિશ્ર કાયપ્રયોગી પણ ઘણા જીવો. ચાર ત્રિસંયોગી ભગ– (૧) તેર પ્રયોગી ઘણા જીવો અને એક આહારક કાયપ્રયોગી + એક આહારક મિશ્રકાયપ્રયોગી. (૨) તેર પ્રયોગી ઘણા જીવો અને એક આહારક કાયપ્રયોગી + અનેક આહારક મિશ્રકાયપ્રયોગી. (૩) તેર પ્રયોગી ઘણા જીવો અને અનેક આહારક કાયપ્રયોગી + એક આહારક મિશ્રકાયપ્રયોગી. (૪) તેર પ્રયોગી ઘણા જીવો અને અનેક આહારક કાયપ્રયોગી + અનેક આહારક મિશ્રકાયપ્રયોગી. આ રીતે કુલ સમુચ્ચય જીવોમાં પ્રયોગ સંબંધી ૧+૪+ ૪ = ૯ ભંગ થાય છે. નૈરયિકો અને ભવનપતિ દેવોમાં પ્રયોગ ભંગઃ - | ९ णेरइया णं भंते ! किं सच्चमणप्पओगी जाव किं कम्मासरीरकायप्पओगी?
गोयमा !णेरइया सव्वे विताव होज्जा सच्चमणप्पओगी विजाव वेउव्वियमीसासरीरकायप्पओगी वि; अहवेगे य कम्मासरीकायप्पओगी य; अहवेगे य कम्मासरीरकायप्पओगिणो य । एवं असुरकुमारा वि जाव थणियकुमारा वि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક સત્ય મનપ્રયોગી હોય છે કે વાવત્ કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! બધા સત્યમનપ્રયોગી હોય છે વાવત વૈક્રિયમિશ્ર શરીર કાયપ્રયોગી હોય છે; અથવા (ક્યારેક) ૧. કોઈ એક નૈરયિક કાર્પણ શરીરકાય પ્રયોગી પણ હોય છે, ૨. અથવા (ક્યારેક) અનેક નૈરયિકો કાર્મણશરીર કાયપ્રયોગી હોય છે. આ જ રીતે અસુરકુમારોથી સ્વનિતકુમાર સુધીના દેવોની પ્રયોગ પ્રરૂપણા પણ જાણવી જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં નારકી અને ભવનપતિ દેવોમાં શાશ્વત-અશાશ્વત પ્રયોગના ભંગોનું કથન છે. શાશ્વત દશ પ્રયોગ - નારકી અને દેવોમાં ચાર મનના પ્રયોગ, ચાર વચનના પ્રયોગ, વૈક્રિયકાયપ્રયોગ, વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ અને કાર્મણકાયપ્રયોગ, તે અગિયારપ્રયોગ હોય છે. તેમાંથી કાર્પણ કાયપ્રયોગને છોડીને શેષ દશ પ્રયોગવાળા અનેક જીવો હંમેશાં હોય છે, તેથી તે દશ પ્રયોગ શાશ્વત છે.