________________
| સોળમું પદઃ પ્રયોગ
[ ૩૧૭ ]
સમુચ્ચય જીવોમાં પ્રયોગ ભંગ:८ जीवा णं भंते ! किं सच्चमणप्पओगी जाव किं कम्मासरीरकायप्पओगी?
गोयमा ! जीवा सव्वे विताव होज्जा सच्चमणप्पओगी वि जाववेउव्वियमीसासरीरकायप्पओगी वि कम्मासरीरकायप्पओगी वि; अहवेगे आहारगसरीरकायप्पओगी य, अहवेगे आहारगसरीरकायप्पओगिणो य, अहवेगे आहारग मीसासरीरकायप्पओगी य, अहवेगे आहारगमीसासरीरकायप्पओगिणो य, चउभंगो।
अहवेगे आहारगसरीरकायप्पओगी य आहारगमीसा सरीरकायप्पओगी य, अहवेगे आहारगसरीरकायप्पओगी य आहारगमीसासरीर कायप्पओगिणो य, अहवेगे आहारगसरीरकायप्पओगिणो य आहारगमीसासरीरकायप्पओगी य, अहवेगे आहारगसरीकायप्पओगिणो य आहारगमीसासरीरकायप्पओगिणो य । एएजीवाणं अट्ठभंगा। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! જીવો સત્ય મનપ્રયોગી હોય છે કે યાવત કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે? ઉત્તર- હે ગૌતમ! (૧) કોઈ સમયે સર્વ જીવો સત્યમનપ્રયોગી થાવ વૈક્રિયમિશ્ર શરીરકાય પ્રયોગી અને કાશ્મણ શરીરકાય પ્રયોગી હોય છે. (આ રીતે તેર પ્રયોગવાળા જીવો હંમેશાં હોય છે.) તેર પ્રયોગી ઘણા જીવો સાથે દ્વિસંયોગીના ૪ ભંગ- (૧) ક્યારેક તેર પ્રયોગી જીવોમાંથી એક જીવ આહારક શરીર કાયપ્રયોગી પણ હોય છે, (૨) ક્યારેક તેમાં ઘણા જીવો આહારકશરીર કાયપ્રયોગી પણ હોય છે, (૩) ક્યારેક તે તેરા પ્રયોગી જીવોમાંથી એક જીવ આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી પણ હોય છે, (૪) ક્યારેક તેમાં ઘણા જીવો આહારક મિશ્ર શરીર કાયપ્રયોગ પણ હોય છે. આ ચાર ભંગ દ્વિસંયોગીના થાય છે.
તેર પ્રયોગી ઘણા જીવો સાથે ત્રણ સંયોગીના ચાર ભંગ- (૧) ક્યારેક તેરપ્રયોગી જીવોમાંથી એક જીવ આહારક શરીર કાયપ્રયોગી અને એક જીવ આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી હોય છે, (ર) ક્યારેક તેમાં એક જીવ આહારક શરીર કાયપ્રયોગી અને ઘણા આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી હોય છે, (૩) ક્યારેક તેમાં ઘણા આહારક શરીર કાયપ્રયોગી અને એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી હોય છે, (૪) ક્યારેક તેમાં ઘણા આહારક શરીરકાયપ્રયોગી અને ઘણા આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી પણ હોય છે. આ ચાર ત્રિસંયોગી ભંગ થાય છે. આ રીતે સમુચ્ચય જીવોના અશાશ્વત આઠ ભંગ થાય છે. તેમાં તેર પ્રયોગનો પ્રથમ શાશ્વત ભંગ ઉમેરતાં કુલ નવ ભંગ થાય છે.) વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમુચ્ચય જીવોમાં પ્રાપ્ત થતા પંદર પ્રકારના પ્રયોગના ૯ ભંગોનું કથન છે. સમુચ્ચય જીવોમાં શાસ્વત તેર પ્રયોગ:- સમુચ્ચય જીવોમાં ચારે ગતિના જીવોનો સમાવેશ થાય છે. તેમાં (૧-૧૦)સંજ્ઞી જીવોની અપેક્ષાએ ચાર મનના, ચાર વચનના, વૈક્રિય અને વૈક્રિયમિશ્રકાયપ્રયોગી જીવો લોકમાં શાશ્વત છે.(૧૧-૧૨) મનુષ્ય અને તિર્યંચના દસ દંડકોની અપેક્ષાએ દારિકઅને ઔદારિકમિશ્રપ્રયોગી જીવો શાશ્વત છે. (૧૩) પાંચ સ્થાવર જીવોમાં ઉત્પત્તિનો વિરહ નથી, તેની અપેક્ષાએ કાર્મણપયોગી જીવો શાશ્વત છે. આ રીતે સંસારના સર્વ જીવોની અપેક્ષાએ સમુચ્ચયજીવમાં સર્વ મળીને ૧૩ પ્રયોગ શાશ્વત થાય છે.