________________
[ ૩૧૪]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ત્યારે તેને આહારક મિશ્ર કાયપ્રયોગ હોય છે અને આહારક શરીરનો ત્યાગ કરે ત્યારે તેને ઔદારિક મિશ્ર કાયપ્રયોગ હોય છે. (૧૫) કામણ કાયપ્રયોગ :- કેવળ કાર્મણ શરીરની સહાયતાથી થતાં વીર્યશક્તિના પ્રયોગને કાર્પણ કાયપ્રયોગ કહે છે. તે યોગવિગ્રહ ગતિમાં અનાહારક અવસ્થામાં સર્વ જીવોને હોય છે. કેવલી સમુદ્યાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયે અનાહારક અવસ્થામાં કેવલી ભગવાનને કાર્પણ કાયપ્રયોગ હોય છે.
કાર્પણ કાયપ્રયોગની જેમ તૈજસ કાયપ્રયોગને પૃથકુ સ્વીકાર્યો નથી કારણકે તૈજસ અને કાર્પણ બંને શરીર હંમેશાં સાથે જ હોય છે. બંનેનો વીર્ય શક્તિનો વ્યાપાર પણ સાથે જ થાય છે, તેથી કાર્પણ કાયપ્રયોગમાં તૈજસ કાયપ્રયોગનો સમાવેશ થઈ જાય છે.
પૂર્વોક્ત મન, વચન અને કાયાના પ્રયોગથી પરિણત યુગલ દ્રવ્યને ક્રમશઃ મનપ્રયોગ પરિણત પુદ્ગલ, વચન પ્રયોગ પરિણત પુદ્ગલ અને કાય પ્રયોગ પરિણત પુદ્ગલ કહે છે. સમુચ્ચય જીવ અને ચોવીશ દંડકોમાં પ્રયોગ - | २ जीवाणं भंते ! कइविहे पओगे पण्णत्ते? गोयमा ! पण्णरसविहे पओगे पण्णत्ते, तं जहा- सच्चमणप्पओगे जाव कम्मासरीरकायप्पओगे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવોને કેટલા પ્રકારના પ્રયોગ હોય છે?ઉત્તર– હે ગૌતમ! જીવોને પંદર પ્રકારના પ્રયોગ હોય છે, તે આ પ્રમાણે છે– સત્ય મનપ્રયોગ યાવત્ કાર્મણ શરીર પ્રયોગ. | ३ रइयाणं भंते ! कइविहे पओगे पण्णत्ते? गोयमा ! एक्कारसविहे पओगे पण्णत्ते, तं जहा- सच्चमणप्पओगे जाव असच्चामोसवइप्पओगे वेउव्वियसरीरकायप्पओगे, वेउव्विय मीससरीरकायप्पओगे, कम्मासरीरकायप्पओगे। एवं असुरकुमारण वि जावथणियुकुमाराणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારના પ્રયોગ હોય છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિકોને અગિયાર પ્રયોગ હોય છે, તે આ પ્રમાણે છે–(૧થી૮) સત્યમનપ્રયોગ યાવત્ અસત્યામૃષા- વચનપ્રયોગ, (૯) વૈક્રિય શરીર કાયપ્રયોગ (૧૦) વૈક્રિયમિશ્ર શરીર કાયપ્રયોગ અને (૧૧) કાર્મણ શરીર કાયપ્રયોગ.
આ રીતે અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધીના દેવોમાં અગિયાર પ્રકારના પ્રયોગ હોય છે. |४ पुढविक्काइयाणं णं भंते ! कइविहे पओगे पण्णत्ते ।
गोयमा! तिविहे पओगे पण्णत्ते, तं जहा- ओरालियसरीरकायप्पओगे, ओरालियमीसा-सरीरकायप्पओगे, कम्मासरीरकायप्पओगे । एवं जाव वणस्सइकाइयं, णवरं वाउक्काइयाणं पंचविहे पओगे पण्णत्ते, तं जहा- ओरालिय-सरीरकायप्पओगे, ओरालियमीसासरीर- कायप्पओगे, वेउव्विए दुविहे, कम्मासरीरकायप्पओगे य । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકોને કેટલા પ્રકારના પ્રયોગ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીકાયિકોને ત્રણ પ્રયોગ હોય છે, તે આ પ્રમાણે છે– (૧) ઔદારિક શરીર કાયપ્રયોગ, (૨) ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ અને (૩) કાર્મણ શરીર કાયપ્રયોગ. આ જ રીતે