________________
[ ૩૧૨ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
– સોળમું પદ: પ્રયોગો PETITZELETTE પ્રયોગ અને તેના પ્રકાર :| १ कइविहे णं भंते ! पओगे पण्णत्ते ?
गोयमा ! पण्णरसविहे पण्णत्ते, तं जहा- सच्चमणप्पओगे, मोसमणप्पओगे, सच्चामोस मणप्पओगे, असच्चामोसमणप्पओगे, एवं वइप्पओगे वि चउहा, ओरालियसरीरकायप्पओगे, ओरालियमीसासरीरकायप्पओगे, वेउव्वियसरीरकायप्पओगे, वेउव्वियमीसासरीरकायप्पओगे, आहारग-सरीरकायप्पओगे, आहारगमीसासरीरकायप्पओगे, कम्मासरीरकायप्पओगे । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! પ્રયોગના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ! પ્રયોગના પંદર પ્રકાર છે, તે આ પ્રમાણે– (૧) સત્ય મનપ્રયોગ, (૨) અસત્ય (મૃષા) મનપ્રયોગ, (૩) સત્યમૃષા (મિશ્ર) મનપ્રયોગ, (૪) અસત્યામૃષા (વ્યવહાર) મનપ્રયોગ, આ રીતે વચન પ્રયોગના પણ ચાર પ્રકાર છે. યથા– (૫) સત્યભાષાપ્રયોગ, () અસત્ય ભાષા પ્રયોગ, (૭) સત્યમૃષા ભાષા પ્રયોગ, (૮) અસત્યામૃષા ભાષા પ્રયોગ, કાય પ્રયોગના સાત પ્રકાર છે (૯) ઔદારિક શરીર કાયપ્રયોગ, (૧૦) ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગ, (૧૧) વૈક્રિય શરીર કાયપ્રયોગ, (૧૨) વૈક્રિય મિશ્ર શરીર કાયપ્રયોગ, (૧૩) આહારક શરીર કાયપ્રયોગ, (૧૪) આહારક મિશ્ર શરીર કાયપ્રયોગ અને (૧૫) કાર્પણ શરીર કાયપ્રયોગ. વિવેચન :
આ સૂત્રમાં પંદર પ્રકારના પ્રયોગોનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રયોગ:- wઉપસર્ગ પૂર્વક' યુનું ધાતુથી ' પ્રયોગ' શબ્દ નિષ્પન્ન થાય છે. તેના સ્વરૂપને નિમ્ન પ્રકારે સમજી શકાય છે. (૧) જેના દ્વારા આત્મા પ્રકર્ષપણે(ઉત્કૃષ્ટપણે) ક્રિયાઓથી યુક્ત-સંબંધિત થાય તે પ્રયોગ છે. (૨) જીવોની કર્મગ્રહણમાં કારણ રૂપ શક્તિને પ્રયોગ કહે છે (૩) જેના દ્વારા આત્મા સાંપરાયિક કે ઐયંપથિક કર્મબંધથી સંબંધિત થાય, તેને પ્રયોગ કહે છે. જીવ દ્વારા થતાં પુદ્ગલોના પરિણમન અને પુદગલ ગ્રહણના સાધનને પ્રયોગ કહે છે. (૪) વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી થતાં આત્મપ્રદેશોના પરિસ્પંદનને પ્રયોગ કહે છે. શ્રી ભગવતી સૂત્રના પચીસમા શતકમાં ‘યોગ' શબ્દનો પ્રયોગ છે અને તે જ યોગ માટે અહીં પ્રયોગ શબ્દ પ્રયુક્ત છે.
તે પ્રયોગના મુખ્ય ત્રણ પ્રકાર છે. મનોપ્રયોગ, વચનપ્રયોગ અને કાયપ્રયોગ. આત્મપ્રદેશોના પરિસ્પંદનમાં મન, વચન કે કાયા નિમિત્ત ભૂત થાય છે. તેમજ તે ત્રણે ય પુગલ ગ્રહણ કરવામાં સાધન રૂપ છે. આ મુખ્ય ત્રણ પ્રયોગના ૧૫ પ્રભેદ છે જે ભાવાર્થમાં દર્શાવ્યા છે. તે ૧૫ પ્રયોગોનું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) સત્ય મનપ્રયોગ – પ્રાણીમાત્રને માટે હિતકારી વિચારણા, મોક્ષ તરફ લઈ જનારી વિચારણા અને