________________
પંદરમું પદ ઃ ઇન્દ્રિય ઃ ઉદ્દેશક-૨
આગામીકાલમાં જન્મ-મરણની શક્યતા હોય, તે સ્થાનમાં તે જીવોની ભવિષ્યકાલીન દ્રવ્યેન્દ્રિયો થાય છે અને જે સ્થાનમાં ભવિષ્યમાં ઉત્પન્ન થતા નથી તે સ્થાનની દ્રવ્યેન્દ્રિયો તેને થતી નથી.
૨૯૫
એક નારકીની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો—જો તે નારકી ફરી એકવાર નરકમાં ઉત્પન્ન થાય, તો ના૨કપણે આઠ દ્રવ્યેન્દ્રિયો, બે વાર નરકમાં ઉત્પન્ન થાય, તો નારકપણે સોળ દ્રવ્યેન્દ્રિયો, તે રીતે ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો કરશે. નારકીનો જીવ ભવ ભ્રમણ કરતાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, બાર દેવલોક અને નવ શૈવેયકના દેવપણે ભવિષ્યમાં એક, બે, ત્રણ કે સંખ્યાત, અસંખ્યાત કે અનંતવાર ઉત્પન્ન થાય, તો તે પ્રમાણે તે જીવ તે તે સ્થાનમાં આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે.
નારકીનો જીવ ભવભ્રમણ કરતાં ભવિષ્યમાં ચાર અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય અથવા ન પણ થાય, જો ઉત્પન્ન થાય તો એક કે બે વાર જ ઉત્પન્ન થઈ શકે છે, તેથી ભવિષ્યમાં અનુત્તર વિમાનના દેવપણે આઠ કે સોળ દ્રવ્યેન્દ્રિયો જ પ્રાપ્ત કરશે.
નારકીનો જીવ ભવભ્રમણ કરતાં ભવિષ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય અથવા ન પણ થાય, જો ઉત્પન્ન થાય તો એક જ વાર ઉત્પન્ન થાય છે, તેથી ભવિષ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે આઠ દ્રવ્યેન્દ્રિયો જ પ્રાપ્ત કરશે.
નારકીનો જીવ ભવભ્રમણ કરતાં ભવિષ્યમાં પાંચ સ્થાવરમાં ઉત્પન્ન થાય અથવા ન પણ થાય. જો થાય, તો જેટલીવાર ઉત્પન્ન થાય તે પ્રમાણે ભવિષ્યમાં દ્રવ્યેન્દ્રિયો કરશે. આ રીતે નારકીનો જીવ ભવિષ્યમાં પાંચ સ્થાવરપણે એક, બે, ત્રણ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો કરશે.
તે જ રીતે નારકીનો જીવ ભવિષ્યમાં બેઇન્દ્રિયપણે બે, ચાર, છ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો કરશે. તેઇન્દ્રિયપણે ચાર, આઠ, બાર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો અને ચૌન્દ્રિયપણે છે, બાર, અઢાર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો કરશે.
નારકીનો જીવ ભવિષ્યમાં તિર્યંચ પંચેન્દ્રિયપણે આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો કરશે.
નારકીનો જીવ ભવિષ્યમાં મનુષ્ય જન્મ ધારણ કરીને જ મોક્ષમાં જઈ શકે છે તેથી તેને ભવિષ્યમાં અવશ્ય મનુષ્યપણે દ્રવ્યેન્દ્રિયો થાય છે. જો તે જીવ એક મનુષ્યનો ભવ પ્રાપ્ત કરીને મોક્ષે જાય તો આઠ દ્રવ્યેન્દ્રિયો કરશે. જો તે મનુષ્યના બે ભવ કરીને મોક્ષે જાય તો સોળ દ્રવ્યેન્દ્રિયો કરશે. તે જ રીતે તે મનુષ્યપણે ૨૪, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો કરશે,
આ જ રીતે નારકીની જેમ જ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયના પ્રત્યેક જીવની પણ પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો તેના ભવભ્રમણ અનુસાર જાણવી. એક મનુષ્યની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો ઃ— જો મનુષ્ય તદ્ભવ મોક્ષગામી હોય, તો તેને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થતી નથી અને જો તેનું ભવભ્રમણ બાકી હોય, તો તે મનુષ્ય જે જે સ્થાનમાં જન્મ ધારણ કરે તે તે પ્રમાણે તેને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો થાય છે.
જો મનુષ્ય મરીને નરકમાં એક ભવ કરે તો નારકીપણે આઠ દ્રવ્યેન્દ્રિયો, નરકમાં બે ભવ કરે તો નારકીપણે સોળ દ્રવ્યેન્દ્રિયો, આ રીતે સંખ્યાત, અસંખ્યાત કે અનંતવાર નરકમાં જન્મ ધારણ કરે તો ક્રમશઃ