________________
| સોળમું પદઃ પ્રયોગ
[ ૩૧૩ ]
સપદાર્થોની અનેકાંતરૂપ યથાર્થ વિચારણા, તે સત્ય મનપ્રયોગ છે. (ર) અસત્ય મનપ્રયોગ :- સત્યથી વિપરીત અર્થાત્ સંસાર તરફ લઈ જનારી; પ્રાણીઓને માટે અહિતકારી વિચારણા અને જીવાદિ તત્ત્વો સંબંધી એકાંત મિથ્યા વિચારણા, તે અસત્ય મનપ્રયોગ છે. (૩) મિશ્ર મનપ્રયોગ :- વ્યવહારથી સત્ય હોવા છતાં પણ જે વિચાર નિશ્ચયથી પૂર્ણ સત્ય ન હોય અર્થાત્ સત્ય અને અસત્યથી મિશ્રિત વિચારણા, તે મિશ્ર મનપ્રયોગ છે. (૪) વ્યવહાર મનપ્રયોગ – જે વિચાર સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય, જેનો માત્ર વ્યવહારમાં ઉપયોગ થતો હોય, તેવી વિચારણા વ્યવહાર મનપ્રયોગ છે. સંજ્ઞી જીવોમાં ચારે પ્રકારના મનપ્રયોગ હોય છે. (૫) સત્ય વચનપ્રયોગ () અસત્ય વચનપ્રયોગ (૭) મિશ્ર વચનપ્રયોગ (૮) વ્યવહાર વચન પ્રયોગ :- તેનું સ્વરૂપ મનપ્રયોગની સમાન સમજવું જોઈએ. મનપ્રયોગમાં કેવલ વિચાર માત્રનું ગ્રહણ છે અને વચનપ્રયોગમાં વાણીનું ગ્રહણ છે. વાણી દ્વારા ભાવોને પ્રગટ કરવા તે વચનપ્રયોગ છે. સંજ્ઞી જીવોમાં આ ચાર પ્રકારના વચનપ્રયોગ હોય છે અને વિકસેન્દ્રિય જીવોમાં એક વ્યવહાર વચન પ્રયોગ હોય છે. (૯) ઔદારિક કાયપ્રયોગ:- કાયનો અર્થ છે સમૂહ. ઔદારિક શરીર, ઔદારિક શરીર યોગ્ય પુગલ સ્કંધોના સમૂહરૂપ હોવાથી “ઔદારિકકાય” કહેવાય છે, તેનાથી થતો વ્યાપાર તે ઔદારિક કાયપ્રયોગ છે. આ યોગ મનુષ્ય અને તિર્યચોમાં હોય છે. (૧૦) ઔદારિક મિશ્ર કાયપ્રયોગ – દારિક અને કાર્મણ, ઔદારિક અને વૈક્રિય, ઔદારિક અને આહારક, આ બે-બે શરીર દ્વારા થતા વીર્યશક્તિના પ્રયોગને ઔદારિક મિશ્ર કાયપ્રયોગ કહે છે. તે યોગ જન્મના પ્રથમ સમયથી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી સર્વ ઔદારિકશરીરધારી જીવોને હોય છે. લબ્ધિધારી મનુષ્યો અને તિર્યંચો જ્યારે વૈક્રિયશરીરનો ત્યાગ કરે અને લબ્ધિધારી મુનિ જ્યારે આહારક શરીરનો ત્યાગ કરે ત્યારે ઔદારિક મિશ્ર કાયપ્રયોગ હોય છે. કેવલી ભગવાન જ્યારે કેવલી સમુઘાત કરે ત્યારે બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિક મિશ્ર કાયપ્રયોગ હોય છે. (૧૧) વૈલિય કાયપ્રયોગ-વૈક્રિય શરીર દ્વારા થતો વીર્યશક્તિનો પ્રયોગ તે વૈક્રિય કાયપ્રયોગ કહેવાય છે. તે દેવ અને નારકીઓને હોય છે. મનુષ્યો અને તિર્યંચો વૈક્રિયલબ્ધિથી વૈક્રિયશરીર બનાવી લે તત્પશ્ચાત્ વૈક્રિય કાયપ્રયોગ થાય છે. (૧ર) વૈકિયમિશ્ર કાયપ્રયોગ:- વૈક્રિય અને કાર્મણ, વૈક્રિય અને ઔદારિક, આ બે શરીર દ્વારા થતા વીર્યશક્તિના પ્રયોગને વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ કહે છે. વૈક્રિય અને કાર્પણ સંબંધી વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ દેવો તથા નારકીઓને જન્મના સમયથી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે અને મનુષ્યો અને તિર્યંચો જ્યારે લબ્ધિજન્ય વૈક્રિય શરીર બનાવે ત્યારે વૈક્રિય અને ઔદારિક આ શરીર દ્વારા થતો વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ, હોય છે. (૧૩) આહારક કાયપ્રયોગ :- આહારક શરીરની સહાયતાથી થતાં વીર્યશક્તિના પ્રયોગને આહારક કાયપ્રયોગ કહે છે. તે ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયતને હોય છે. આહારક લબ્ધિપ્રયોગનો પ્રારંભ પ્રમત્તાવસ્થામાં જ થાય છે પરંતુ આહારક શરીર બની જાય પછી કદાચિત્ થોડીક ક્ષણો અપ્રમત્ત અવસ્થા પણ આવી શકે છે. (૧૪) આહારક મિશ્ર કાયપ્રયોગ :- આહારક અને ઔદારિક આ શરીરો દ્વારા થતા વીર્યશક્તિના પ્રયોગને આહારક મિશ્ર કાયપ્રયોગ કહે છે. ચૌદપૂર્વધર મુનિ આહારક શરીર બનાવવાનો પ્રારંભ કરે