________________
[ ૩૧૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
સોળમું પદ & ક ક ક /
પરિચય S S
% છે એક
આ પદનું નામ પ્રયોગપદ છે.
મન, વચન અને કાયાના માધ્યમથી થનારા આત્માના વ્યાપારને(પ્રવૃત્તિને) પ્રયોગ કહે છે. મન, વચન અને કાયા આ ત્રણ યોગ યુગલનું જ પરિણમન છે. તથાપ્રકારના કર્મના ઉદયે જીવ મનોવર્ગણાને ગ્રહણ કરી, તેને મન રૂપે પરિણાવીને માનસિક વિચાર રૂપ ક્રિયા કરે છે. આ જ રીતે ભાષા વર્ગણાના માધ્યમથી વચનની ક્રિયા અને શરીર વર્ગણાના માધ્યમથી કાયાની ક્રિયા થાય છે. સંક્ષેપમાં ત્રણે ય યોગ પુગલજન્ય હોવા છતાં તેમાં આત્મપુરુષાર્થ અનિવાર્ય છે. તેથી જ સર્વ યોગોની પ્રવૃત્તિને “ આત્મ યોગ કહે છે. આ પદમાં આત્મ યોગને પ્રયોગ કહીને તેના વિષયમાં અનેક દષ્ટિકોણથી વિચારણા કરી છે.
પ્રસ્તુત પદમાં પ્રતિપાદિત વિષય, બે વિભાગોમાં વિભાજિત થાય છે– (૧) પ્રયોગ અને તેના પ્રકાર તથા ચોવીસ દંડકોમાં પ્રાપ્ત થતાં પ્રયોગો અને તેમાં શાશ્વત, અશાશ્વત યોગનું નિરૂપણ (૨) ગતિ પ્રપાતના ભેદ-પ્રભેદો દ્વારા તેના સ્વરૂપનું નિરૂપણ.
પ્રયોગના પંદર ભેદ છે. યથા– (૧) સત્ય મનપ્રયોગ (૨) અસત્ય મનપ્રયોગ (૩) મિશ્ર મનપ્રયોગ (૪) વ્યવહાર મનપ્રયોગ તે ચાર મનપ્રયોગ છે, તે જ રીતે (પ-૮) ચાર વચનપ્રયોગ છે અને સાત કાયાના પ્રયોગ (૯) ઔદારિક કાયપ્રયોગ (૧૦) ઔદારિક મિશ્રકાયપ્રયોગ (૧૧) વૈક્રિયકાય પ્રયોગ (૧૨) વૈક્રિય મિશ્રકાયપ્રયોગ (૧૩) આહારક કાયપ્રયોગ (૧૪) આહારકમિશ્ર કાયપ્રયોગ અને (૧૫) કાર્મણકાય પ્રયોગ. આ રીતે કુલ ૪+૪+૭ = ૧૫ પ્રકારના પ્રયોગ થાય છે.
સમુચ્ચય જીવમાં પંદર પ્રકારના પ્રયોગ હોય છે. ચોવીસ દંડકના જીવોમાંથી નારકી–દેવતાને ચાર મનના પ્રયોગ, ચાર વચનના પ્રયોગ તથા વૈક્રિયકાય પ્રયોગ, વૈક્રિય મિશ્ર કાયપ્રયોગ અને કાર્પણ કાયપ્રયોગ, તે ત્રણ કાયના, એમ કુલ અગિયાર પ્રયોગ હોય છે. વાયુકાયને છોડીને શેષ ચાર સ્થાવર જીવોને ઔદારિક કાયપ્રયોગ, ઔદારિક મિશ્ર કાયપ્રયોગ અને કાર્પણ કાયપ્રયોગ, તે ત્રણ કાયાના પ્રયોગ હોય છે. વાયુકાયને પૂર્વોક્ત ત્રણ અને વૈક્રિય કાયપ્રયોગ તથા વૈક્રિય મિશ્ર કાયપ્રયોગ સહિત પાંચ પ્રયોગ હોય છે. ત્રણ વિકલેન્દ્રિય જીવોને વ્યવહાર વચનપ્રયોગ, ઔદારિક કાયપ્રયોગ, ઔદારિકમિશ્ર કાયપ્રયોગ અને કાર્પણ કાયપ્રયોગ, આ ચાર પ્રયોગ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયને આહારકના બે પ્રયોગ છોડીને તેર પ્રયોગ અને મનુષ્યોને પંદરે પ્રયોગ હોય છે.
જે પ્રયોગવાળા જીવો હંમેશાં પ્રાપ્ત થાય, તેને શાશ્વત પ્રયોગ કહે છે અને જે પ્રયોગવાળા જીવો હંમેશાં ન હોય, એટલે ક્યારેક તેનો અભાવ થાય, તો તેને અશાશ્વત પ્રયોગ કહે છે. સમુચ્ચય જીવોમાં– આહારક શરીરનું અંતર ઉત્કૃષ્ટ છ મહિનાનું હોવાથી ક્યારેક આહારક કાયપ્રયોગ અને આહારક મિશ્રકાયપ્રયોગ કરનારા જીવો હોતા નથી, તેથી તે બંને પ્રકારના પ્રયોગ અશાશ્વત છે અને શેષ તેર પ્રકારના પ્રયોગો સમુચ્ચય જીવમાં શાશ્વત છે.