________________
[ ૨૯૪ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના પ્રત્યેક જીવને ૨૪ દંડકના જીવપણે પ્રાપ્ત થતી સૈકાલિક દ્રવ્યન્દ્રિયોનું નિરૂપણ છે. ૨૪ દંડકના જીવની ભતકાલીન દ્રવ્યેન્દ્રિયો :- પ્રત્યેક જીવે પોતાના અનંત સંસાર પરિભ્રમણમાં ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત-અનંત જન્મ મરણ કર્યા હોય છે, તેથી પ્રત્યેક દંડકના જીવને પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં ભૂતકાલીન અનંત દ્રવ્યન્દ્રિયો થઈ છે. અનંત ભવભ્રમણમાં જીવ ચાર અનુત્તર વિમાનમાં બે વાર અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં એક જ વાર ઉત્પન્ન થઈ શકે છે, તેથી પાંચ અનુત્તર વિમાનના દેવપણે કોઈપણ જીવ અનંત દ્રવ્યેન્દ્રિયો કરી શકતા નથી. તે ઉપરાંત એક વાર પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા પછી તે જીવ સંજ્ઞી મનુષ્ય અને વૈમાનિક દેવ સિવાય અન્ય કોઈ પણ સ્થાનમાં જન્મ ધારણ કરતા નથી, તેથી મનુષ્ય અને વૈમાનિક દેવને છોડીને શેષ રર દંડકના જીવોએ ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનના દેવપણે દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરી નથી.
મનુષ્ય અને વૈમાનિક દેવ પણ જો ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા ન હોય, તો તેને પણ અનુત્તર વિમાનના દેવપણાની દ્રવ્યેન્દ્રિયો હોતી નથી અને જો ઉત્પન્ન થયા હોય, તો તેને પાંચ અનુત્તર વિમાનના દેવપણાની દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરી હોય છે. મનુષ્યોની ભૂતકાલીન દ્રવ્યકિયો - પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં ભૂતકાળમાં અનંત જન્મ-મરણ કર્યા હોવાથી અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરી છે.
જો મનુષ્ય ભૂતકાળમાં ચાર અનુત્તર વિમાનમાં એકવાર ઉત્પન્ન થયા હોય, તો અનુત્તર વિમાનના દેવપણે આઠ દ્રવ્યન્દ્રિયો અને બે વાર ઉત્પન્ન થયા હોય, તો સોળ દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરી હોય છે.
કોઈપણ જીવ ચાર અનુત્તરવિમાનમાં બે વાર જ ઉત્પન્ન થઈ શકે છે અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં એક જ વાર ઉત્પન્ન થઈ શકે છે. તેથી કોઈપણ મનુષ્ય ભૂતકાળમાં ચાર અનુત્તર વિમાનના દેવપણાની સોળ અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણાની આઠ દ્રવ્યેન્દ્રિયો જ પ્રાપ્ત કરી હોય છે. વૈમાનિક દેવની ભૂતકાલીન દ્રવ્યેન્દ્રિયો :- મનુષ્યની જેમ વૈમાનિક દેવે પણ પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરી હોય છે.
વૈમાનિક દેવ ભૂતકાળમાં ચાર અનુત્તર વિમાનના દેવપણે એક જ વાર ઉત્પન્ન થયા હોય છે. બીજી વાર અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલો જીવ મનુષ્ય જન્મ પામીને અવશ્ય મોક્ષે જાય છે, તેથી એક વૈમાનિક દેવે ભૂતકાળમાં અનુત્તર વિમાનના દેવપણે આઠ જ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરી હોય છે.
વૈમાનિક દેવ ભૂતકાળમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયો હોતો નથી, કારણ કે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ મનુષ્ય જન્મ પામીને અવશ્ય મોક્ષે જાય છે; તેથી વૈમાનિક દેવે ભૂતકાળમાં સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરી હોતી નથી. ૨૪ દંડકના જીવની બદ્ધ-વર્તમાનકાલીન દ્રવ્યજિયો - જીવ જે ભવમાં વર્તતો હોય તેને અનુરૂપ તેની બદ્ધ દ્રવ્યન્દ્રિયો હોય છે. નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને આઠ બદ્ધ દ્રવ્યન્દ્રિયો, એકેન્દ્રિયને એક, બેઇન્દ્રિયને બે, તેઇન્દ્રિયને ચાર, ચૌરેન્દ્રિયને છ બદ્ધ દ્રવ્યેન્દ્રિયો હોય છે. ૨૪ દંડકના જીવની પુરસ્કૃત–ભવિષ્યકાલીન દ્રવ્યેન્દ્રિયો :- જે દંડકના જીવોને જે જે સ્થાનમાં