________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨
નારકી દેવતા નારકી અને દેવો સંજ્ઞી પંચેન્દ્રિય છે અને વૈક્રિય શરીર ધારી છે તેથી તેમાં ચાર મનના, ચાર વચનના અને વૈક્રિય કાયપ્રયોગ, વૈક્રિયમિશ્રકાયપ્રયોગ,કાર્યણકાયપ્રયોગ તે ત્રણ કાયાના પ્રયોગ કુલ ૪+૪+ ૩ - ૧૧ પ્રયોગ હોય છે. નારકી દેવોને ઔદારિક શરીર અને આહારશરીર નથી, તેથી તેના ૪ પ્રયોગો હોતા નથી. પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ– આ ચાર સ્થાવર જીવો એકેન્દ્રિય હોવાથી તેમાં મન કે વચનના પ્રયોગ નથી અને તે જીવો ઔદારિક શરીરી હોવાથી તેમાં ઔદારિક કાયપ્રયોગ, ઔદારિકમિશ્ર કાયપ્રયોગ અને કાર્મણ કાયપ્રયોગ, આ ત્રણ પ્રયોગ હોય છે.
૩૧
વાયુકાય- ત્રસનાડીમાં રહેલા કેટલાક બાદર પર્યાપ્ત વાયુકાયિક એકેન્દ્રિય જીવોમાં વૈક્રિયલબ્ધિ હોય છે. તેથી તેમાં ઉપરોકત ત્રણ પ્રયોગ ઉપરાંત વૈક્રિય કાયપ્રયોગ અને વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ પણ હોય છે તેથી કુલ ૩+૨ – ૫ પ્રયોગ હોય છે.
ત્રણ વિકલેન્દ્રિય– તે જીવો અસંશી છે, તેથી તેમાં મનપ્રયોગ નથી તેમજ સત્ય,અસત્ય આદિ કોઈ ચોક્કસ ભાષાપ્રયોગ ન હોવાથી તે જીવોને એક વ્યવહાર વચનપ્રયોગ જ હોય છે. ઔદારિક શરીરી હોવાથી તેને ઔદારિક કાયપ્રયોગ, ઔદારિકમિશ્ર કાયપ્રયોગ તથા કાર્મણ કાયપ્રયોગ, આ ત્રણ કાયાના પ્રયોગ હોય છે. આ રીતે કુલ ૧+૩ - ૪ પ્રયોગ હોય છે. =
તિર્યંચ પંચેન્દ્રિય– સંશી અને અસંશી બંને પ્રકારના જીવોનો સમાવેશ થતો હોવાથી તિર્યંચ પંચેન્દ્રિયમાં સામાન્ય રીતે ચાર મનના, ચાર વચનના પ્રયોગ હોય છે, તે જીવો ઔદારિક શરીરી છે અને તેમાં કેટલાક જીવોને વૈક્રિયલબ્ધિ પણ હોય છે. તેથી તેમાં ઔદારિક કાયપ્રયોગ, ઔદારિક મિશ્ર કાયપ્રયોગ, વૈક્રિય કાયપ્રયોગ,વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ અને કાર્પણ કાયપ્રયોગ, આ પાંચ કાયપ્રયોગ હોય છે, આ રીતે કુલ ૪+૪+૫ = ૧૩ પ્રયોગ હોય છે.
મનુષ્ય- સંજ્ઞી અને અસંજ્ઞી બંને પ્રકારના મનુષ્યોનો અહીં સમાવેશ થાય છે. કેટલાક સંશી મનુષ્યોમાં વૈક્રિયલબ્ધિ હોય છે અને કેટલાક મનુષ્યોને આહારક લબ્ધિ હોયછે. તેથી મનુષ્યોમાં ચાર મનના + ચાર વચનના અને + સાત કાયાના કુલ પંદર પ્રયોગ હોય છે. ૨૪ દંડકમાં પ્રયોગ ઃ
જીવ પ્રકાર નારદી-દેવતા પૃથ્વી, પાણી, અગ્નિ વનસ્પતિ
વાયુકાય
ત્રણ વિકલેન્દ્રિય મંદી નિયંચ પીન્દ્રિય
સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય
સંપૂર્ણિમ મનુષ્ય યુગલિક મનુષ્ય કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય
કુલ પ્રોગ
૧૧
૩
૫
૪
૧૩
૩
૧૧
૧૫
વિવરણ
મનના–૪,વચનના–૪,કાયાના—૩,વૈક્રિય,વૈક્રિય મિશ્ર,કાર્મણ કાયપ્રયોગ કાપાના—૩, ઔદારિક, ઔદારિક મિશ્ર અને કાર્મણ કાયપ્રયોગ.
કાયાના—૫,ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર અને કાર્પણ. વ્યવહાર વચનપ્રયોગ, ઔદારિક, ઔદારિક મિશ્રા અને કાર્મણ કાર્યપ્રયોગ.
મનના–૪, વચનના–૪ અને કાયાના—પ ઉપરવત્.
કાપાના-૩, ઔદારિક, ઔદારિક મિશ્ર અને કાર્મણ કાપ્રયોગ
મનના-૪, વચનના ૪ ઔદારિક, ઔઘરિક મિશ્ર અને કાર્યલકાયપ્રયોગ.
મનના–૪, વચનના–૪ અને કાયાના—૭, સર્વે પ્રયોગ.