________________
| સોળમું પદઃ પ્રયોગ
[ ૩૧૧]
નારકી અને દેવતામાં– ઉપપાત વિરહકાલમાં કાર્મણકાય પ્રયોગ કરનારા જીવો હોતા નથી, તેથી અગિયાર પ્રકારના પ્રયોગમાંથી એક કાર્પણ કાયયોગ અશાશ્વત છે અને શેષ દશ પ્રયોગ શાશ્વત છે. પાંચ સ્થાવર જીવોમાં તે જીવોમાં પ્રાપ્ત થતા સર્વપ્રયોગ(ત્રણ કે પાંચે પ્રયોગ) શાશ્વત છે. ત્રણ વિકલેજિયમાં– ચાર પ્રકારના પ્રયોગમાંથી ઉપપાત વિરહકાલની અપેક્ષાએ કાર્પણ કાયપ્રયોગ અશાશ્વત અને શેષ ત્રણ પ્રયોગ શાશ્વત છે. તિયચ પંચેન્દ્રિયમાં તેર પ્રકારના પ્રયોગમાંથી એક કાર્પણ કાયપ્રયોગ અશાશ્વત છે અને શેષ બાર પ્રયોગ શાશ્વત છે. મનુષ્યોમાં– પંદર પ્રકારના પ્રયોગમાંથી ઔદારિક મિશ્ર કાયપ્રયોગ, કાર્પણ કાયપ્રયોગ, આહારક કાયપ્રયોગ અને આહારક મિશ્નકાય પ્રયોગ; એ ચાર પ્રયોગ અશાશ્વત છે અને શેષ અગિયાર પ્રયોગ શાશ્વત છે.
જે દંડકમાં શાશ્વત અને અશાશ્વત બંને પ્રકારના પ્રયોગો પ્રાપ્ત થતાં હોય ત્યાં સુત્રકારે તેના અસંયોગી, દ્વિસંયોગી આદિ વિકલ્પો–ભંગોનું કથન કર્યું છે. ગતિ પ્રપાત - ગતિના પાંચ પ્રકાર છે– (૧) પ્રયોગગતિ, (૨) તતગતિ, (૩) બંધન છેદન ગતિ, (૪) ઉપપાતગતિ અને (૫) વિહાયોગતિ.
પંદર પ્રકારના પ્રયોગને પ્રયોગગતિ કહે છે, ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે એક-એક કદમ ચાલવા રૂ૫ ગતિ તતગતિ કહે છે. શરીરના બંધન છૂટયા પછી થતી જીવની ગતિને બંધન છેદનગતિ કહે છે. ઉપપાત ગતિમાં નરકાદિ ચાર ભવોપપાત ગતિ, ક્ષેત્રોપપાત ગતિ અને નોભવોપપાત ગતિનું વર્ણન છે. આકાશથી સંબંધિત ગતિનેવિહાયોગતિ કહે છે અર્થાત્ ભવાંતરમાં ગમન કરતાં જીવની અને સ્કંધાંતરમાં જતાં પુલોની ગતિને વિહાયોગતિ કહે છે.
આ રીતે અનેક પ્રકારની ગતિઓનું આ પદમાં ભેદ-પ્રભેદપૂર્વક વર્ણન છે.