________________
'પંદર પદઃ ઇકિયઃ ઉદ્દેશક-૨
| ૨૯૭ ]
ઉત્પન્ન થાય, કેટલાક ઉત્પન્ન થતા નથી. જો ઉત્પન્ન થાય તો એક જ વાર ઉત્પન્ન થઈ શકે છે, તેથી તે દેવો ચાર અનુત્તર વિમાન અથવા સર્વાર્થસિદ્ધપણાની આઠ જ દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરશે. સર્વાર્થસિદ્ધવિમાનના દેવની પુરસ્કૃત દ્રવ્યકિયો - સર્વાર્થસિદ્ધ વિમાનના દેવને એક જ ભવ શેષ હોય છે. તે દેવ મનુષ્યપણે જ એક વાર ઉત્પન્ન થાય છે તેથી મનુષ્યપણે આઠ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે. અન્ય કોઈ પણ સ્થાનમાં તે ઉત્પન્ન થતા ન હોવાથી દ્રવ્યેન્દ્રિયો કરશે નહીં. અનેક જીવોની ર૪ દંડકમાં સૈકાલિક દ્રવ્યેન્દ્રિયો - ५८ रइयाणं भंते ! णेरइयत्ते केवइया दव्विदिया अतीता ? गोयमा ! अणंता । केवइया बद्धेल्लगा? गोयमा ! असंखेज्जा । केवइया पुरेक्खडा? गोयमा ! अणंता । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! ઘણા નૈરયિકોને નારકીપણાની અતીતમાં દ્રવ્યન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! અનંત દ્રવ્યન્દ્રિયો થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! ઘણા નારકીઓને નારકીપણાની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત છે. પ્રશ્ન- હે ભગવન્! ઘણા નારકીઓને નારકીપણાની પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો કેટલી થશે? ઉત્તર- હે ગૌતમ! અનંત થશે. ५९ रइयाणं भंते ! असुरकुमारत्ते केवइया दव्विदिया अतीता? गोयमा ! अणंता। केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि । केवइया पुरेक्खडा? गोयमा ! अणंता । एवं जावगेवेज्जगदेवत्ते। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઘણા નૈરયિકોને અસુરકુમાર દેવપણાની અતીત દ્રવ્યન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! અનંત થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! ઘણા નારકીઓને અસુરકુમાર દેવપણાની બદ્ધ દ્રવ્યન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! નથી. પ્રશ્ન- હે ભગવન્! ઘણા નારકીઓને અસુરકુમાર દેવપણાની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો કેટલી થશે? ઉત્તર- હે ગૌતમ! અનંત થશે.
આ જ રીતે ઘણા નૈરયિકોને નાગકુમાર દેવપણાની યાવતુ ગ્રેવેયક દેવપણાની અતીત, બદ્ધ અને પુરસ્કૃતિદ્રવ્યેન્દ્રિયોની વકતવ્યતા જાણવી જોઈએ. ६० णेरइयाणं भंते ! विजयवेजयंतजयंतअपराजियदेवत्ते केवइया दव्विदिया अतीता? બોયનાં !પત્યિા જેવડ્યા વI ? ગોયના !ત્યિા જેવા પુડા ? ગોવા असंखेज्जा । एवं सव्वट्ठसिद्धगदेवत्ते वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઘણા નૈરયિકોને વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવપણાની અતીત દ્રવ્યન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! થઈ નથી. પ્રશ્ન- હે ભગવન્! ઘણા નારકીઓને વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવપણાની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! નથી.
પ્રશ્ન- હે ભગવન્! ઘણા નારકીઓને વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવપણાની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો કેટલી થશે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત થશે. તે જ રીતે નૈરયિકોને સર્વાર્થસિદ્ધ દેવપણાની અતીતબદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયોની વક્તવ્યતા જાણવી જોઈએ. ६१ एवं जाव पंचेदियतिरिक्खजोणियाणं सव्वट्ठसिद्धगदेवत्ते भाणियव्वं । णवरं