________________
[ ૨૯૮]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
वणस्सइकाइयाणं विजय वेजयंत जयंत अपराजियदेवत्ते सव्वट्ठसिद्धदेवत्ते य पुरेक्खडा अणंता । [सव्वेसिं मणूस सव्वट्ठसिद्धगवज्जाणं सट्ठाणे बद्धेल्लगा असंखेज्जा, परट्ठाणे बद्धेल्लगा णत्थि । वणस्सइकाइयाणं सट्ठाणे बद्धेल्लगा अणंता ।] ભાવાર્થ-આ જ રીતે (ઘણા નૈરયિકોની જેમ)ઘણા અસુરકુમારો યાવતુઘણા પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની નરયિકપણે યાવતુ સર્વાર્થસિદ્ધ દેવપણે અતીતાદિ દ્રવ્યન્દ્રિયોની પ્રરૂપણા જાણવી જોઈએ. વિશેષતા એ છે કે વનસ્પતિકાયિકોની વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવપણાની તથા સર્વાર્થસિદ્ધ દેવપણાની પુરસ્કત-ભવિષ્યકાલીન દ્રવ્યેન્દ્રિયો અનંત થશે. (અર્થાતુ ઘણા નૈરયિકોની જેમ ઘણા ભવનપતિ, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવોને નૈરયિકથી નવ રૈવેયકપણે ભૂતકાલીન દ્રન્દ્રિયો અનંત થઈ છે; વર્તમાનમાં બદ્ધ દ્રવ્યેન્દ્રિયો સ્વસ્થાનમાં અસંખ્ય છે અને પરસ્થાનમાં નથી તથા પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો અનંત થશે. આ સર્વ જીવોને પાંચ અનુત્તર વિમાનપણે ભૂતકાલીન દ્રવ્યેન્દ્રિયો નથી, વર્તમાન બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી અને ભવિષ્યકાલીન દ્રવ્યન્દ્રિયો નારકીની જેમ અસંખ્ય થશે, પરંતુ ઘણા વનસ્પતિ જીવોને પાંચ અનુત્તરવિમાનપણે અનંત દ્રવ્યેન્દ્રિયો થશે.)[મનુષ્યો અને સર્વાર્થસિદ્ધ વિમાનોના ઘણા દેવોને છોડીને બધાની સ્વસ્થાનમાં બદ્ધ દ્રવ્યન્દ્રિયો અસંખ્યાત છે, પરસ્થાનમાં બદ્ધ દ્રવ્યન્દ્રિયો નથી. વનસ્પતિકાયિકોની સ્વસ્થાનમાં બદ્ધ દ્રવ્યન્દ્રિયો અનંત છે.]
અહીં ઇટાલી ટાઈપવાળો આ પાઠ અપ્રાસંગિક જણાય છે. કારણ કે આ સૂત્ર પાઠમાં ભવનપતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય સુધીના જીવોનું વર્ણન છે; મનુષ્યનું વર્ણન આગળના સૂત્રદરથી શરૂ થાય છે. ર થી ૬૮ સુધીના તે સૂત્રોમાં મનુષ્યો અને અનુત્તર વિમાનના દેવોની બદ્ધ દ્રવ્યેન્દ્રિયોનું પણ સ્પષ્ટ કથન છે અને સૂત્ર ૮ પર્વત અનુત્તર વિમાન સુધીના દેવોનું સ્વતંત્ર કથન છે. માટે અહીં ઇટાલી ટાઈપવાળા પાઠમાં આવેલું મનુષ્યોનું અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું સ્વસ્થાન સંબંધી કથન પ્રાસંગિક નથી તથા પ્રસ્તુત ઈટાલી પાઠગત વનસ્પતિકાયિક માટેબદ્ધદ્રવ્યેન્દ્રિયોની અનંતતાનું કથન પણ, આ પદના સૂત્ર ૩૩ અને ૦૬ના ભાવોથી વિપરીત થાય છે. તેમ છતાં પ્રાયઃ પ્રતોમાં આ ચર્ચિત પાઠ ઉપલબ્ધ હોવાથી અહીં તે પાઠ અને ભાવાર્થને ઇટાલી ટાઈપમાં રાખ્યો છે. ६२ मणुस्साणं णेरइयत्ते अतीता अणंता, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा अणंता ।
एवं जावगेवेज्जगदेवत्ते । णवरं सट्ठाणे अतीता अणंता, बद्धेल्लगा सिय संखेज्जा सिय असंखेज्जा, पुरेक्खडा अणंता । ભાવાર્થ - મનુષ્યોને નૈરયિકપણાની અતીત દ્રવ્યેન્દ્રિયો અનંત છે, બદ્ધ દ્રવ્યન્દ્રિયો નથી અને પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો અનંત છે.
મનુષ્યોને અસુરકુમાર યાવતું ચૈવેયકદેવપણાની અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયોની પ્રરૂપણા પૂર્વવતુ જાણવી જોઈએ વિશેષતા એ છે કે મનુષ્યોને સ્વસ્થાનમાં અતીત દ્રવ્યન્દ્રિયો અનંત છે, બદ્ધદ્રવ્યેન્દ્રિયો કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત છે અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો અનંત છે. ६३ मणसाणं भंते । विजय-वेजयंतजयंतअपराजियदेवत्ते केवइया दव्विदिया अतीता? गोयमा ! संखेज्जा । केवइया बद्धेल्लगा? गोयमा !णत्थि । केवइया पुरेक्खडा? सिय