________________
[ ૨૯૬ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યન્દ્રિયો કરશે.
આ જ રીતે એક મનુષ્ય, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, બાર દેવલોક, નવ રૈવેયકના દેવપણે પણ આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો કરશે.
એક મનુષ્ય પાંચ સ્થાવરપણે એક, બે, ત્રણ આદિ; બેઇન્દ્રિયપણે બે, ચાર, છ આદિ; તે ઇન્દ્રિયપણે ચાર, આઠ, બાર આદિ ચૌરેન્દ્રિયપણે બાર, અઢાર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો કરશે.
એક મનુષ્ય ચાર અનુત્તર વિમાનના દેવપણે એક કે બે વાર ઉત્પન્ન થઈ શકે છે, તેથી તે અનુત્તર વિમાનના દેવપણે આઠ કે સોળ દ્રવ્યેન્દ્રિયો કરશે.
એક મનુષ્ય સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે એક જ વાર ઉત્પન્ન થઈ શકે છે તેથી તે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે આઠ જ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે. વૈમાનિક દેવની પુરસ્કત દ્રવ્યેન્દ્રિયો :- પહેલા સૌધર્મ દેવલોકથી નવ રૈવેયક સુધીના કોઈપણ દેવ નારકીપણે ઉત્પન્ન થાય, તો આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે.
તે જ રીતે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, બાર દેવલોક અને નવ રૈવેયકના દેવપણે ઉત્પન્ન થાય તો આઠ, સોળ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરશે.
ભવિષ્યમાં તે વૈમાનિક દેવમાંથી કોઈ દેવ ચાર અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, કોઈ ઉત્પન્ન થતા નથી; જો ઉત્પન્ન થાય તો એક કે બે વાર જ ઉત્પન્ન થાય છે તેથી તે ચાર અનુત્તર વિમાનના દેવપણે આઠ કે સોળ દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરશે.
તે વૈમાનિક દેવ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે જો ઉત્પન્ન થાય, તો એક જ વાર ઉત્પન્ન થાય છે, તેથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે આઠ જ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે.
તે વૈમાનિક દેવ ભવિષ્યમાં પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયમાં જેટલા ભવ કરે તે પ્રમાણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે. જો તે તે ભવમાં ઉત્પન્ન ન થાય, તો તે ભવની દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરશે નહીં.
તે વૈમાનિક દેવ ભવિષ્યમાં મનુષ્યપણે અવશ્ય ઉત્પન્ન થાય છે, તેથી મનુષ્યપણે આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે. ચાર અનુત્તર વિમાનના દેવની પુરસ્કત દ્રવ્યેન્દ્રિયો - ચાર અનુત્તર વિમાનના દેવ ભવિષ્યમાં નારક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવ, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય કેતિર્યંચ પંચેન્દ્રિયપણે(ર૪ દંડકમાં)ઉત્પન્ન થતા નથી.
ચાર અનુત્તર વિમાનના દેવ સંખ્યાતા(ઉત્કૃષ્ટ ૧૩) ભવમાં જ મોક્ષ પ્રાપ્ત કરે છે અને મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મનુષ્ય અને વૈમાનિક દેવના જ ભવ કરે છે. તેથી તે દેવ મનુષ્યપણે આઠ, સોળ, ચોવીસ કે સંખ્યાત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરશે. તે ચાર અનુત્તર વિમાનના દેવ બાર દેવલોક અને નવ રૈવેયકના દેવપણે ઉત્પન્ન થાય છે અથવા થતા નથી. જો તે દેવ મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને મોક્ષે જાય તો વૈમાનિક દેવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરતા નથી અને જો તેનું ભવભ્રમણ બાકી હોય તો પહેલા દેવલોકથી નવ રૈવેયક સુધીના દેવપણે આઠ, સોળ, ચોવીસ કે સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે.
ચાર અનુત્તર વિમાનના કેટલાક દેવ ભવિષ્યમાં ચાર અનુત્તર વિમાનમાં કે સવાર્થસિદ્ધ વિમાનમાં