________________
'પંદર પદઃ ઇકિયઃ ઉદ્દેશક-૨
[ ૩૦૯ ]
ભાવાર્થ :- ઇન્દ્રિયપણે થતી ભાવેન્દ્રિયોનું કથન પણ પૂર્વવતુ જાણવું, તેમાં વિશેષતા એ છે કે તેની પુરસ્કૃત ભાવેન્દ્રિયો ત્રણ, છ, નવ, સંખ્યાત,અસંખ્યાત અથવા અનંત હોય છે.
- તે જ રીતે પ્રત્યેક નૈરયિકની ચૌરેન્દ્રિયપણે થતી ભાવેદ્રિયનું કથન પણ જાણવું, તેમાં વિશેષતા એ છે કે તેની પુરસ્કૃત ભાવેન્દ્રિયો ચાર, આઠ, બાર, સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત હોય છે. ८० एवं एए चेव चत्तारिगमा णेयव्वा जे चेव दविदिएसु । णवरं- तइयगमे जाणियव्वा जस्स जइ इंदिया ते पुरेक्खडेसु मुणेयव्वा । चउत्थगमे जहेव दव्वेंदिया जाव सव्वट्ठसिद्धगदेवाणं सव्वट्ठसिद्धगदेवत्ते केवइया भाविदिया अतीता? णत्थि, बद्धेल्लगा संखेज्जा, पुरेक्खडा णत्थि। ભાવાર્થ :- આ રીતે દ્રવ્યેન્દ્રિયોની સમાન ભાવેન્દ્રિયોમાં પણ વૈકાલિક ચાર આલાપક અહીં જાણવા જોઈએ. વિશેષતા એ છે કે તૃતીય આલાપકમાં જેને જેટલી ભાવેન્દ્રિયો હોય, તેને તેટલી પુરસ્કૃત ભાવેન્દ્રિયોની ગણના કરવી જોઈએ. ચતુર્થ આલાપકમાં દ્રવ્યન્દ્રિયની સમાન જ સર્વ કથન કરવું જોઈએ યાવત્ પ્રશ્નસર્વાર્થસિદ્ધ વિમાનના દેવોની સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે કેટલી અતીત ભાવેન્દ્રિયો થઈ છે? ઉત્તર- હે ગૌતમ! તેઓને અતીત ભાવેન્દ્રિયો નથી. બદ્ધ ભાવેન્દ્રિયો સંખ્યાત છે, પુરસ્કૃત ભાવેન્દ્રિયો નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં એકત્વ–બહુત્વની અપેક્ષાએ ૨૪ દંડકના જીવપણે પ્રાપ્ત થતી અતીત, બદ્ધ અને પુરસ્કૃત ભાવેન્દ્રિયોનું કથન કર્યું છે. જેમાં ત્રીજા આલાપકનું કથન પૂર્ણ કર્યા પછી ચોથા આલાપકનું કથન અતિદેશપૂર્વક કર્યું છે. ચાર આલાપક આ પ્રમાણે છે– (૧) ૨૪ દંડકના પ્રત્યેક જીવની સૈકાલિક ભાવેન્દ્રિયો, (૨) ૨૪ દંડકના અનેક જીવોની સૈકાલિક ભાવેન્દ્રિયો, (૩) ૨૪ દંડકના પ્રત્યેક જીવની ૨૪ દંડકમાં સૈકાલિક ભાવેન્દ્રિયો, (૪) ૨૪ દંડકના અનેક જીવોની ૨૪ દંડકમાં સૈકાલિક ભાવેન્દ્રિયો.
ભાવેન્દ્રિયોના પ્રથમ આલાપકનું કથન સૂત્ર ૭૧ થી ૭૫ સુધીમાં છે, બીજા આલાપકનું કથન સૂત્ર ૭૬માં છે, ત્રીજા આલાપકનું કથન સૂત્ર ૭૭ થી ૭૯ સુધીમાં છે અને સૂત્ર ૮૦માં ચોથા આલાપક માટે સંક્ષિપ્ત કથન છે.
II બીજો ઉદ્દેશક સંપૂર્ણ
II પંદરમું પદ સંપૂર્ણ II